પેટ અને કમરની ચરબી નથી ઘટતી? તો બીજું બધુ સાઇડમાં મુકીને વાંચી લો એક વાર આ આર્ટિકલ

પેટ અને કમર પર જામી ગયેલા ચરબીના થર એ એક ચિંતાનો વિષય છે. તે માત્ર તમારા દેખાવને જ ખરાબ નથી કરતું પણ તે કેટલીએ બીમારીઓનું કારણ પણ બની શકે છે. તો આજના આ લેખમાં અમે તમને જણાવીશું પેટની ચરબી ઘટાડવાના કેટલાક ઉપાયો વિષે. તેના માટે, અસરકારક વ્યયામ, તેમજ આહાર વિષે તમને જણાવીશું. જે પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ બધી જ વસ્તુઓનો લાભ ત્યારે જ થશે જ્યારે તમે તેને નિયમિત રીતે કરશો. એક-બે દિવસ કરીને તેને છોડી દેવાથી તમને લાભ નહીં પણ નુકસાન થઈ શકે છે.

પ્રથમ તો પેટ પર ચરબી જમા થવાના કારણો જાણી લો

પેટ પર થોડી-ઘણી ચરબીનું હોવું સામાન્ય છે. પણ જો આ ચરબી જરૂર કરતા વધી જાય, તો કેટલીએ બિમારીઓનો સામનો કરવો પડે છે. અહીં અમે પેટ પર વધારાની ચરબી પાછળના કારણો વિષે તમને જણાવીશું.

ખરાબ ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ પ્રક્રિયા

image source

ઉંમર વધવાની સાથે સાથે પાચન તંત્ર પણ નબળુ પડવા લાગે છે. સાથે સાથે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ પણ પ્રભાવિત થવા લાગે છે. આ કારણે પણ પેટની ચરબી વધી શકે છે.

આનુવંશિક

વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે, શરીરમાં કેટલાક ફેટ સેલ આનુવંશિક રીતે વિકસિત થાય છે. જો કોઈના ઘરમાં કોઈ આ સમસ્યાના શિકાર હોય તો આવનારી પેઢીમાં પણ તે સમસ્યા હોઈ શકે છે.

માનસિક તાણ

image source

તાણ ગ્રસ્ત વ્યક્તિ એક પછી એક કેટલીએ બિમારીઓથી ઘેરાવા લાગે છે. શરીરમાં ચરબીનું વધવું પણ તેમાંનું જ એક છે. માનસિક તાણના કારણે લોહીમાં કોર્ટિસોલ હાર્મોનનું સ્તર વધી જાય છે. કોર્ટિસોલ શરીરમાં ચરબીનું સ્તર વધારી શકે છે, જેનાથી ચરબીની કોશિકાઓ મોટી થઈ શકે છે. સામાન્ય રીતે આ સ્થિતિમાં ચરબી પેટની આસપાસ વધે છે.

માસપેશિઓ ઢીલી પડવી

જ્યારે પેટની આસપાસ માસપેશીઓ ઢીલી થવા લાગે છે, ત્યારે બની શકે છે કે તે જગ્યાની ચરબી વધવાની શરૂ થાય છે. જો કે તેના પર કોઈ ચોક્કસ સંશોધન નથી થઈ શક્યું.

હોર્મોનમાં પરિવર્તન આવવું

સામાન્ય રીતે હોર્મોનમાં પરિવર્તનનો સામનો મહિલાઓએ વધારે કરવો પડે છે. જ્યારે તેઓ પોતાના જીવનના મધ્ય પડાવ એટલે કે 40સીની આસપાસ પહોંચે છે ત્યારે તેમના શરીરના વજનની સરખામણીએ તેમની ચરબી ઝડપથી વધી શકે છે. પછી મેનોપોઝ એટલે કે રજોનિવૃત્તિ દરમિયાન એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઓછું અને એન્ટ્રોજન હોર્મનનું સ્તર વધારે થઈ જાય છે. આ કારણ હોય છે કમરની આસપાસની ચરબી વધવાનું.

ઓછું પ્રોટીન વધારે કાર્બ્સ ખાવાથી

આપણે આખો દિવસ ઘણું બધું ખાતા હોઈ છીએ. ક્યારેક ક્યારેક કામના દબાણના કારણે કે પછી કી માનસિક ટેન્શનના કારણે જરૂર કરતા વધારે ખાઈ લઈએ છીએ અને આપણને પોષણ મળે છે કે નહીં તેનું પણ ધ્યાન નથી રાખતા. શરીરમાં જીભના સ્વાદના ચક્કરમાં પ્રેટીન ઓછું કાર્બ્સ તેમજ ફેટ વધારે થઈ જાય છે. પછી એક જ જગ્યાએ બેસીને કામ કરતા રહેવું. આ રીતે કમર તેમજ પેટની આસપાસ ચરબી વધવ લાગે છે. આ જ કારણ છે કે હાઇ પ્રોટીન અને લો કાર્બોહાઇડ્રેટ ડાયેટથી વજન ઘટાડી શકાય છે.

બેઠા બેઠા કામ કરવાની આદત

image source

આધુનિક સમયમાં જીવન એટલું સરળ બની ગયું છે કે વ્યક્તિએ શારીરિક પ્રવૃતિઓ કરવાનું લગભગ બંધ જ કરી દીધું છે. દરેક વ્યક્તિ પોતાનું કામ બેઠા-બેઠા કરવાનો પ્રયાસ કરે છે, પછી તે ઓફિસનું કામ હોય કે ઘરનું કામ હોય. હવે લોકો સમય કાઢીને કસરત કરવાની જગ્યાએ, ટીવી જોવાનું કે પછી કંપ્યુટર પર કામ કરવાનું વધારે પસંદ કરે છે. પરિણામે શરીરની ચરબી વધવા લાગે છે.

અન્ય બિમારીઓ

કેટલીક બીમારીઓ એવી હોય છે, જેનાથી પણ વજન વધી શકે છે. તે ઉપરાંત કીડની સંબંધિત સમસ્યા હોય, થાયરોઇડ હોય કે હાર્ટ ફેલ થવાથી પણ મેદસ્વીતા વધી શકે છે.

પેટની ચરબી ઘટાડવા માટે શું ખાવું – શું ન ખાવું

જો તમે તમારો ખોરાક સંતુલિત ન રાખો, તો પછી કોઈ ગમે તેટલી એક્સરસાઇઝ કરી લે કે યોગ કરી લે, તમારા પેટની કે કમરની ચરબી નથી ઘટી શકતી. માટે જ તમારે તમારા ડાયેટનું પણ પુરતું ધ્યાન રાખવાનું હોય છે. તો ચાલો જાણીએ તમારા સંતુલિત ડાયેટ વિષે

ફ્રૂટ

image source

પેટની ચરબી ઘટાડવા માટે તમારે તમારા રોજિંદા ખોરાકમાં ફ્રૂટનો પણ સમાવેશ કરવો જોઈએ. ફળને જરૂરી પોષણ પુરુ પાડવાની સાથે સાથે તે વજનને પણ નિયંત્રિત રાખે છે. એવું કહેવાય છે કે ફળમાં હાજર ફાઇબર ચરબીને ઘટાડી શકે છે.

ફેટ ફ્રી મિલ્ક અને અય ડેરી પ્રોડક્ટ

ઘણા લોકોને દૂધ ખૂબ ભાવતું હોય છે, તો તેવા લોકોએ ફેટ ફ્રી મિલ્કનું સેવન કરવું જોઈએ. અને આમ કરવાથી તમે વધારે ચરબી નથી ખાતા. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ચરબી મુક્ત દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ તમારા પેટને વધવા નથી દેતું અને ઘટાડે છે.

image source

સૂપ – પેટની ચરબી ઘટાડવા માગતા હોવ તો તમારે તમારા આહારમાં સૂપનો સમાવેશ કરવો જોઈએ, ખાસ કરીને રાતના સમયે તેનું સેવન કરવાથી તમારા વજનમાં ઘટાડો થાય છે. તે લાટ હોય છે અને તેમાં વધારે કેલરી પણ નથી હોતી, જેના કારણે ચરબી નથી વધતી.

ઘૂલનશીલ ફાઇબર – સોલ્યુબલ ફાઇબર

તમારા પેટની ચરબી ઘટાડવાના ઉપાયમાં સોલ્યુબલ ફાઇબર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેના સેવનથી તમને ઓછી ભુખ લાગે છે જેનાથી વારંવાર ખાવાની ઇચ્છા નથી થતી. આમ તમે ઓછો ખોરાક લો છો.

બીન્સ

image source

પેટ ઘટાડવા માટે બીન્સનો સમાવેશ પણ તમારા રોજીંદા ખોરાકમાં કરવો જોઈએ. તે પછી લીલા બીન્સ હોય કે દાળ વિગેરે હોય, બધા જ વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. તે ફાઈબરથી સમૃદ્ધ હોય છે અને ફાઇબર વારંવાર લાગતી ભૂખને પણ ઘટાડે છે. જેનાથી તમે ઓછું ખાઓ છો પણ તમારું પેટ ભરાયેલું રહે છે.

ઉચ્ચ પ્રોટીનવાળો ખોરાક

તમે જ્યારે વજન ઘટાડવા માગતા હોવ ત્યારે તમને પહેલી સલાહ પ્રોટીન યુક્ત ખોરાક વધારવાની આપવામાં આવે છે તેનાથી તમારું વજન ઘટાડવામાં મદદમ ળે ચે. પ્રોટિન રિચ ફૂટમાં ઓટ્સ, ચિયા સિડ્સ, મસૂરની દાળ, એવોકાડો, સોયાનું દૂધ વિગેરે તમે લઈ શકો છો.

નટ્સ

બદામ, કાજૂ અને અખરોટ જેવા નટ્સ પણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કહેવાય છે કે લાંબા સમય સુધી સિમિત માત્રામાં ડ્રાઇ ફ્રૂટ્સનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને વારંવાર ખાવાની તમારી ઇચ્છા પણ નિયંત્રણમાં રહે છે.
આખુ અનાજ – કઠોળ

તમારે તમારા આહારમાં આખુ અનાજ, કઠોળને સમાવવા જોઈએ. તે તમારું વજન ઘટાડવામાં ખૂબ મદદ કરી શકે છે. આખુ અનાજ ફાઇબરથી ભરપૂર હોય છે. તો વધારાની ચરબી ઘટાડવા માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે.

લીલા શાકભાજી

image source

તમારે તમારા સ્વાસ્થ્ય માટે તમારું શરીર ફીટ રાખવા માટે તેમજ સ્લીમ રાખવા માટે તમારા દૈનિક આહારમા લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈ. આ શાકભાજી શરીરને સ્વસ્થ રાખવા તેમજ ચરબીને ઘટાડવામાં મદદ કરી શકે છે, કારણ કે તેમાં કેલોરી ઓછી હોય છે.

પેટ અને કમરની ચરબી ઘટાડવા માટે વ્યાયામ

કેટલાક લોકોની પેટ તેમજ કમરની આસપાસની ચરબી એટલી વધી જાય છે કે તેઓ ઇચ્છવા છતાં પોતાની પસંદના વસ્ત્રો નથી પહેરી શકતા. કેટલીકવાર ચરબીના કારણે બીજાની સામે ઉઠવા-બેસવામાં પણ મનમાં કોમ્પ્લેક્સ આવી જાય છે, કારણ કે તેમના પેટની ચરબી વસ્ત્રો પરથી સ્પષ્ટ દેખાઈ જાય છે. આ પ્રકારના લોકો હંમેશા એવા વિચારોમાં ખોવાયેલા રહે છે કે પેટની ચરબી કેવી રીતે ઘટાડવી, તેવામાં નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે. અહીં અમે તમને કમર તેમજ પેટને ઘટાડવા માટેની કેટલીક એક્સરસાઇઝ જણાવવા જઈ રહ્યા છે.

ચાલવું

જો તમે દોડી ન શકતા હોવ, સ્વિમિંગ ન કરી શકતા હોવ કે સાઇક્લિંગ ન કરી શકતા હોવ તો તમારે સવાર-સાંજ અરધો અરધો કલાક ચાલવું જોઈએ. તેનાથી શરીરમાં જામેલી વધારાની ચરબી ઘટી શકે છે. શક્ય હોય તો ઝડપથી ચાલવાનુ રાખો. તેનાથી તમારું વધેલુ પેટ ઘટી જાય છે. અને આ વ્યાયામને ખૂબ જ સુરક્ષિત અને સરળ માનવામાં આવે છે.

દોડવું

શરીરને ચુસ્ત તેમજ તંદુરસ્ત રાખવા માટે રનિંગ એટલે કે દોડવાથી ઉત્તમ બીજું કંઈ નથી. દોડવાથી હૃદય સારી રીતે કામ કરી શકે છે અને વધારાની કેલોરી બર્ન થઈ જાય છે, જેનાથી ધીમે-ધીમે ચરબી ઘટવા લાગે છે. શરૂઆતમાં કેટલાક મીટરની દોડ અને ઝડપીની જગ્યાએ ધીમે-ધીમે દોડવું. જ્યારે શરીર તેનું આદી બની જાય ત્યારે તમે ગતિ તેમજ સમયમાં વધારો કરી શકો છો. આ જ કારણથી દોડવાથી પેટ અને કમરની ચરબી ઘટે છે.

સાઇકલિંગ

image source

પેટ ઘટાડવા માટે સાઇકલિંગ ઉત્તમ માનવામા આવે છે. તેને સૌથી ઉત્તમ અને સરળ કાર્ડિયો એક્સરસાઇઝ માનવામાં છે. તેનાથી પગ તેમજ ઝાંઘની સારી એવી એક્સરસાઇઝ થાય છે. સાથે સાથે તેનાથી શરીરની વધારાની ચરબી તેમજ કેલોરી પણ ઘટી જાય છે.

સ્વિમિંગ

કમર અને પેટની ચરબી ઘટાડવા માટે તરવાનો વ્યાયામ પણ ઉત્તમ છે. તેનાથી શરીરની વધારાની જમા થયેલી ચરબી ઘટી જાય છે. સ્વિમિંગ કરવાથી માત્ર તમારું વજન નથી ઘટતું, પણ તમારા શરીરનો શેઇપ પણ સુધરે છે. તેને અઠવાડિયામાં એક કે બે વાર કરી શકો છો. જો પહેલા ક્યારેય તર્યા ન હોવ તો તેને કોઈ ટ્રેનરની દેખરેખ હેઠળ કરવું જોઈએ.

સીડીઓ ચડવી-ઉતરવી

image source

જો તમે અઘરો વ્યાયામ ન કરી શકતા હોવ તો સીડી ચઢવા તેમજ ઉતરવાનો વ્યાયામ પણ કરી શકો છો. તે પેટ ઘટાડવા માટે મદદરૂપ થાય છે. સીડીઓ ચડવા ઉતરવાથી પણ તમારી એક્સ્ટ્રા ફેટ ઘટી શકે છે. તેના માટે તમારે રોજ સવાર-સાંજ લગભગ 10 મિનિટ ઘરની સીડીઓ પર ચડવું ઉતરવું જોઈએ. ઓફિસ જતા-આવતા પણ લીફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી કમર અને પેટની ચરબી ઘટાડી શકાય છે.

સીટ – અપ

કમર અ પેટ ઘઠાડવાની એક્સરસાઇઝમાં સિટ-અપનો પણ સમાવેશ થાય છે. આ સરળ વ્યાયામથી માત્ર પેટની ચરબી જ નથી ઘટતી પણ શરીરના અન્ય ભાગોની ચરબી પણ ઘટે છે. સવાર અને સાંજે પોતાની સગવડ પ્રમાણે આ એક્સરસાઇઝ પાંચથી દસ મિનિટ સુધી કરી શકાય છે.

બેઝીક ક્રન્ચ

એબ્સ બનાવવા અને પેટ ઘટાડવા માટે ક્રન્ચ ખૂબ જ ઉપયોગિ સાબિત થાય છે. ક્રંચનો વ્યાયામ પણ ઘણો સરળ હોય છે. તેને કરવા માટે સૌથી પહેલાં તમારે પીઠના બળે મેટ પર આડુ પડી જવું અને તમારા ગોઠણને વાળી લેવા. હવે તમારી કોણીઓને વાળીને તમારી ડોકની પાછળ લઈ જવી. ત્યાર બાદ શ્વાસ લેતા શરીરનો ઉપરનો ભાગ ઉઠાવવાનો પ્રયાસ કરવો. ત્યાર બાદ શ્વાસ છોડતા ફરી પાછું પહેલાની અવસ્થામાં આવી જવું.

પ્લેન્ક

image source

પેડની ચરબી ઘટાડવા માટે પ્લેન્કની એક્સરસાઇઝ પણ સારી છે. આ એક સરળ વ્યાયમ છે. તેનાથી ચરબી ઘટવાની સાથે સાથે શરીરનું સંતુલન પણ સુધરે છે. તેને કરવાથી પુશઅપ કરવાની અવસ્થામાં આવવાનું હોય છે અ પછી આખા શરીરનું વજન તમારા બાવડા પર નાખીને તમારા શરીરને એક સીધી રેખામાં રાખવાનું હોય છે. આ દરમિયાન માત્ર કોણી અને તમારા પંગના પંજા પર જ તમારે રહેવાનું હોય છે. બાકીનું શરીર હવામાં રહે છે. આ એક્સરસાઇઝ તમારાથી શક્ય હોય તેટલો સમય કરવું જોઈએ.

સ્ક્વોટ

સ્ક્વોટ પણ સરળતાથી તમારી પેટની ચરબી ઘટાડી શકે છે અને તમારા એબ્સ પણ બનાવે છે. તેને કરવા માટે તમારી સીધું જ જમીન પર ઉભુ થઈ જવું. ત્યાર બાદ તમારા હાથને આગળ તરફ સીધા રાખવા અને તમારા ગોઠણને વાળી લેવા. હવે કેટલીક સેકન્ડ તમારે આ જ સ્થિતમાં રહેવું ત્યાર બાદ ફરી પહેલીની અવસ્થામાં આવી જવું. આ એક્સરસાઇઝ ફ્લેટ પેટ માટે ઘણી મદદરૂપ છે.

વેટ ટ્રેનિંગ

image source

પેટની ચરબી ઘટાડવા માટે તમે વેટ ટ્રેનિંગ એક્સરસાઇઝ પણ કરી શકો છો. ભાર ઉઠાવવાના વ્યાયામ કરવાથી તમારી પેટની ચરબી જ નહીં ઘટે પણ તમારા શરીરને એક આકર્ષક શેપ પણ મળશે. જો કે તમારે વેટ ટ્રેનિંગની એક્સરસાઇઝ એક પ્રોફેશનલ ટ્રેનરની દેખરેખ હેઠળ જ કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ