પપ્પા મુકેશ અંબાણી જેવું જ ભવ્ય છે ઇશા અંબાણી – આનંદ પીરામલનું ઘર…

ગયા ડીસેમ્બરમાં પ્રભુતામાં પગલા પાડનાર ઇશા અંબાણી અને આનંદ પિરામલે તેમના વરલી ખાતે નવા જ બનેલા ભવ્ય બંગલોમાં પોતાના લગ્નજીવનની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by The Pioneer (@dailypioneer) on


તમને જણાવી દઈએ કે અંબાણી અને પિરામલ કુટુંબે ઇશા-આનંદની એંગેજમેન્ટ સેરેમની લેક કોમો ઇટાલી ખાતે કરી હતી. ત્યાં તેમણે તેમની એંગેજમેન્ટની ત્રણ દીવસ સુધી ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@ishaambanis) on


ત્યાર બાદ લગ્નનું પ્રિવેડિંગ સેલિબ્રેશન ઉદયપુર ખાતે લગભગ અઠવાડિયું ચાલ્યું હતું. જેમાં દેશની ખ્યાતનામ હસ્તીઓએ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@ishaambanis) on


અને મુંબઈ ખાતે તેમના લગ્ન પણ ખુબ જ ધામધૂમથી સંપૂર્ણ હીન્દુ વિધીથી કરવામાં આવ્યા હતા જેમાં પણ દેશના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે તેમાં યુ.એસ.એના બે ભૂતપૂર્વ સેક્રેટરી હિલેરી ક્લીન્ટન અને જોહ્ન કેરીએ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@ishaambanis) on


આ ઉપરાંત તેના લગ્નમાં વિશ્વવિખ્યાત પોપ સિંગર બેયોન્સેની પ્રાઇવેટ કોન્સર્ટે પણ ચારચાંદ લગાવી દીધા હતા અને ભલભલા લોકોને ચકરાવે ચડાવી દીધા હતા. કારણ કે બેયોન્સે પોતાની પ્રાવેટ કોન્સર્ટના સેંકડો કરોડ ચાર્જ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@ishaambanis) on


લગ્ન બાદ લોકોના મનમાં એ પ્રશ્ન હતો કે નવપરિણિત યુગલ પોતાના જીવનની શરૂઆત ક્યાં કરશે. તો તેના માટે પિરામલ ફેમિલિએ વરલી ખાતે એક ભવ્ય બિલ્ડિંગ લગભગ સાત વર્ષ પહેલાં 450 કરોડમાં ખરીદી હતી. જેનું રીનોવેશન તેમના લગ્નના ઘણા સમય પહેલાં શરૂ થઈ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by ᴍᴜɴᴀꜱꜱᴀʀ ᴋʜᴀɴ (@munassarkhan) on


અને તેને લગ્ન પહેલાં જ ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કરી દેવાની ડેડલાઈન આપવામાં આવી હતી. જે સમયસર પૂર્ણ પણ થઈ ગયું હતું અને નવપરિણિત યુગલે તેમાં પ્રવેશ પણ કરી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rohit Aiwale (@aiwalerohit) on


આ બિલ્ડિંગ પહેલાં હિન્દુસ્તાન યુનિલિવરનું ટ્રેઇનીંગ સેન્ટર હતું. જેને ઇશા અને આનંદના લગ્ન પહેલાં જ રીકન્સ્ટ્રક્ટ કરીને એક અત્યંત આધુનિક તેમજ ભવ્ય ઓપ આપવામાં આવ્યો છે.

અને આ જ ભવ્ય બિલ્ડગ પિરામલ કુટુંબ તરફથી આનંદ અને ઇશાને લગ્નની ભેટ તરીકે મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by shadab (@shadabshaikh1200) on


આપણે મુકેશ અંબાણીના કરોડોના એન્ટિલિયા હાઉસની ભવ્યતા વિષેની ચર્ચા તો ઘણી સાંભળી છે. પણ દીકરી ઇશાનું ઘર પણ ભવ્યતામાં પિતાના ઘર કરતાં કંઈ પાછુ પડે તેમ નથી.

 

View this post on Instagram

 

A post shared by DJ Magic Mike NYC (@magicmikedjs) on


ભલે તેનો એરિયા પિતાના ઘર કરતાં ચોથા ભાગનો હોય પણ તેની ભવ્યતામાં કોઈ જ કમી રાખવામાં નથી આવી.

તેનું આ મેન્શન 50000 સ્ક્વેર ફીટનું છે સાઉથ મુંબઈના પોષ એરિયા વર્લીમાં આવેલું છે. તેમના ઘરેથી અરેબિયન સી અને સી લિંક બ્રિજનો સુંદર નજરો જોવા મળે છે. અને હવે તો વરલીનું તે એક લેન્ડમાર્ક પણ બની ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by #Worli (@proud_to_be__worlikar) on


તમને જણાવી દઈએ કે મુકેશ-નીતા અંબાણીનું એન્ટિલિયા હાઉસ 400,000 લાખ સ્ક્વેર ફુટનું છે અને તે 27 માળનું છે. જેની ભવ્યતાની કોઈ જ વિસાત નથી.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@ishaambanis) on


ઇશાના નવા ઘરમાં ત્રણ બેઝમેન્ટ છે કેટલાએ ડાઈનીંગ રુમ્સ છે અને એક મોટો આઉટડોર પુલ પણ છે. આ ઉપરાંત પણ ઘણું બધું તેમના આ મહેલ સમા ઘરમાં છે. તો આપણી તો તે જ કામના છે કે બન્ને યુગલ આ ઘરમાં સુખેથી રહે.

 

View this post on Instagram

 

A post shared by Isha Ambani (@ishaambanis) on


ઇશા અને આનંદના લગ્નના થોડા સમય બાદ જ તેના ટ્વીન બ્રધર આકાશ અને શ્લોકાના લગ્ન પણ તેટલી જ ભવ્ય રીતે કરવામા આવ્યા હતા. અને તેઓ હાલ એન્ટિલિયામાં રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ