ખાસ પ્રકારનો નળ બનાવાયો છે જે પાણીની ૯૫% કરશે બચત…

એક એન્જિનિયરે કરી એવી શોધ કે જેનાથી ૯૫% પાણીની થશે બચત, ભવિષ્યમાં નવા જ પ્રકારના નળનો વપરાશ કરવા થઈ જાઓ તૈયાર… ખાસ પ્રકારનો નળ બનાવાયો છે જે પાણીની ૯૫% કરશે બચત…


વરસાદ જેમ જેમ ખેંચાઈ રહ્યો છે, તેમ તેમ લોકો જળસંચય અને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે ખૂબ સભાન થઈ ગયા છે. વધતી જતી ગરમી અને બફારાને કારણે વાતાવરણમાં વધુને વધુ દબાણ અનુભવાય છે. પાણીનો વપરાશ વધતો જાય છે અને કુદરતી સંસાધનો ઘટતાં જાય છે. ગામડાંઓમાં જ નહીં શહેરોમાં પણ પાણીની કિલ્લતની રાડો પડાતી સંભળાવવા લાગી છે. ઠેરઠેર લોકો વૃક્ષો વાવવા માટેની અને પાણી બચાવવા માટેની વિવિધ ઝૂંબેશો કરે છે અને પાણીનો બગાડ ન થાય એ માટેના જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. સૌ કોઈ એકબીજાને આવું કરવા માટે પ્રેરણા પણ આપતાં હોય છે. એવી જ રીતે એક પડોશીએ કંઈક સંદેશો આપ્યો ત્યાર બાદ યુવાન પડોશીએ કર્યું કંઈક એવું કે જેનાથી પાણીની બચતની બાબતમાં એક આશાસ્પદ પરિણામ મળી શકે એમ છે. આવો જાણીએ, એ શું છે?


આ ખાસ ડિવાઈસથી થશે ખાસી એવી પાણીની બચત…

આ નળમાં ફિટ કરવામાં આવતું એક ખાસ પ્રકારનું ડિવાઈસ છે. જેમાંથી પાણીમાં દબાણ થશે અને તેને નળમાં જે રીતે પાણી આવે છે એ રીતે પાણી નહીં આવે પરંતુ એમાં ધારને બદલે ફુવારા જેવા છાંટણાં પડશે. આ રીતે પાણીની બચત થશે અને વધુ પડતું પાણીનો વ્યય નહીં થાય. એક દિવસમાં એક નળમાંથી જો ૨૦૦ લિટર પાણી નીકળતું હોય તો આ રીતે સ્પ્રે કરીને જો નળમાંથી પાણી બહાર આવશે તો તેમાંથી માત્ર ૬૦૦ એમ.એલ જેટલું જ પાણી વહે છે. આ ડિવાઈસની રચના માટે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એક એન્જીનીયરે એક નવું ડિવાઇસ બનાવ્યું છે. જે ૯૫% પાણી બરબાદ થતું રોકે છે. સારી વાત એ છે કે ડિવાઇસ દ્વારા દરરોજનું ૩૫ લિટર પાણીની બચત કરી શકાશે.

કઈરીતે શોધાયું આ ડિવાઈસ તેની પાછળ પણ છે રસપ્રદ વાત…

છેલ્લા કેટલાય સમયથી જળસંકટથી આપણો દેશ ઝઝૂમી રહ્યો છે. તેમાં એક સમાચાર એવા પણ છે કે ચેન્નઈના વલર જિલ્લામાં ટ્રેઈન દ્વારા ૨૫ લાખ લિટર જેટલું પાણી પહોંચાડવામાં આવ્યું હતું. ચેન્નઈ એવો પ્રદેશ છે કે ત્યાં હાલમાં સૌથી વધુ જળસંકટ વર્તાઈ રહ્યો છે. ચેન્નઈના ઘણા ખરા શહેરો અને ગામડાંઓમાં પાણીની તંગી ચાલી રહી છે. એવામાં આ ખાસ પ્રકારના નળની શોધ ખૂબ જ ઉપયોગી નિવડશે.


અરૂણ સુબ્રહ્મન્યમ નામના એન્જિનિયર યુવકે આ ડિવાઈસ બનાવ્યું છે. તે જણાવે છે કે તેના પડોશી તેમના સાથે કાયમ પર્યાવરણ અંગેની વાતો કર્યા કરતા હતાં. આ વીશે ખૂબ જ વિચાર્યો કર્યા બાદ તેમને વિચાર આવ્યો કે મારે પર્યાવરણને લઈને કંઈક એવું નવું કામ કરવું પડશે. તેમને આ ખાસ ડિવાઈસની પહેલી આવૃત્તિ બનાવવા માટે તેમને લગભગ છ મહિના જેવા લાગી ગયા હતા. આ ડિવાઈસ બનતાં જ તેમણે તેમના પડોશીને બતાવ્યું હતું. પરંતુ તેને બહોળા પ્રમાણમાં બનાવવું મુશ્કેલ હતું તેથી તેને એક ખાસ પ્રકારના સ્ટાર્ટ અપનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ ડિવાઈસના ફાઉન્ડર અરૂણ જણાવે છે કે તેમને આ બનાવવામાં ઇન્સ્ટિટયૂટ ઓફ સ્ટાર્ટ અપના સહયોગી રોશન કાર્તિક ખૂબ જ મદદરૂપ રહ્યા છે.

કઈરીતે કરે છે કામ આ ડિવાઈસ, જાણીએ.


આ ખાસ પ્રકારનું ડિવાઇસ કોઈપણ પ્લમ્બર નળમાં ફક્ત ૧૫ સેકન્ડમાં જ ફીટ કરી દઈ શકાય છે. આ ડિવાઇસ તાંબાનું બનેલ છે. જેની રચના એવી છે કે તેનાથી નળમાંથી પાણી નહીં પરંતુ ઝીણાં બિંદુઓનો ફુવારો બહાર આવે. આ એક પ્રકારનું સ્પ્રે જેટ જેવું હશે. ઝીંણાં બિંદુઓને લીધે પાણીનું પ્રમાણ ઓછું આવશે અને તેના ફોર્સને કારણે આપણે તે પાણીનો યોગ્ય રીતે વપરાશ કરી શકીશું. તેથી હાથ – મોં ધોવા, વાસણ સાફ કરવા કે કોઈ સફાઈનું કામ કરતી વખતે જે નળમાંથી વધુ પડતું પાણી વહી જાય છે તેવું નહીં થાય. તેથી આ રીતે દિવસ દિઠ જે રીતે પાણીનો વ્યય થાય છે તેમાં ૯૫% બગાડ થતો અટકાવી શકાશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ