હાથેથી જમવાની આદતને સારી ગણાવતા 9 કારણો…

1. હાથેથી ખાવું શા માટે સારું કહેવાય ?

આપણે હંમેશા આપણા ભારતને ‘અતુલ્ય ભારત’ તરીકે ઉલ્લેખિએ છીએ, પણ તે પાછળનું કારણ જાણવાનો ક્યારેય આપણે પ્રયાસ કર્યો છે ખરો ? તો ચાલો આજે અમે તે માટેનું એક કારણ તો તમને જણાવી જ દઈએ કે જેના કારણે પણ ભારત અતુલ્ય ગણવામાં આવે છે જો કે કેટલાક લોકો તે કારણને મૂર્ખામી ભર્યું કે તુચ્છ પણ ગણતા હશે, પણ હકીકકત તે છે કે આપણે બધા હાથેથી જ જમીએ છીએ નહીં કે છરી કાંટાથી, અને આપણી તે જ વાત આપણને ખાસ બનાવે છે.

આપણને હાથેથી ખાવાની એટલી આદત પડી ગઈ છે કે આપણે ચમચીને ત્યારે જ હાથ લગાવીએ છીએ જ્યારે આપણે આપણા મિત્રો સાથે કે કોઈ પાર્ટીમાં જમતા હેઈએ કે પછી કોઈ રેસ્ટોરન્ટમાં. વેદો પ્રમાણે, હાથે જમવાની આ ટેવ સીધી જ આપણા ચક્રો માટે લાભપ્રદ છે, આ ઉપરાંત ખાવા માટે હાથનો વપરાશ તે લોહીના ભ્રમણને પણ વધારે છે. આ ઉપરાંત આપણી આ અસામાન્ય ટેવ વિષે જાણવા જેવું ઘણું બધું છે અને તે પાછળના કારણો પણ ખુબ જ તાર્કીક છે. માટે નિઃસંકોચ જમવાની પ્લેટ ભરો અને હાથેથી ખાવા લાગો. કારણ કે અમે આજે તમને તે અંગેની જ કેટલીક ચકીત કરતી જાણકારીઓ આપવા જઈ રહ્યા છીએ.

2. તે તમારા શરીરનું રક્ત પરિભ્રમણ વધારે છે

જો તમે ફિટનેસ પાછળ પાગલ હોવ તો જાણી લો આ વાત. હાથ વડે જમવાથી તમારા સ્નાયુઓની કસરત થશે જેથી કરીને તમારા શરીરનું રક્તભ્રમણ વધશે. તો જો તમે ચમચી દ્વારા ખાતા હોવ તો હવે હાથેથી આરોગવાની ટેવ પાડી લો.

3. તે તમારી ખોરાક પ્રત્યેની આસક્તિ વધારે છે.

જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો જ્યારે તમે ભારતીય વ્યંજન (દાળ અને ભાત) હાથ દ્વારા ખાતા હોવ ત્યારે તમે ખોરાક સાથેનો એક અવ્યક્ત સંબંધ અનુભવતા હશો, તેવી લાગણી તમને ચમચી કે કાંટાથી ખાવાથી નહીં થાય. લ્યૂક કોટિન્હો કે જે એક હોલિસ્ટિક ન્યુટ્રિશનિસ્ટ, લેખક અને ફિઝિયોલોજિસ્ટ છે તેમનું એવું માનવું છે કે “પોતાની આંગળીઓ વડે ખાવાથી તમે એક સંબંધ સ્થાપિત કરો છો અને માટે તમે મન લગાવીને ખાઓ છો.”

4. સારું પાચન

આયુર્વેદના લખાણો પ્રમાણે આંગળીઓ દ્વારા ખોરાક મોઢામાં મુકવાથી, તમે અજાણતા જ એક યોગિક મુદ્રા ધારણ કરો છો, જે તમારા સંવેદનાત્મક અંગોને સક્રિય કરે છે અને તેના દ્વારા તમારો પ્રાણ સંતુલિત રહે છે. તમારા ખોરાકનું સારું પાચન થાય છે કારણ કે જ્યારે હાથ ખોરાકને સ્પર્શ કરે છે, ત્યારે આંગળીઓના ટેરવા પરની નસો તેનો અનુભવ કરે છે અને તે તમારા મગજને એક સિગ્નલ મોકલે છે જે શરીરને પાચક રસ છોડવાની સૂચના આપે છે. અને માટે જ જ્યારે હાથેથી ખોરાક આરોગવામાં આવે ત્યારે તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.

5. તે સીધું જ તમારા ચક્રેને અસર કરે છે

વેદો પ્રમાણે, આપણી આંગળીઓના ટેરવા આપણા હૃદય, ત્રીજી આંખ, સૂર્ય નાડી, ગળુ, જાતિય અને મૂળ ચક્રો સાથે જોડાયેલા છે. અને જ્યારે આપણે હાથ વડે જમીએ છીએ ત્યારે તેનું હલનચલન અને સ્પર્શ આ બધા જ ચક્રોને સક્રિય બનાવે છે જે આપણને હકારાત્મક રીતે લાભ પહોંચાડે છે.

6. તમને ખબર રહે છે કે તમારો ખોરાક ગરમ છે

તાર્કિક રીતે જ્યારે તમે ચમચી કે કાંટા વડે ખાતા હોવ છો ત્યારે તે ગરમ છે કે નહીં તે બાબતે યોગ્ય અંદાજો નથી લગાવી શકતા, પણ જ્યારે તમે હાથ વડે ખાઓ છો ત્યારે તમે તેને સેન્સ કરી શકો છો અને તે દ્વારા તમે તેને નહીં ખાઈને અથવા ધ્યાનથી ખાઈને તમારી જીભ પરની સંવેદનશિલ પેશિઓને દાજતાં બચાવો છો.

7. તે હાઇજેનિક પણ છે.

કેટલાક લોકો આ વાત માનવા તૈયાર નહીં હોય, પણ મનુષ્યના હાથ ચમચી, કાંટા, અને ચોપસ્ટિકની સરખામણીએ ક્યાંય વધારે સ્વચ્છ હોય છે.

8. છરી વડે પરાઠા તોડવા

જરા વિચારો તો કે રોટલી અને દાળ ચમચી વડે ખાવી. અવ્યવહારિક લાગે કેમ ? તે અવ્યવહારિક જ છે, અને માટે જ આપણે ચમચી કરતાં આપણા હાથે જ ભોજન કરવાનું પસંદ કરીએ છીએ.

9. પતરાળામાં પિરસાતું ભોજન

આપણા દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને ગામડાઓમાં આજે પણ ભોજનને પતરાળામાં પિરસવામા આવે છે. જરા વિચારો તો કે તેના પર જો તમે ચમચી કે કાંટાનો ઉપયોગ કરશો તો તે પતરાળાની શું હાલત થશે. બની શકે કે તમે દાળ ઢોળી નાખો કે ગમે તે, તે તમારા માટે જરા પણ અનુકુળ નહીં રહે માટે તેવે સમયે તમે તમારા હાથનો જ ઉપયોગ કરશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ