દૂર દૂરથી પનીર લેવા આવે છે લોકો, ભારતનું સૌથી સસ્તુ પનીર વેચાય છે અહીં

હેલ્ઘી લાઈફ સ્ટાઈલને લોકો ફાસ્ટ લાઈફના જમાનામાં ભૂલી ચૂક્યા છે. આ કારણે આજે ફાસ્ટફૂડનું ચલણ વધી રહ્યું છે. જેના કારણે લોકો ચીઝ, પનીર અને બટરનું વધારે સેવન કરી રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક જગ્યા એવી છે જ્યાં સૌથી સસ્તુ પનીર મળે છે.

image source

સામાન્ય રીતે પનીરની કિંમત 1 કિલોના 300થી 600 રૂપિયા છે અને સાથે જ ભારતની આ જગ્યા પર પનીર માત્ર 5 રૂપિયામાં કિલો મળતું હતું. હા, અહીં વાત થઈ રહી છે ઉત્તરાખંડના મસુરી નજીક આવેલા રૌતુના બેલી ગામની.

આ કારણે ગામનું નામ રખાયું પનીર વાળું ગામ

image source

આ ગામમાં ખૂબ જ પનીર બનાવવામાં આવે છે. આ કારણે આ ગામનું નામ પનીર વાળું ગામ કહેવાય છે. 1980માં અહીં કુવરસિંહ પવાર નામના વ્યક્તિએ સૌ પહેલાં પનીર વેચવાનું શરૂ કર્યું હતું. આ સમયે પનીર ખૂબ હતું અને તેને ખરીદનારા ઓછા હતા તેના કારણે તે સમયે તે ખૂબ જ સસ્તામાં એટલે કે લગભગ 5 રૂપિયામાં 1 કિલો પનીર વેચાતું અને તેની ક્વોલિટી અને ભાવના કારણે લોકો તેને ખરીદવા દૂર દૂરથી આવતા હતા. અહીંનું પનીર ફેમસ થઈ ચૂક્યું હતું.

શું તમે જાણો છો પનીરથી હેલ્થને થતા ફાયદા

image source

આમ તો પનીરને ખાસ કરીને હાઈ ફૂડ માનવામાં આવે છે. પરંતુ પનીર ખાવાના અનેક ફાયદા પણ હોય છે. જો તમે મોટાભાગે ટેન્શનમાં રહો છો તો પનીરનો ઉપયોગ તમને રાહત આપી શકે છે. પનીરમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોવાથી હેલ્થ અને હેર માટે સારું માનવામાં આવે છે. ઊંઘને લઈને વારેઘડી થતી અનેક સમસ્યામા પનીરનું સેવન લાભદાયી માનવામાં આવે છે.

image source

પનીરનું ટ્રીપટો ફન એમિનો એસિડ સ્ટ્રેસ લેવલને ઘટાડીને તમારા મનને શાંત કરે છે. પનીરનો વપરાસ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જો તમારી ઇમ્યુનિટી ઓછી છે અને સાથે તમે તેને વધારવા ઈચ્છો છો તો તમારે પનીરનો ઉપયોગ કરવો. પનીરનું પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન્સ હેલ્થ માટે અને સાથે દાંત માટે ફાયદો કરનારું માનવામાં આવે છે. કેલ્શિયમ દાંતના એસિડ અને ખાંડના પ્રમાણને સાફ કરે છે અને સાથે જ સ્વાસ્થ્યને માટે પણ લાભદાયી માનવામાં આવે છે.

image source

પનીરનું પ્રમાણસરનું સેવન હેલ્થને ફાયદો કરે છે. તો તમે પણ ભારતની આ જગ્યાએથી સોફ્ટ, તાજું પનીર ખરીદીને તેનો લાભ મેળવી શકો છો. ભારતની આ ખાસ જગ્યાએ મળતું પનીર ખાસ છે, તેનો સ્વાદ અને સ્વાસ્થ્યમાં પણ ખાસ છે. અહીં કોઈ ફેક્ટરી કે મોટી ડેરીમાં બનતું નથી પણ જિલ્લાના રૌતુના બેલી ગામમાં ઘરે ઘરે બને છે.

image source

પનીર બનાવવું અને તેને વેચવું એ આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય છે. 250 પરિવારના આ ગામના દરેક ઘરમમાં લોકો જાતે જ પનીર બનાવે છે. આ પનીરને સસ્તામાં વેચવામાં આવે છે. પહેલા ઘરના 35-40 લોકો આ કામ કરતા હતા. હવે દરેક લોકો ઘરે ઘરે પનીર બનાવે છે. તેઓ માને છે કે દૂધ કરતાં પનીર વેચવાથી વધુ ફાયદો થાય છે. ગામના લોકોને બહાર વ્યવસાય માટે જવું પડતું નથી અને પરિવાર સાથે રહીને સારો ધંધો કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ