બિલ ગેટ્સ પોતાની ઓફિસમાંથી અચાનક થઈ જતા હતા ગાયબ, હવે થયો ચોંકાવનારો ખુલાસો

વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સ 65 વર્ષના થઈ ગયા છે. થોડા અઠવાડિયા પહેલા જ પત્ની મેલિન્ડા ગેટ્સથી છૂટાછેડા લેવાના સમાચાર સામે આવ્યા હતા. આ સાથે જ તેના અંગત જીવનને લઈને પણ અનેક પ્રકારના ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બિલ ગેટ્સ પરણિત હોવા છતા કેટલીક મહિલા કર્મચારીઓને ડેટ પર જવા કહ્યું હતું. તો બીજી તરફ તે એક સ્ત્રી કર્મચારી સાથે રિલેશનમાં પણ હતા. તેમના પર પોતાની જ ઓફિસની મહિલા કર્મચારી સાથે અફેર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરંતુ હવે આ મામલે ખુદ બિલ ગેટ્સે મોટો ખુલાસો કર્યો છે.

image source

રીપોર્ટમાં એ વાત સામે આવી હતી કે વર્ષ 2000 માં, બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીમાં કામ કરતી ઇજનેર કર્મચારી સાથે સંબંધમાં હતા. આ અફેર ત્યારે બહાર આવ્યું જ્યારે આ મહિલાએ વર્ષ 2019 માં કંપનીના બોર્ડને પત્ર લખીને આ અફેરની વિગતો શેર કરી હતી. તમને જણાવી દઈએ કે બિલ અને મેલિંડાના લગ્ન વર્ષ 1994 માં થયા હતા.

ગેટ્સ આવી રીતે ઓફિસની બહાર આવતાં હતાં

image source

બિલ ગેટ્સ તેની મર્સિડીઝમાં માઇક્રોસોફ્ટની ઓફિસમાં આવતા, પરંતુ બાદમાં તે સોનેરી બદામી રંગની પોર્શ કાર ચલાવીને બહાર જતા હતા, જેથી લોકોને તેના બહાર જવા વિશે ખબર ન પડે અને આ રીતે તે તેની કથિત ગર્લફ્રેન્ડને મળવા જતા હતા.

મેગેઝિનમાં મોટો દાવો

image source

વેનિટી ફેર મેગેઝિને માઇક્રોસોફ્ટના સીઈઓ ગેટ્સ વિશે સમાચાર પ્રકાશિત કર્યા છે. આમાં માઈક્રોસોફટના એક કર્મચારીનું કહેવું છે કે તે પોર્શે કારમાંથી તેના સહાયકની મદદથી બહાર નીકળતો હતો. જેથી તેની ગેરહાજરીના સમાચાર કોઈને ન મળે. તેનો સહાયક તેની આ કૃત્ય છુપાવતો હતો. કર્મચારીએ એમ પણ કહ્યું હતું કે તેનો ઘણો સમય આવી બેઠકોમાં વિતાવતો હતો, જેનો ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

બિલ ગેટ્સને લક્ઝરી ગાડીઓનો શોખ છે

image source

બિલ ગેટ્સને લક્ઝરી બ્રાન્ડની કારનો શોખ છે. તાજેતરમાં તેણે પોર્શ ટેકન નામની ઇલેક્ટ્રિક કાર ખરીદી છે. તેની પાસે 1979 પોર્શે 911 અને પોર્શે 959 સ્પોર્ટ્સ કાર પણ છે.

અન્ય કર્મચારીએ વાતને નકારી કાઢી

image source

માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ બોસ વિશે એક કર્મચારીએ પોર્શ થીયરી બતાવી છે જ્યારે બીજા કર્મચારીએ આ થીયરીને નકારી કાઢી છે. તેમણે દાવો કર્યો હતો કે બિલ ગેટ્સ પોતાનો સમય 5 મિનિટના બ્લોક્સમાં વહેંચતા હતા અને કોઈ પણ કાર્યમાં 5 મિનિટથી વધુ સમય આપતા નહોતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong