પાકિસ્તાનના 2 પાયલોટ્સે આકશામાં જોઈ એવી વસ્તું કે તમે પણ જોઈને રહી જશો દંગ, એલિયન્સ હોવાની ચર્ચા

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એયરલાઈન્સના 2 પાયલટ્સે મોટો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે અમે 23 જાન્યુઆરીએ લાહૌર અને કરાંચીની વચ્ચે ઉડતી રકાબી જોઈ. અમે બંનેએ કોકપિટમાં બેસીને તેનો વીડિયો પણ બનાવ્યો. આ વીડિયોમાં તમે પણ જોઈ શકશો કે એક સફેદ રોશનીનો ગોળો ચમકતો જોવા મળી રહ્યો છે. કોકપિટમાં બંને પાયલટ જે વાત કરી રહ્યા છે તે પણ વીડિયોમાં સાંભળી શકાય છે.

ખૂબ જ વધારે હતી આ રોશની

image source

શનિવારે PIAની ફ્લાઈટ નંબર PK-304 કરાંચીથી લાહૌર જઈ રહી હતી. તેમાં 2 પાયલટ્સ હતા. લગભગ સાંજના 4 વાગ્યાનો સમય હતો અને તેઓએ આકાશમાં ખૂબ જ વધારે રોશનીનો ગોળો ઉજતો જોયો. તેઓએ જોયું કે તે ખૂબ જ ઝડપથી જગ્યા બદલી રહ્યો હતો. થોડી વાર બાદ તેઓએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ વીડિયો સોશ્યલ મીડિયા પર આવતાં જ તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયામાં આ ઉડતી રકાબી રહીમ યાર ખાન વિસ્તારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણો પાયલટ્સે શું કહ્યું

image source

વીડિયો બનાવનારા પાયલટનું નામ જાણવા મળી રહ્યું નથી. તેઓએ કહ્યું કે તે સમયે સૂરજની રોશની ખૂબ જ વધારે હતી. આ સાથે જ UFO વધારે ચમકી રહ્યું હતું. સામાન્ય રીતે આ પ્રકારની ચીજો જોવા મળતી નથી. શક્ય છે કે આ કોઈ સ્પેસ સ્ટેશન કે આર્ટિફિશિયલ પ્લેન્ટ હોય આ વિસ્તારમાં કેટલાક લોકોએ એ પણ UFOને જોયાનો દાવો કર્યો છે.

એરલાઈન્સ કંપનીએ કહ્યું કે અમે દાવાથી કહી શકતા નથી કે તે UFO હતું. તે અન્ય કંઈ પણ હોઈ શકે છે. પાયલટ્સે તેની જાણકારી તરત જ કંટ્રોલ રૂમને પણ આપી હતી.

શું છે UFO

image source

આકાશમાં ઉડતી ગોળ આકારની અજાણ વસ્તુઓને સામાન્ય રીતે ઉડતી રકાબી કહેવામાં આવે છે. અનેક દશકોથી થતા દાવા કરાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ તેની હાજરીને લઈને એકમત બનાવી રહ્યા નથી. અનેક લોકો તો એમ પણ દાવો કરે છે તે આ UFO અન્ય કે તે ગ્રહોથી આવે છે જ્યાં કોઈ ને કોઈ રૂપમાં ઈન્સાન કે એલિયન્સની હાજરી છે. કોઈ પુખ્તા સબૂત મળ્યા નથી.મળતી માહિતી અનુસાર અમેરિકાની સરકારે 1947થી 1969 સુધી બ્લૂ બૂકના આધારે તેની તપાસ કરી હતી. તેનો રિપોર્ટ પણ ક્યાંય પબ્લિશ કરાયો નથી.

એરિયા 51 કનેક્શન

અમેરિકાના નેવાદામાં એક સુરક્ષિત અને સીક્રેટ લોકેશન છે. તેને એરિયા 51 કહેવાય છે.તેને યૂએસ એકફોર્સનું સ્ટેશન પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો અને અમેરિકીઓનો પણ દાવો છે કે આ જગ્યા ઉડતી રકાબી અને એલિયન્સની સાથે જોડાયેલા અનેક રહસ્યો ધરાવે છે. એપ્રિલમાં 2020માં અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગને દાવો કર્યો તે તેઓએ 2 UFO સ્પોટ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ