માત્ર 11 વર્ષના છોકરાએ યુટ્યુબમાં હૈકીંગ શીખ્યું, પોતાના જ પપ્પાને બ્લેકમેઈલ કરી માંગ્યા 10 કરોડ

આ કિસ્સો ગાઝિયાબાદનો છે. અહીં 5મા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષના છોકરાએ જે કર્યું છે તે જાણીને તમને વિશ્વાસ આવશે નહીં. 11 વર્ષના અને 5મા ધોરણમાં ભણતા બાળકની પાસેથી તમે શું આશા રાખી શકો. યૂપીના ગાઝિયાબાદમાં એક 11 વર્શના બાળકે એવો અપરાધ કર્યો કે જેને સાંભળીને સૌ કોઈ હેરાન થઈ જાય.

image source

આ બાળકે યૂટ્યૂબથી હેકિંગ શીખ્યું અને સાથે પોતાના જ પિતાને મેલ કર્યો અને ત્યાંથી પણ તે અટક્યો નહીં અને 10 કરોડ રૂપિયાની ફિરોતીની માંગણી કરી. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે જે આઈપી એડ્રેસથી ઈમેલ મોકલાયો હતો તે પીડિતના ઘરનો જ હતો.

આવી છે સમગ્ર ઘટના

image source

એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિને ધમકી ભર્યો ઈમેલ મળ્યો. તેમાં લખ્યું હતું તે જો 10 કરોડ રૂપિયા નહીં મળે તો તમારી અશ્લીલ તસવીરો સાર્વજનિક કરી દેશું, તમને મારી નાંખીશું અને તમારા પરિવારને પણ મારી દેશું. ઈમેલમાં દાવો કરાયો હતો કે આ મેલ એક હેકર્સ ગ્રૂપે મોકલ્યો છે.

પીડિત વ્યક્તિ ગાઝિયાબાદના વસુંધરા કોલોનીમાં રહે છે. ધમકીમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે જો 10 કરોડ રૂપિયા નહીં આપો તો તમારી અશ્લીલ તસવીરોને ઘરના સભ્યોના પર્સનલ ઈન્ટરનેટ પર વાયરલ કરી દેવાશે.

image source

આ પછી પીડિત વ્યક્તિ ગભરાયો અને તેણે પોલીસની મદદ લીધી. વ્યક્તિએ કહ્યું કે તેનું એક ઈમેલ આઈડી 1 જાન્યુઆરીએ હેક કરાઈ લેવાયું હતું. હૈકર્સે આ મેલ આઈડીનો પાસવર્ડ બદલી દીધો છે. સાથે મોબાઈલ નંબરની સાથે પણ છેડછાડ કરી હતી. આ પછી તેઓને 10 કરોડ રૂપિયા આપવાનો ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે.

image source

પોલીસને કરાયેલી ફરિયાદમાં પીડિતે કહ્યું છે કે હૈકર્સ રોજ તેમની જિંદગી પર નજર રાખે છે. સતત મને અને મારા પરિવારને હેરાન કરે છે.

image source

આ પછી પોલિસે કેસની તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ઈમેલ મોકલનારાનું આઈપી એડ્રેસ શોધવામાં આવ્યું અને જે માહિતી મળી તેનાથી તેઓ હેરાન થઈ ગયા. ધમકીવાળો ઈમેલ પીડિત વ્યક્તિના ઘરના આઈપી એડ્રેસથી મોકલાયો હતો. જ્યારે પોલીસે પીડિત વ્યક્તિના 11 વર્ષના દીકરાની પૂછપરછ કરી તો તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી.

image source

હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આખરે 5મા ધોરણમાં ભણતો અને 11 વર્ષનો બાળક આ અપરાધ કેવી રીતે કરી શકે. આ બાળકે થોડા દિવસ પહેલાં કમ્પ્યુટરના ઓનલાઈન ક્લાસ માટે સાઈબર ક્રાઈમમાં વાંચ્યું હતું અને સાથે જ કહ્યું કે સાઈબર ક્રાઈમથી કેમ બચવું તે પણ તેમાં શીખવ્યું હતું.

image source

આ પછી તેણે યૂટ્યૂબથી હેકિંગના સંબંધિત અનેક વીડિયો જોયા અને કેવી રીતે ઈમેલ બનાવીને સાઈબર ક્રાઈમ કરવું તે શીખ્યો. તમામ જાણકારી લીધા બાદ તેણે પોતાના પિતાનું ઈમેલ આઈડી હેક કર્યું અને અલગ અલગ ઈમેલ આઈડીથી તે ધમકી ભર્યા મેલ કરી રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ