2020 જેવા જ સીન 2021માં, લોકોમાં લોકડાઉનને લઈ ભય આસમાને, પગપાળા જ 630 કિમી દૂર વતન તરફ મૂકી દોટ

કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. કેસોની સંખ્યા દિવસે અને દિવસે એટલી બધી વધી રહી છે કે ફરી દેશમાં લોકડાઉન થવાની શક્યાતાઓ દેખાઈ રહી છે. અચાનક આ રીતે આંકડા વધતાં જતાં જોઈને મજૂર વર્ગ પોતાના વતન તરફ પાછો ફરવા માટે રસ્તા પર નીકળી પડ્યો છે. આ સાથે ઘણી જગ્યાએ સ્થિતિની ગંભીરતાને જોતાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના દરેક જિલ્લામાં પહેલાથી જ લોકડાઉન છે.

image socure

આ વચ્ચે પાડોશી રાજ્યમાં પણ કોરોના હવે પગ પેસારો જલ્દીથી કરી રહ્યો છે તેથી હવે ત્યાં મજૂરી કરવા ગયેલા પરપ્રાંતિય મજૂરોને લોકડાઉન થવાનો ભય સતાવી રહ્યો છે. વધાતા જતાં કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ હવે લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકો પોતાના વતન તરફ સ્થળાંતર કરી રહ્યા છે જે રોડ પર ઉમટેલી ભીડ પરથી અંદાજો લગાડી શકાય છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ઉજ્જૈનથી 630 કિલોમીટર દૂર જોધપુરથી 22 મજૂરો ઉજ્જૈન નજીક આવેલા ઝારડાના નારખેડી ગામ આવવા માટે રવાના થયા છે જે હજી 3 દિવસનાં સફર પછી ઉજ્જૈન પહોચ્યા છે અને હજી 80 કિલોમીટરનું અંતર હજુ કાપવાનું બાકી છે.

image source

લોકો સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યુ હતું કે ગયા વર્ષ જેવો જ ડર હવે ફરી એકવાર તેમને સતાવી રહ્યો છે. બદરી નામનો એક વ્યક્તિ જે ઝારડાના નારખેડી ગામનો રહેવાસી છે તેની સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા તે જોધપુરમાં રામદેવરા ગયો હતો. રાજસ્થાનમાં ફરીથી લોકડાઉન થવાની જાણ થતાં જ તેણે તેના બે મહિનાનું કામ છોડી દીધું હતું. તે 22 લોકો સાથે પરત આવવા નીકળી ગયો હતો અને તેણે કહ્યું કે રાજસ્થાન સરહદ સુધી તેમને વાહન મળી ગયું હતું પરંતુ તેમણે એમપી બોર્ડરથી ચાલીને જ આવવું પડ્યું હતું.

image source

તેણે કહ્યું કે અમને આ રીતે ચાલીને આવતાં જોઈને ઘણા લોકોએ ખાવા પીવા માટે પણ મદદ કરી. રાજસ્થાનથી વાહનોની મદદથી મધ્યપ્રદેશની સરહદે પહોંચેલા મજૂરોને ઉજ્જૈનથી 230 કિલોમીટર દૂર નિમ્બહેરા પછી વાહનો ન મળ્યાં જેથી તેઓને ત્યાંથી ચાલીને જ સફર કરવી પડી હતી. આ અગાઉ પણ મુંબઈના મરીન ડ્રાઇવ પરનાં લોકોનાં ઉમટેલા ટોળાનાં ફોટો વાયરલ થઇ રહ્યાં હતાં.

image source

લોકો કહી રહ્યાં હતા કે ઘરનું ભાડું બચાવવા માટે કામદારો વતન પાછા જઈ રહ્યાં છે અને જેના કારણે જ આ રીતે જાહેર સ્થળોએ એકઠા રહ્યા હતાં. તેઓ સાથે થયેલી વાતમાં જાણવાં મળ્યું હતું કે આગાઉ થયેલી લોકડાઉનની સ્થતિમાં તેમનાં પાસે એક ટંકનું ભોજન કરવાના રૂપિયા નહોતા. તે સમયે તેઓ મહામુસીબતે ઘરે પહોંચ્યા હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!