હાજા ગગડાવી નાખે એવો રિપોર્ટ, રસી ન લેનારા કરતાં રસી લેનારા લોકોને વધારે થઈ રહ્યો છે કોરોના, જાણો શા માટે

કોરોનાના આંકડામાં કાયમથી કાયમ વધારો થઈ રહ્યો છે. એક તરફ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે રસીકરણ પણ તેજ કરી દેવામાં આવ્યું છે. એક પછી એક ઉમરના વાય જૂથોને રસી આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ વચ્ચે એક એવા સમાચાર આવી રહ્યા છે જેણે લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. હાલમાં ઇઝરાઇલના દ્વારા કરવામાં આવેલા એક સ્ટડી રિપોર્ટ પરથી બહાર આવ્યું છે કે કોરોના વાયરસ જે લોકોએ રસી લીધી છે તેવા લોકો પર વધારે હુમલો કરી રહ્યો છે. જ્યારે રસી ન લીધેલા અને રસી લીધેલા લોકોની તુલના કરવામાં આવી તો જાણવા મળ્યું છે કે દક્ષિણ આફ્રિકન પ્રકારનો કોરોના વાયરસ રસી લીધેલા લોકો પર આઠ ગણો વધારે હુમલો કરી રહ્યો છે અને વધુ ખતરનાક બની ગયો છે.

image source

આ સ્ટડી રિપોર્ટ સામે આવતા જ આ દાવાને લઈને લોકોમાં વિશ્વવ્યાપી આક્રોશ ફેલાયો છે. જ્યારે આ મુદ્દે ભારતીય ડોકટરો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમનું કહેવું છે કે ઇઝરાઇલના અભ્યાસમાં એવા જ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને રસી આપવામાં આવી હતી પછી તેમની તુલના ચેપગ્રસ્ત લોકો સાથે કરી જેમને રસી આપવામાં આવી ન હતી. આ સ્ટડીમાં મોટાભાગનાં ચેપગ્રસ્ત વ્યક્તિઓને યુકે વેરિએન્ટ B.1.1.7 પ્રકારનાં વાયરસનો ચેપ લાગ્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકામાં જે પ્રકારનો વાયરસ B1.351 દ્વારા અસરગ્રસ્ત લોકોની સંખ્યા ઓછી હતી.

image source

આ સાથે જેમની પાસે પ્રથમ ડોઝ લઈ લીધો તેના બે અઠવાડિયા થયા હતા અને બીજો ડોઝ લીધાના એક અઠવાડિયા કરતા ઓછો સમય થયો હતો તેવા લોકોમાં યુકે વેરિએન્ટની ઓછી અસર જોવા મળી હતી. પરંતુ જેઓ બીજા ડોઝ માટે એક અઠવાડિયાથી વધારે સમય રાહ જોઈ હતી તેવા લોકોમાં દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટની અસર રસી લીધી ન હતી તેવા લોકો કરતાં વધુ જોવા મળી હતી.

image soucre

આ સ્ટડી રિપોર્ટ મુજબ દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટમાંથી રસી અપાયેલા 8 લોકોને ચેપ લાગ્યો હતો અને રસી ન લીધી હોય તેવા એક જ વ્યક્તિને જ આ વાયરસનો ચેપ લાહયો હોવાનું સામે આવ્યું છે. આ બધા પરથી એ કહી શકાય કે આ રસી દક્ષિણ આફ્રિકાના પ્રકાર B1.351 ને અસર કરી રહી નથી. પરંતુ એ પણ હકીકત છે કે 14 દિવસ પહેલા રસીનો બીજો ડોઝ લઈ લીધો હોય તેવા લોકોને વાઇરસનો ચેપ લાગ્યો નથી.

image source

મળતી માહિતી મુજબ ઇઝરાઇલમાં આ અભ્યાસ ફક્ત ફાઈઝર રસી પર જ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે શું બીજી રસી માટે પણ આવો દાવો કરવો યોગ્ય રહેશે. ભારતનાં નિષ્ણાતો દ્વારા મળતી માહિતી મુજબ ભારતમાં ફાઈઝર રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી અને અહીં દક્ષિણ આફ્રિકા જેવા વાયરસનો ચેપ હોય તેવા કેસો જોવા મળતા નથી તેથી આ સ્ટડી રિપોર્ટથી ભારતીયોને ચિંતા કરવાની જરૂર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!