છાતીના પાટિયા બેસાડી દે એવો વીડિયો, પ્રવાસીઓ કારની અંદર બેઠા હતા અને એકસાથે ત્રણ વાઘોએ કર્યો હુમલો

સિંહ, દીપડા અને વાઘના ખતરનાક અને ડરામણા વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ડરી જશો. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓથી ભરેલી કાર ઉભી છે અને ત્રણ વાઘ ત્યાં આવે છે અને તે ગાડીને સંપૂર્ણ રીતે ઘેરી લે છે. તે પછી શું થાય છે, તમે વીડિયોમાં જોઈ શકો છો.

આ વીડિયો આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે એક રમૂજી કેપ્શનમાં લખ્યું છે, બુફે લંચ. આ વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક કાર પાર્ક કરેલી છે, જેની અંદર ઘણા પ્રવાસીઓ બેઠા છે. કારમાં જાળી છે, જેના કારણે અંદર બેઠેલા લોકો નજરે પડે છે. પછી ત્યાં ચાલતી વખતે ત્રણ વાઘ આવે છે અને એક પછી એક તેઓ આખી કારને ઘેરી લે છે. તમે પહેલાં ક્યારેય આવો સીન જોયો નહીં હોય.

આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડિઓ અત્યાર સુધીમાં 28 હજારથી વધુ વખત જોવામાં આવી છે. લોકો વીડિયો ઉપર સતત ટિપ્પણી કરે છે. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી, તેઓ જે રીતે ચાલે છે તેની રીત જુઓ. તો વળી બીજાએ લખ્યું, ડરામણો. આ પહેલાં એક વીડિયો સામે આવ્યો હતો એ પણ ખતરનાક હતો. જેમાં ભૂલથી બંગાળ ટાઈગર્સના વિસ્તારમાં ઘૂસી ગયેલા સફેદ વાઘને બીજા વાઘોએ મારી નાખ્યો હતો. આ ઘટના બેંગલુરુના બાનેરઘટ્ટા બાયોલોજિકલ પાર્કની હતી. ચાર વાઘના હુમલામાં 9 વર્ષના સફેદ ટાઈગરનું મોત થયું હતું.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે ટાઈગર સફારીમાં વ્હાઈટ ટાઈગર અને બંગાળ ટાઈગરના વિસ્તારની વચ્ચેનો ગેટ ખુલ્લો રહી ગયો હતો. ફરતા ફરતા સફેદ વાઘ પોતાના વિસ્તારમાંથી નીકળીને બંગાળ ટાઈગર્સના વિસ્તારમાં આવી ગયો હતો. જ્યાં 2 બંગાળ ટાઈગર્સે તેના પર હુમલો કર્યો હતો.

આ સમયે પાર્કના કર્મચારીઓ ત્યા હાજર હતા. તેમણે બંને વાઘને ત્યાંથી ભગાવવાના પ્રયાસો કર્યા. લોકોનો શોરબકોર સાઁભળીને વાઘ ત્યાંથી ચાલ્યા તો ગયા, પણ ત્યાં સુધી તેઓ સફેદ વાઘ પર હુમલો કરી ચૂક્યા હતા અને તેણે થોડી વારમાં દમ તોડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong