આ રીતે કરો પાનના પત્તાનો ઉપયોગ, અને વધારી દો તમારા વાળ અને લાવો ચહેરો પર નેચરલ ગ્લો

આપણા દેશમાં પાન ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. ફ્લેવર વાળા પાન આપણા ત્યાં લોકો ખૂબ જ શોખથી ખાય છે.

image source

માત્ર આટલું જ નહીં આ પાનનો ઉપયોગ તમે પૂજામાં પણ કરી શકો છો, પણ શું તમે જાણો છો કે આ પાન દ્વારા તમે તમારો ચહેરો પણ નિખારી શકો છો અને એ બહુ જ અસરદાર તે સાબિત થાય છે.

પાનના પત્તા હેલ્થ અને સ્કીન બંને માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

જો તમે પણ તમારી સ્કિનને ગ્લોઇંગ બનાવી રાખવા માંગતા હોય તો પાનના પત્તાનો ઉપયોગ જરૂરથી કરો જે તમારા ચહેરાને ચમકદાર બનાવશે અને પાનના પત્તાથી તમે તમારા વાળને પણ ચમકદાર બનાવી શકશો.

image source

તો આજે અમે તમને જણાવીશું કે પાનના પત્તાની મદદથી તમે વાળ અને સ્કિનને લગતી વિવિધ સમસ્યામાંથી કેવી રીતે છૂટકારો મેળવી શકશો.

વાળને ખરતા રોકે

આજના સમયમાં મોટાભાગના લોકો વાળ ઊતરવાની સમસ્યાથી પરેશાન હોય છે. ઉતરતા વાળની સમસ્યાથી લોકો ખાસ કરીને મહિલાઓ ખૂબ ચિંતિત રહે છે એવા સમયે પાનના પત્તામાંથી બનાવેલ હેર પેકનો ઉપયોગ કરવાથી તમને આ સમસ્યામાંથી ઘણી રાહત મળશે.

image source

આના માટે પાનના પત્તાને નાળિયેર તેલમાં મિક્સ કરીને એને પીસી લો અને પછી વાળમાં હળવા હાથેથી માલિશ કરો.

આ તેલ વાળમાં એક કલાક સુધી રહેવા દો અને પછી શેમ્પુથી વાળ ધોઈ દો. આ પેકને અઠવાડિયામાં બે વાર લગાવો જે સારું પરિણામ આપશે.

ખીલ દૂર કરે

image source

પાનના પત્તામાં એંટી-ઇન્ફ્લેમેટરીના ગુણ હોય છે જે ખીલની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જે લોકોને બાળપણથી જ ખિલની સમસ્યા હોય એને પણ મટાડવામાં મદદરૂપ થાય છે.

આના માટે તમે પાનના પત્તાને પાણીમાં પલાળી રાખો. પછી આ પાણીથી ચહેરો ધોઈ દો આવું કરવાથી ધીરે -ધીરે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે. બીજું કે તમે પાનના પત્તાનો પેક બનાવીને પણ ચહેરા પર લગાવી શકશો જે તમને બેસ્ટ પરિણામ આપશે.

image source

આના માટે પાનના પત્તાને પીસી લો આમાં થોડી હળદર ભેળવો અને પછી આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લો. આ પેકને દિવસમાં બે વાર લગાવો અને જલ્દીથી જ ખીલથી છૂટકારો મળી જશે.

ખંજવાળ આવે ત્યારે આ રીતે કરો પાનના પત્તાનો ઉપયોગ

image source

જો શિયાળામાં ડ્રાયનેસને કારણે તમને ખંજવાળ આવતી હોય, એલર્જી થઈ હોય અથવા કોઈ સ્કીન ઇન્ફેકશનને લગતી સમસ્યાથી તમે બહુ પરેશાન હોવ ત્યારે પાનના પત્તાથી તમને રાહત મળશે.

આના ઉપયોગથી રેશિષ અને એલર્જી જેવા સ્કીન પ્રોબ્લેમ્સમાંથી આરામ મળશે. આના માટે પાનના પત્તાને ઉકાળી લો અને પછી આને નાહવાના પાણીમાં મિક્સ કરો. આ પાણીથી તમને રેશિષ અને એલર્જીની સમસ્યાથી રાહત મળશે.

શરીરમાંથી આવતી વાસ દૂર કરે

image source

જો તમારા શરીરમાંથી આવતી પરસેવાની વાસથી તમે પરેશાન છો તો પાનના પત્તાના પાણીથી નાહવાનો ઉપાય શ્રેષ્ટ છે જેનાથી તમારા શરીરમાંથી આવતી વાસ દૂર થઇ જશે અને તમને તાજગીનો અહેસાસ થશે. માત્ર આ જ નહીં જો તમે પાનના પત્તાનું પાણી પીવો છો તો તમારું શરીર શુદ્ધ થશે અને કીટાણુઓમાંથી મુક્તિ મળશે.

શ્વાસમાં આવતી વાસને કરે દૂર

image source

જો તમારા શ્વાસમાં વાસ આવે છે તો તમે પાનના પત્તાની મદદથી તમને આ સમસ્યામાંથી રાહત મળશે. આના માટે તમારે કોઈ વધુ મહેનત કરવાની જરૂર નથી માત્ર તમારે આ પત્તાને ચાવવાના છે આવું કરવાથી તમારા શ્વાસમાં આવતી વાસ દૂર થશે અને તમને આ સમસ્યામાંથી છૂટકારો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ