2 વર્ષના મેજર થેલેસેમિયાના બાળકને 22 વર્ષના આ યુવાને કરી એવી મદદ કે જે કોઇના કરી શકે

2 વર્ષના થેલેસેમિયા મેજર બાળકને સ્ટેમસેલ દાન કરી 22 વર્ષિય મિત હિરપરાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું.

image source

આપણે હંમેશા ભગવાનની મૂર્તિ પાસે મદદની માંગ કરીએ છે અને ભગવાન આપણને કોઈને કોઈ સ્વરૂપે મદદ પહોંચાડે ચે સુરતના 22 વર્ષિય મિત હિરપરાને પણ ભગવાને સદકાર્યનું નિમિત બનાવ્યો છે. તેણે એક થેલેસેમિયા મેજર બાળકને સ્ટેમસેલનું દાન આપીને નવજીવન આપ્યું છે.

22 વર્ષિય મિત હિરપરા મૂળે તો અમરેલીના લાઠીના શાખાપુર ગામનો રહેવાસી છે. પણ છેલ્લા ઘણા સમયથી તે સુરતમાં સ્થાયી થયેલો છે. તેણે પોતાનું સ્ટેમસેલ દાન કરીને થેલેસેમિયા મેજર ગ્રસ્ત બે વર્ષના સાવ જ કુંમળી ઉંમરના બાળકને જીવતદાન આપ્યું છે.

image source

એવું નથી કે મિતનું આ પ્રથમ સેવા કાર્ય છે તે બાળપણથી જ સમાજકલ્યાણમાં માનનારો યુવાન છે.

તે છેલ્લા દસ વર્ષથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર્તા તરીકે વિવિધ સામાજીક સેવાઓ આપી રહ્યો છે.

સ્ટેમસેલ દાનનું સદભાગ્ય કેવી રીતે મળ્યું

વાસ્તવમાં વાત એમ બની હતી કે સુરતમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા આયોજિત કરવામા આવેલા રક્તદાન કેમ્પમાં મિત રક્ત દાન કરવા ગયો હતો અને ત્યાં દાત્રી સંસ્થાના કાર્યકરોએ પોતાનું એક કાઉન્ટર પણ રાખ્યુ હતું જેમાં તેઓ સામાન્ય લોકોને સ્ટેમસેલ ડોનેશન અંગેની સમજ અને માહિતિ પુરી પાડતા હતા.

image source

કેવી રીતે થાય છે સ્ટેમસેલની તપાસ

કાઉન્ટર પર આવનાર વ્યક્તિ જો રાજી હોય તો તેમના સ્ટેમસેલનું પરિક્ષણ કરવામાં આવે છે. સ્ટેમસેલનું પરિક્ષણ વ્યક્તિની લાળનું સેમ્પલ લઈને કરવામાં આવે છે.

જે તે વ્યક્તિની લાળનું સેમ્પલ લઈ તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. અને જેનું સેમ્પલ મેચ થાય તેમને આગળ બોલાવવામાં આવે છે.

મિતે આવાજ એક કેમ્પમાં પોતાની લાળનુ સેમ્પલ આપી દીધું અને તેની નોંધણી કરવામાં આવી છે. છેક બે વર્ષ બાદ અચાનક દાત્રી સંસ્થાના કાર્યકરે મિત હિરપરાનો સંપર્ક કર્યો.

સેમ્પલ આપ્યાના બે વર્ષ બાદ અચાનક મદદ માટે કોલ આવ્યો

મિત હિરપરાને કોલ કરીને તેની પાસે મદદ માગવામાં આવી. તેમણે મિતને જણાવ્યું કે તેમનું સ્ટેમસેલ બે વર્ષના થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થઈ ગયું છે અને જો તેઓ પોતાનું સ્ટેમસેલ દાન આપશે તો તે નાનકડા જીવને જીવનદાન મળશે.

image source

આ બાબતે વધારે જાણકારી મેળવવા માટે મિતે હિમેટોલોજીસ્ટનો પણ સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ તે બે વર્ષના બાળકને પોતાના સ્ટેમસેલ્સ ડોનેટ કર્યા હતા.

સ્ટેમસેલ્સ ડોનેશનનું મહત્ત્વ

સ્ટેમસેલ્સની જરૂર ખાસ કરીને થેલેસેમિયા મેજર દર્દીઓને પડતી હોય છે.

image source

દર્દીને મેચ કરતાં સ્ટેમસેલ સામાન્ય રીતે ભાઈ-બહેનના સ્ટેમસેલ અથવા તો તેના જન્મ વખતે નાળમાં રહેલા સ્ટેમસેલને સાચવીને બેંકમાં મુકી દેવામાં આવે તો તેનાથી પણ મદદ મળી રહે છે અને જો ઉપરના કોઈ પણ વિકલ્પ ન બચ્યા હોય તો તેના માટે એક ડોનર શોધવો પડે છે અને ત્યાર બાદ જ વ્યક્તિને સ્ટેમસેલ્સ દાન કરવામાં આવે છે અને આ રીતે વ્યક્તિની ગંભીર બિમારી દૂર થાય છે.

શા માટે થેલેસેમિયા મેજરના દર્દીને સ્ટેમસેલ્સની જરૂર પડે છે

image source

થેલેસેમિયા મેજરના દર્દીના લોહીમાં રક્તકણો, ત્રાકકણો અને શ્વેતકણો બનતા બંધ થઈ જાય છે અથવા એમ કહો કે શરીરને ટકાવી રાખવા માટે જરૂરી પ્રમાણમાં તે ઉત્પન્ન નથી થઈ શકતાં.

તેવા સંજોગોમાં દર્દીને ટકાવી રાખવા માટે તેને વારંવાર લોહી ચડાવવું પડે છે જે એક કાયમી ઉપાય નથી અને તેવા સમયે જો દર્દીને બીજાના શરીરમાંથી મેચીંગ સ્ટેમસેલ્સ ચડાવવામાં આવે તો દર્દીનું જીવન બચી શકે છે.

 

image source

અને આજ રીતે મિત હીરપરાએ પણ પોતાના સ્ટેમસેલ્સનું દાન કરીને એક નાનકડા બાળકનો જીવ બચાવ્યો છે.

ધન્ય છે મિત હીરપરાને!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ