કોરોના કાળમાં તમે પણ ઘર માટે સારું ઓક્સીમીટર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખાસ રાખજો આ ધ્યાન, નહિં તો…

ભારતભરમાં હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ખાસ કારજને ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આ મહામારીને કારણે દરરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે અને જેઓની સારવાર ચાલુ છે તેઓ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

image source

કોરોના વાયરસનું સંક્રમણ વધતા ભારતમાં પલ્સ ઓક્સીમીટરની ડિમાન્ડ પણ એકાએક વધી જવા પામી છે. માહિતી માટે જણાવી દઈએ કે પલ્સ ઓક્સીમીટરને બ્લડ ઓક્સિજન મોનીટર પણ કહેવામાં આવે છે જે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓ માટે બહુ મહત્વની વસ્તુ છે. જો તમારે પણ એક સારું ઓક્સીમીટર ખરીદવાની જરૂર પડી હોય તો તમારે ઓક્સીમીટર ખરીદતા પહેલા અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ત્રણ પ્રકારના હોય છે પલ્સ ઓક્સીમીટર

image source

કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીના શરીરમાં ઓક્સિજનની માત્રા માપી દેતું આ પલ્સ ઓક્સીમીટર ત્રણ પ્રકારનું હોય છે. જેમાં 1. ફિંગરટીપ ઓક્સીમીટર, 2. હેન્ડહેલ્ડ ઓક્સીમીટર અને 3. ફેટલ પલ્સ ઓક્સીમીટરનો સમાવેશ થાય છે. જો કે ઘરમાં ઉપયોગ કરવા માટે ફિંગરટીપ ઓક્સીમીટર સારું અને વાપરવામાં સરળ ગણાય છે. હેન્ડહેલ્ડ ઓક્સીમીટર અને ફેટલ પલ્સ ઓક્સીમીટર સામાન્ય રીતે હોસ્પિટલ અને ક્લિનિકલ વપરાશના ઉપયોગમાં લેવાય છે.

ઓક્સીમીટર ખરીદવા માટે આ વાતોનું રાખો ધ્યાન

image source

1. ફિંગર પલ્સ ઓક્સીમીટરની કિંમત 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની હોય છે. પરંતુ ધ્યાન રાખવું કે આ ફક્ત બ્લડ ઓક્સિજન લેવલ માપવા માટે જ કામ આવે છે.

2. જો તમે આની ખરીદી ઓનલાઇન કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ઓક્સીમીટરની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ ખરીદવું જોઈએ.

3. હમેશા બ્રાઇટ અને સ્પષ્ટ દેખાય તેવી ડિસ્પ્લે વાળું જ ફિંગરટીપ ઓક્સીમીટર ખરીદવું.

image source

4. જો શક્ય હોય તો વોટરપ્રુફ ઓક્સીમીટર ખરીદવાનો જ આગ્રહ રાખવો. જો કે તેના માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

5. અનેક ફિંગર પલ્સ ઓક્સીમીટરમાં બ્લડ ઓક્સિજન લેવલ સિવાય હાર્ટ રેટ રીડિંગ ફીચર્સ પણ મળે છે. તેના વિશે તમારે ઓક્સીમીટર ખરીદતા પહેલા જ તપાસ કરી લેવી જરૂરી છે.

6. જો સારી ક્વોલિટીનું ઓક્સીમીટર ખરીદવું હોય તો તેમાં FDA, RoHS અને CE સર્ટિફિકેટ વાળું ફિંગર પલ્સ ઓક્સીમીટર ખરીદવું જોઈએ.

શું છે ઓક્સીમીટર ?

image source

સાદી ભાષામાં વાત કરીએ તો પલ્સ ઓક્સીમીટર કપડામાં લગાવવામાં આવતી કલીપ જેવું એક નાનું ઉપકરણ છે જેને ઓક્સિજન મોનીટર પણ કહેવામાં આવે છે અને પોર્ટેબલ ઓક્સીમીટર પણ કહેવામાં આવે છે. કારણ કે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ઓક્સિજનનું સ્તર માપવા માટે તેને હાથની આંગળીમાં લગાવવામાં આવે છે અને થોડી સેકન્ડમાં જ તે વ્યક્તિના ઓક્સિજન સ્તરને સ્ક્રીન પર દેખાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!