નેસમાં સિંહો વચ્ચે ઉછેરીને મોટા થયા છે લોકડાયરાના કલાકાર રાજભા ગઢવી, જોઇ લો તસવીરોમાં એમનો આલિશાન બંગલો

આવો જાણીએ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના સૌથી યુવાન લોકગાયક એવા રાજભા ગઢવી વિશે. તે ભણેલા નથી પણ તેમને બુલંદ અવાજ અને તેમની બોલવાની છટા થી આજે તે બધા ગુજરાતીઓના દિલમાં ઉતરી આવ્યા છે. આ ગાયકે નાની ઉંમરમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે.

image source

અભ્યાસ ના કર્યો હોવા છતાં પણ તેને ઘણા સુપરહીટ ગીતોની રચના કરી છે. તેમનો જન્મ તુલસીશ્યામ નજીક આવેલ બાણેજ માં થયો હતો. તેની પાસે સંગીતનું કોઈ જ્ઞાન નથી પણ તે ગુજરાતની જીવનશૈલી જાણતા હોવાથી ગીતો પ્રભાવી રીતે ગાઈ શકે છે.

image source

રાજભા ગઢવી જ્યારે લોકડાયરામાં ગીત ગાય છે ત્યારે લોકો ખૂબ જ મોજ કરે છે. સંસ્કૃતિ અને ધર્મ તેમની પહેલી પસંદ છે. હજી પણ તેઓ ગામડાનું જીવન જીવવામાં કોઈ કસર છોડતા નથી. તેમના ગામડે પશુપાલનનો વ્યવસાય હોવાથી આજ પણ આવડા મોટા માણસ બનીને પણ તેઓ ભેંસો ચરાવવા નીકળી પડે છે.

image source

આ યુવા ગાય કે ગુજરાતનું સૌથી સુપરહિટ ગીત એટલે કે સાયબો ગોવાળિયો રચના ૨૦૦૩મા કરી હતી જે કૃષ્ણ-રાધા ના પ્રેમ નું ગીત છે. આ ગીત એટલી પ્રસિદ્ધિ મેળવી ચૂક્યું છે કે આજે રાજભા ગમે ત્યાં જાય લોકો તેને આ જરૂર ગવડાવે છે. રાજુભાઈ ૨૦૦૧મા ગીતો ગાવાની શરૂઆત કરી.

image source

એકવાર મુખ્ય કલાકાર થોડો મોડો હોવાથી રાજભાને કાર્યક્રમમા મોકો મળ્યો અને આમાં કાંઈ ફાયદો ઉઠાવી રાજભાએ નામના મેળવી. તો હંમેશા પોતાના કાર્યક્રમમાં જૂનાગઢના રાજા નવઘણ ની વાત કરે છે. તેમણે આજે ઉપર ઘણા ગીતોની રચના પણ કરી છે. રાજભા ગઢવી એ તેના પરિવાર માટે જૂનાગઢમાં એક શાનદાર ઘર બનાવ્યું છે.

image source

હાલમાં તેઓ ઘણા ગરીબ પરિવાર અને જરૂરિયાત મંદોને મદદ પણ કરી રહ્યા છે. બાળપણમાં જયારે તેઓ ભેંસો ચરાવતા ત્યારે રેડીયો સાંભળતા અને હેમુ ગઢવીના ગીત સાંભળીને શીખ્યા હતા. પરિવારજનોએ તેમના માં પ્રતિભા જોઈ અને પ્રોત્સાહન આપ્યું હતું.

image source

વર્ષ ૨૦૦૧મા રાજભા ગઢવીનુ ભાગ્ય બદલાઈ ગયુ અને ખ્યાતિ ફેલાવા લાગી. માત્ર ગુજરાતમાં જ એની રાજભા ગઢવીએ અને કાર્યક્રમો યોજ્યા છે દેશ અને વિદેશોમાં. ૨૦૧૯ની આ વાત છે ત્યારે ગીર-સોમનાથના વેરાવળના આવેલા ભાલકા તીર્થમાં આહીર સમુદાય દ્વારા મહોત્સવ યોજાયો હતો જેમાં એક લોકડાયરાનું આયોજન હતું તેમાં રાજભા ગઢવી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી.

image source

આ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો અને એટલો વરસાદ થયો કે પૈસા ગણવા માટે મશીન મંગાવવા પડ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!