આ છે ભારતની સૌથી સસ્તી કિંમતની કાર, કિંમત છે 3 લાખ રૂપિયાથી પણ ઓછી, 22 કિલોમીટરની આપે છે માઈલેજ, જાણો વધુમાં…

ભારતભરમાં અનેક એવેઅ પરિવારો હશે જેઓ પોતાની નાની અને નાજુકડી કાર ખરીદવાની ઈચ્છા ધરાવતા હશે પરંતુ બધા લોકોની આર્થિક સ્થિતિ એક સરખી નથી હોતી જેથી સૌ કોઈ માટે નવી કાર ખરીદવી શક્ય નથી. જો કે દેશમ અમુક સસ્તા ભાવની કારો પણ ઉપલબ્ધ છે જેની કિંમત મધ્યમવર્ગના પરિવારોને પરવડે તેવી હોય છે.

image source

તાજેતરમાં જ જાપાની વાહન નિર્માતા કંપની Datsun એ પોતાની સૌથી સસ્તી કાર Redi Go ની કિંમત વધારી દીધી છે. આ પહેલા આ કારની કિંમત 2.83 લાખ રૂપિયા હતી અને તે કિંમતના કારણે તે દેશની સૌથી ચીપેસ્ટ કાર એટલે કે સૌથી સસ્તી હેચબેક કાર બની હતી. જો કે હવે આ કાર 1 લાખ રૂપિયા મોંઘી થઇ ગઈ છે. અને હવે આ કારની શરૂઆતી કિંમત 3.83 લાખ રૂપિયા થઇ ગઈ છે. કંપનીએ આ નિર્ણય કરતા હવે દેશની સૌથી સસ્તી કાર બનવાનું ગૌરવ મારુતિ સુઝુકી અલ્ટો 800 ને મળી ગયું છે. ત્યારે મારુતિ સુઝુકી અલ્ટોની ખાસિયત અને માઈલેજ સંબંધી માહિતી જાણીએ.

3 લાખની કિંમતથી સસ્તી કાર

image source

મારુતિ સુઝુકીએ પણ તાજેતરમા જ તેની કારની કિંમતોમાં વધારો કર્યો છે. મારુતિ સુઝુકી અલ્ટો 800 ની કિંમતમાં 12000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છતાં આ મારુતિ સુઝુકી અલ્ટો 800 ના બેઝ મોડલને 3 લાખથી પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે. તેની કિંમત 2.99 લાખ રૂપિયા થી શરુ થઇ 4.60 (એક્સ શોરૂમ) ની કિંમત સુધી પહોંચે છે. ત્યારે અહીં આપણે મારુતિ સુઝુકી અલ્ટો 800 ના બેઝ મોડલ એટલે કે અલ્ટો std વિષે જાણીએ.

22.05 kmpl સુધીની આપે છે માઈલેજ

image source

મારુતિ સુઝુકી 800 ના બધા મોડલમાં 796 સીસીનું પેટ્રોલ એન્જીન મળે છે. આ એન્જીન 47.3bhp નો પાવર અને 69 Nm નો પીક ટૉર્ક જનરેટ કરે છે. કંપનીના દાવા મુજબ કાર 22.05 kmpl સુધીની માઈલેજ આપે છે. એટલે કે એક લીટર પેટ્રોલમાં આ કાર 22 કિલોમીટરનું અંતર કાપી શકે છે. અલ્ટો સીએનજી વેરિએન્ટમાં પણ મળે છે જે 31.59km/kg ની માઈલેજ આપે છે. જો કે તેની કિંમત થોડી વધારે પડે છે. કાર ફક્ત મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં જ મળે છે.

બેઝ મોડલમાં આવા ફીચર્સ પણ છે

image source

જો તમે મારુતિ સુઝુકી 800 નું બેઝ મોડલ ખરીદો છો તો તેમાં તમે મર્યાદિત ફીચર્સ મળે છે. જેમાં ડ્યુઅલ ટન ડેશબોર્ડ, એડજેસ્ટેબલ હેડ લાઈટ, મેન્યુઅલી એડજસ્ટેબલ ORVMs 12 ઇંચના વહીલ, ટયુંબ્લેસ ટાયર, મળે છે. સેફટી માટે તેમાં ડાઇવર ઍરબૅગ, રિયર સીટ બેલ્ટ, સીટ બેલ્ટ વોર્નિંગ, ક્રેશ સેન્સર, ABS સાથે EBD, અને સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!