શું તમને પણ છે શરીરમાં આ 5માંથી 1 તકલીફ? તો હવેથી ના ખાતા સંતરું, નહિં તો…

મિત્રો, કોરોનાની સમસ્યાના કારણે હાલ લોકો ક્યારે કેવા પ્રકારના ભોજનનુ સેવન કરવુ? એ મૂંઝવણમા ફંસાયેલા રહેતા હોય છે. આરોગ્ય નિષ્ણાંતો દ્વારા આ બીમારી સામે લડવા માટે પોષણયુક્ત આહારનુ સેવન કરવા માટે જણાવવામા આવ્યુ હતું અને તે કારણોસર જ આ કોરોનાના સમયકાળ દરમિયાન લોકો પોતાની ઈમ્યુનીટી મજબુત બનાવવા માટે ભરપૂર પ્રમાણમા પોષણ અને ગુણતત્વો મળી રહે તેવા આહારનુ સેવન કરવા લાગ્યા.

image source

આ સમય દરમિયાન લોકો વિટામિન-સી ની ઉણપને દૂર કરવા માટે નારંગીનું સેવન કરતા હતા. આ ફળમા પુષ્કળ માત્રામા વિટામિન-સી, ફાઇબર, વિટામીન-એ, વિટામીન-બી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા તત્વો સમાવિષ્ટ હોય છે. તે તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. તેમછતા, શું તમે જાણો છો કે જ્યારે તમે આ ફળનુ વધારે પડતુ સેવન કરો છો, ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો ચાલો જાણીએ કે, એવા કયા સંજોગો છે કે જેમા આ ફળનુ સેવન આપણે ટાળવુ જોઈએ.

પાચનક્રિયા સાથે સંબંધિત સમસ્યાઓ :

image source

જો તમને પાચનસંબંધી કોઈ સમસ્યા હોય તો તમારે આ ફળનુ સેવન ટાળવુ જોઈએ કારણકે, આ ફળનુ વધુ પડતુ સેવનના કારણે તમે ઝાડા અને અપચો જેવી સમસ્યાઓથી પીડાઈ શકો છો ફક્ત એટલુ જ નહી તેમાં વધુ પ્રમાણમા ફાઇબર સમાવિષ્ટ હોય છે, જેના કારણે તમને ઝાડાની ફરિયાદ પણ થઈ શકે છે.

દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

આ ફળમા હાજર એસિડ દાંતના એનેમલમાં હાજર કેલ્શિયમની સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શનનુ કારણ પણ બની શકે છે. તેના કારણે વ્યક્તિના દાંતમાં રહેલી છિદ્ર ધીમે-ધીમે દાંતને ખરાબ કરે છે અને તમે દાંત સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ શકો છો.

એસિડિટી સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

જો તમે વધારે પ્રમાણમા આ ફળનુ સેવન કરો છો તો તેમાં સમાવિષ્ટ એસિડના કારણે તમને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે અને જ્યારે એસિડિટી થાય છે ત્યારે વ્યક્તિને છાતી અને પેટમા બળતરાનો અનુભવ પણ થઈ શકે છે.

પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

નાના બાળકોની પાચનક્રિયા સાવ મંદ હોય છે એટલે એ વાતની વિશેષ કાળજી રાખવી કે, તે આ ફળનુ વધારે પડતુ સેવન ના કરે નહીતર પેટ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ગેસ અને અપચાની સમસ્યા :

image source

એક આરોગ્ય નિષ્ણાત તરીકે ભૂખ્યા પેટે ક્યારેય પણ આ ફળનુ સેવન કરવુ જોઈએ નહિ. આ ફળમા રહેલા એમિનો એસિડને કારણે પેટમા પુષ્કળ ગેસની સમસ્યા ઉદ્ભવે છે. આ ઉપરાંત તમારે રાત્રીના સમયે પણ આ ફળનુ સેવન કરવાનું ટાળવું જોઈએ કારણકે, રાતના સમયે આ ફળનુ સેવન તમને શરદી અને ઉધરસની બીમારીના શિકાર બનાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત