ચાનો મસાલો બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની એકદમ પરફેક્ટ ટિપ્સ..

આજે આપણે જોઇશું શિયાળુ સ્પેશિયલ હોમમેડ ચાનો મસાલો બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની એકદમ પરફેક્ટ ટિપ્સ. જ્યારે ચા ઉકળતી હોય ત્યારે તેમાં મસાલો ઉમેર્યાં હોય તેની જે સુગંધ આવે ને આહા હા હા મજા જ પડી જાય. આપણી તાજગી ભરી સવાર થઈ જાય છે. ચાનો મસાલો ઘણા લોકો ઘરે બનાવતા જ હોય છે.જ્યારે પણ ઘરે બનાવીએ ત્યારે એવું થાય કે ના એકદમ પરફેક્ટ નથી બનીયો. કંઈક વધારે પડી ગયું કે કંઈક ઓછું થઈ ગયું છે. તો હવે આવું ના થાય આ રીત પ્રમાણે અને માપ પ્રમાણે અને આ ટિપ્સ પ્રમાણે જો ચાનો મસાલો ઘરે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.

1- સૌથી પહેલા શું ધ્યાન રાખવાનું છે? જ્યારે આપણે ચા નો મસાલો બનાવતા હોય ત્યારે સૂંઠ,ગંઠોડા,મરી, એલચી, જાયફળ, તજ,લવિંગ આ 7 વસ્તુઓ નો વપરાશ કરતા હોય છે.


2- તો સૂંઠ પાવડર તો તૈયાર જ હોય છે. મરી પાવડર પણ લગભગ તૈયાર જ હોય છે. અને ઈલાયચી પાવડર જો આપણે ઘરે બનાવતા હોય તો આપણે શું કરવાનું?કે ઈલાયચી પાવડર, લવિંગ નો પાવડર છે, તજનો પાવડર એ જ્યારે પણ આપણે ઘરે બનાવતા હોય ત્યારે જે પણ મસાલા આપણે ઉપયોગમાં લેતા હોય તેને પહેલા થોડા શેકી લેવાના છે. શેકવાથી તેની સુગંધ પણ ખુબ સરસ આવે છે. અને જ્યારે ક્રશ કરશો ત્યારે સરસ પીસાય જાય છે.

3-ઘણીવાર એવું થાય કે બહારનો જે મસાલો હોય તે એકદમ સરસ પાવડર હોય છે. અને જ્યારે ઘર નો મસાલો હોય ત્યારે તે એકદમ સરસ પાવડર નથી બનતો. અને જ્યારે તમે દૂધમાં કે ચા માં ઉમેરો ત્યારે નીચે બેસી જતો હોય છે.તો આવું ના થાય તે સરસ પાવડર બને તેના માટે શું કરવાનું? કે સૌથી પહેલા બધા ખડા મસાલા ને શેકી લેવાના છે.

4- સૌથી પહેલા કે ઈલાયચી છે તેને પણ શેકી લેવાની છે.અને જો ઈલાયચી સરસ રીતે શેકાય જશે તો તે બહુ સરસ રીતે ક્રશ પણ થઈ જશે. અને ખાસ ટિપ્સ જોઈએ કે તમે ઈલાયચી પાવડર પણ સ્ટોર કરી ને રાખતા હોય તો તેને પહેલા તેને શેકી લેવાની છે. શેકીને તેના ફોતરા હોય તેની સાથે જ ક્રશ કરી લેવાની. તેના ફોતરા માં પણ સુગંધ બહુ સરસ હોય છે. જો તમે આખી જ ઇલાયચી શેકીને ક્રશ કરશો તો તેનો કલર પણ બહુ સરસ આવશે.અને તેની સુગંધ પણ સરસ આવશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો.


5- હવે તજ, લવિંગ અને મરી આ ત્રણેયને પણ શેકી લેવાના છે.તમે એક પેન માં શેકી લેવાના. બહુ વધારે પણ નથી ગરમ કરવાના. જો તમે વધારે ગરમ કરશો તો તો તેની સુગંધ ઊડી જશે. એટલે ઘણા લોકો એવું કરતા હોય છે કે બહુ જ વધારે શેકવા જાય તો સુગંધ સાવ નીકળી જાય. અને મસાલામાં પણ સુગંધ ના આવે.

6- આપણે તેને તડકામાં પણ ન તપાવી શકો. જો તડકામાં બહુ વધારે પ્રમાણમાં જ્યારે ઉનાળા માં એકદમ ભર ઉનાળો હોય અને એકદમ સરસ તડકો પડતો હોય ને તમને એમ થાય કે બધા મસાલા ને સુકવી લવ.પણ આ તેજા ને ક્યારેય પણ સુકવાના નથી. હોતા તો પણ તેની સુગંધ ઊડી જતી હોય છે. તેને પહેલા પેન ગરમ કરી લેવાની પછી ગેસ બંધ કરી દેવાનો. તેવી જ રીતે તેને શેકી લેવાના છે. તેને એક કે બે મિનિટ માટે શેકી લેવાના છે. આમ કરવાથી જે પણ મસાલા છે તે બહુ સરસ પીસાઈ જશે.


7- આ મસાલા ની ટીપ્સ થઈ કે ઘરે કેવી રીતે મસાલો તૈયાર કરવો. તેની માટે શું શું વાતનું ધ્યાન રાખવાનું છે.હવે તેનું માપ જોઈશું. સૌથી પહેલા સૂંઠ પાવડર લેવાનો છે. સૂંઠ પાવડર પણ તમે ઘરે બનાવેલું પણ લઈ શકો છો. અત્યારે સીઝન છે તો આદુ સૂકવી સૂંઠ બનાવતા હોય તો તે પણ સૂંઠ પાવડર લઈ શકો છો. તો સો ગ્રામ સૂંઠ પાવડર લઈશું. તેની સામે ત્રણ ચમચી કાળા મરીનો પાવડર લેવાનો.

8- હવે બે ચમચી ઈલાયચી પાવડર લઈશું. તેની સાથે એક ચમચી તજનો પાવડર લઈશું. ત્યારબાદ બે ચમચી ગંઠોડા પાવડર લઈશું. ગંઠોડા પાવડર પણ ચા ના મસાલા બહુ સરસ લાગે છે. ઘણા લોકો નથી ઉમેરતા પણ તેનો સ્વાદ બહુ સરસ લાગે છે. હવે એક ચમચી લવિંગ નો પાવડર લઈશું. લવિંગ નો પાવડર બહુ વધારે નથી લેવાનું કારણ કે તેની તીખાશ સ્ટોંગ હોય છે. જો તમારું લવિંગ નો પાવડર વધી જશે તો ચા તમને તીખી લાગશે. તેની સાથે અડધી ચમચી જાયફળ પાવડર લઈશું. જાયફળ પાવડર નો સ્વાદ પણ બહુ સરસ લાગે છે. ઘણા લોકો જાવંત્રી પણ ઉમેરતાં હોય છે. પા ચમચી જાવંત્રી પણ લઈ શકો છો.


9- હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની. અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવાની છે. એટલે ચા નો મસાલો તૈયાર થઈ ગયો. હવે અા ચાનો મસાલો આખું વર્ષ ભરીને રાખી શકો છો. અને તેની સુગંધ અને સ્વાદ બહુ સરસ આવે છે.

10- તો તમે ચોક્કસથી ચાનો મસાલો બનાવજો અને ગરમા ગરમ ચા બનાવી અને શિયાળાની સવારની મજા લેજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.