ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ માટે બદલાયા આ નિયમો, જાણી લો A TO Z પ્રોસેસ વિશે તમે પણ

સરકારે રોજગારના અવસરોને વધારવા માટે ફરીથી એક મોટો ફેંસલો લીધો છે જેના લીધે સમગ્ર ભારતમાં અસર પડશે. ડ્રાઈવિંગ લાયસન્સ માટે મીનીમમ એજ્યુકેશનનો જે નિયમ હતો તેને હટાવી દેવાનું સરકાર વિચારી રહી છે. ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ લેવા માટે તમારે 10માંથી 6 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહે છે. અનેક રાજ્યોમાં લાગૂ થયો નિયમ. જો તમે યૂપી, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી એનસીઆર કે ઝારખંડમાં રહો છો તો તમારા માટે ડ્રાઈવિંહ લાયસન્સ બનાવવાનું સરળ બન્યું છે.

image source

આ રાજયોમાં રહેતા લોકો ડ્રાઈવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ સાતે તમને અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ મળી રહે છે જેની સાથે કેટલાક ડોક્યૂમેન્ટ્સ પણ જોડવાના રહે છે. આ સાથે ફોર્મની સાથે અપલોડ કરવાનું રહે છે. સાથે જ તમે ટેસ્ટ માટે એક સ્લોટ પસંદ કરી શકો છો. આ માટે તમને તારીખ આપે તે અનુસાર તમારે સુવિધા પ્રમાણે હાજર થવાનું રહે છે.

ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવવા માટે ની લાયકાત

image source

ગિયર વિના ના 2 Wheeler ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે અરજી કરનારની ઉંમર 16 વર્ષ થી વધારે હોવી જોઈએ.

ગિયર વાળા 2 Wheeler, મોટર કાર, ટ્રેક્ટર, અને અન્ય નોન-ટ્રાન્સપોર્ટ વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે અરજી કરનારની ઉંમર 18 વર્ષ થી વધારે હોવી જોઈએ.

ટ્રાન્સપોર્ટ વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે , અરજી કરનારની ઉંમર 20 વર્ષ થી વધુ અને ધોરણ 8 પાસ હોવો જોઈએ . અને સાથે 1 વર્ષ નો લાઈટ મોટર વાહન નો અનુભવ હોવો જરૂરી છે.

આવી હોય છે ઓનલાઈન ટેસ્ટ

અરજદારે સૌ પહેલાં લર્નિંગ લાયસન્સ અપાય છે. તેનાથી પહેલા અરજદારે એક ઓનલાઈન ટેસ્ટમાંથી પસાર થવાનું રહે છે. આ માટે તમારે તમારા સંબંધિત ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ઓનલાઈન પરીક્ષા આપવાની રહે છે. આ ઓનલાઈન ટેસ્ટમાં કુલ 10 પ્રશ્નો પૂછાય છે અને તેના 10 મિનિટમાં જવાબ આપવાના રહે છે. જેમાંથી તમારે 6ના સાચા જવાબ આપવાના રહે છે. જે લોકો 6 સાચા જવાબ આપે છે તેમને ટેસ્ટમાં પાસ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં પાસ થવા માટે સર્ટિફિકેટને અરજદારે મેલ આઈડી પર મેલ કરાય છે. આ સર્ટિફિકેટની પ્રિન્ટ આઉટ કોપી તમે ક્યાંયથી પણ લઈ શકો છો.

આ રીતે બનાવડાવો ઓફલાઈન અને ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ

image source

આ રાજ્યોમાં તમે ડ્રાઈવિંગલાયસન્સ માટે ઓફલાઈન અને ઓનલાઈન પણ અરજી કરી શકો છો. જો તમે ઓફલાઈન રીતે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવવા ઈચ્છો છો તો તેના માટે તમારે શહેરના આરટીઓ ઓફિસ જવાનું રહે છે. જ્યારે ઓનલાઈન રીતે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટે રાજ્ય પરિવહન વિભાગ કે કેન્દ્રીય પરિવહન મંત્રાલયની વેબસાઈટ પર જઈને એપ્લાય કરવાનું રહે છે.

ઓનલાઈન ભરી શકાશે ફી

image source

જો તમે ઓનલાઈન ડ્રાઈવિંહ લાયસન્સની પ્રોસેસ કરો છો તો નવી સુવિધા અનુસાર તમને ટાઈમ સ્લોટ પરીક્ષા માટે આપવામાં આવે છે. આ માટેની ફી પણ તમારે ઓનલાઈન જમા કરાવવાની રહે છે. આ સાથે તમે તમારી અનુકૂળતા પ્રમાણે સમય પસંદ કરી શકો છો.

ડ્રાઇવિંગ લાઇસેંસ માટેની ફી

image source

RS 25/- ટેસ્ટ ફી અને RS 30/- લેખે દરેક અલગ જાત ના વાહન ના લર્નિંગ લાઇસેંસ માટે

RS 200/- સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસેંસ અને RS 50/- લેખે દરેક અલગ જાત ના વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે.

લર્નિંગ લાઇસેંસ અને ડ્રાઇવિંગ લાઇસેંસ ની ફી એક સાથે ભરી શકાય છે.

લાયસન્સ વિના થશે દંડ

image source

જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નથી અને તમે પોલીસ દ્વારા પકડાઈ જાઓ છો તો તમને હવે નવા નિયમ અનુસાર 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ દંડ પહેલાં 1000 રૂપિયાનો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ