સાવ નકામો લાગતો આ છોડ છે ઘણો કામનો, તેનાથી બનાવેલી કોફી દુર કરે છે આટલી બીમારીઓ

મિત્રો, શું તમને ખ્યાલ છે કે, ખેતરમા ઊગતો આ નકામો છોડ કુંવાડિયો તમારા માટે ખુબ જ લાભદાયી અને ફાયદાકારક સાબિત થઇ શકે છે. હાલ, પ્રવર્તમાન સમયના સંશોધન અને આયુર્વેદના શાસ્ત્રો તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ એક જંગલી વનસ્પતિ છે પરંતુ, કુંવાડિયો છોડના બીજ કોફી તરીકે વારવાના પ્રયોગ ખેડૂતોએ કર્યા છે.

image source

આ કોફી એવી છે કે, જે તમારા શરીરને હાની પહોંચાડવાના બદલે અનેક બીમારીઓનુ નિવારણ કરી શકે છે. તેના બીજ શેકીને ભૂકકો કરી કોફી તરીકે હવે તેનો વપરાશ થવા લાગ્યો છે. આ કોફી તમને અસલી કોફી જેવી લાગે છે. આ કોફીનુ સેવન કરવાથી તમને ખસ, ખંજવાળ, કફ, શરદી, ઉધરસ, દમ, શ્વાસ વગેરે સમસ્યાઓ સામે રાહત મેળવી શકો છો. તે તમારા ખરાબ લોહીને પણ સારુ કરી શકે છે.

image source

આપણા ગુજરાત રાજ્યમા કોફી હાઉસ ખુબ જ ઓછા છે અને તેના કારણે કિસાનો હવે આ છોડના બીજના પડીકા તૈયાર કરીને હેલ્ધી કોફી તરીકે વહેંચે છે. આ કુવાડિયાની ભાજીની સબ્જી બનાવીને તેનુ સેવન કરવાથી તમને કફની સમસ્યામા રાહત મેળવી શકો છો.

image source

આ ઉપરાંત બાળકોને દાંતનો દુ:ખાવો થાય ત્યારે આ કુંવાડીયાના પાનને ઉકાળી તેને મધ કે ગોળ સાથે આપવામા આવે તો તે તમારા માટે લાભદાયી સાબિત થાય છે. આ સિવાય ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓના નિવારણ માટે પણ આ છોડના બીજ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image source

આ ઉપરાંત આ બીજનો ઉપયોગ કફની સમસ્યા, દમની સમસ્યા, શ્વાસની સમસ્યા, ઉધરસની સમસ્યા વગેરે માટે અકસીર ઈલાજ સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે લોહી વિકારની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આ બીજને શેકીને તેનુ ચૂર્ણ લેવામા આવે તો તે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ ઉપરાંત આ છોડમાથી બનતી ઔષધિઓ સોરાયસીસ જેવી ત્વચા સાથે સંકળાયેલ જટિલ સમસ્યાઓ સામે પણ આપણને સારા પરિણામ આપે છે. આ ઉપરાંત તે પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ જેમકે, અપચો, પેટમા બળતરા થવી વગેરે જેવી સમસ્યાઓ સામે પણ આપણને રાહત આપે છે.

image source

આ સિવાય જો તમે આ કુવાડીયાના મૂળનો ઉકાળો કરીને તેનુ નિયમિત સેવન કરો તો તમારા શરીરમા ચરબીનુ પ્રમાણ ઘટી શકે છે. આ સિવાય જો તમારા યુરીનમા ક્ષાર જમા થઇ જતો હોય તો કુંવાડિયાના પીળા પુષ્પ ૧૦ ગ્રામ અને સાકર ૧૦ ગ્રામ બે વાર લેવામા આવે તો આ સમસ્યામાંથી તમને તુરંત મુક્તિ મળી શકે છે.

image source

આ સિવાય જો તમે ખરજવા કે ધાધરની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો કૂવાડિયાના પાંદડાનો રસ લીમડાના રસમા મિક્સ કરી ચોપડવો. આ સિવાય ધાધરની સમસ્યામા કુવાડીયાના બીજને પાણીમા ઉકાળીને ત્યારબાદ તેનાથી સ્નાન કરાવવામા આવે તો તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત રાખી શકાય છે.

image source

જો તમે કુવાડીયાના બીજ શેકી એક ચમચી ચૂર્ણને લીંબુના રસમા મિક્સ કરીને ત્રણ વખત પાણી સાથે દાદર પર ઘસીને લગાવવામા આવે તો તમને આ સમસ્યામાંથી મુક્તિ મળે છે. ખરજવાની સમસ્યા દૂર કરવા માટે કૂવાડિયા અને ગાજરને ક્રશ કરીને ત્યારબાદ તેને ગોમૂત્રમા આઠ દિવસ પલાળી રાખીને ત્યારબાદ તેને લગાવવુ જેથી, આ ખરજવાની સમસ્યામા રાહત મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત