એક રૂપિયાની જૂની નોટ બનાવી શકે છે તમને ધનવાન, જાણો કેવી રીતે…

મિત્રો, શું તમને ખ્યાલ છે કે, આ એક રૂપિયાના ચલણ ધરાવતી નોટ તમને બનાવી શકે છે રાતોરાત લખપતિ. સમગ્ર વિશ્વમા અનેકવિધ એવા લોકો એવા હોય છે, જે જુદા-જુદા પ્રકારના નાણાનો સંગ્રહ ધરાવતા હોય છે. તેમને અનેકવિધ વિશિષ્ટ પ્રકારના નાણા ભેગા કરવાનો એક ખુબ જ અદ્ભુત શોખ હોય છે અને તેના માટે ઘણા લોકો મોઢે માંગ્યુ મુલ્ય પણ ચુકવવા તૈયાર હોય છે.

image source

જેના કારણે આજે ઓનલાઇન એક રૂપિયા ની લઈને ચલણમાં આવનાર તમામ જુદી-જુદી પ્રકારની વિશિષ્ટ નોટો બજારમા ખુબ જ ઊંચી માંગ ધરાવે છે અને આ ચલણ વહેંચવા માટે આપણે ઘરની બહાર નીકળવાની પણ જરૂર નથી. આજે ઓનલાઈન કેટલીય ઈ-કોમર્સ વેબસાઈટ છે, જેના દ્વારા તમે તેને વહેંચી શકો છો.

image source

બસ આ ચલણમા એક વિશેષ શરત હોય છે કે, તે ચલણ વિશિષ્ટ પ્રકારનુ હોવુ જોઈએ એટલે કે આ ચલણના સિરિયલ નંબર અને ગવર્નરની સહીના આધારે ફક્ત એક રૂપિયાનુ ચલણ ધરાવતી નોટના પણ લોકો લાખો રૂપિયા આપવા માટે તૈયાર થતા હોય છે. થોડા સમય પહેલા જ એક એક રૂપિયાનુ ચલણ ધરાવતી નોટની ઓનલાઇન બોલીના કારણે સાત લાખ રૂપિયા સુધી લાગી અને એક રૂપિયાના બદલામા જેની પાસે નોટ હતી તે વ્યક્તિને સાત લાખ રૂપિયા મળ્યા પરંતુ, આ નોટમા પણ એક વિશેષ વાત હતી.

image source

સાત લાખ રૂપિયામા જે નોટની બોલી લાગી હતી તે નોટ સ્વતંત્રતા પહેલાની હતી. જેના પર તે સમયના ગવર્નર જે ડબલ્યુ કેલીની સહી હતી. ૮૦ વર્ષ જૂની આ નોટને બ્રિટિશ ઈન્ડિયા તરફથી વર્ષ ૧૯૩૫મા બહાર પાડવામાં આવી હતી. એવુ પણ નથી કે, ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર દરેક નોટ લાખો રૂપિયામા વહેંચાય છે.

image source

ઘણી નોટ ના ભાવ સામાન્ય પણ છે પરંતુ, તે તમારી નોટની કિંમત કરતા કેટલાય ઘણા વધારે છે. એક ઈ-કોમર્સ વેબસાઈટ પર પૂર્વ ગવર્નર મોન્ટેક સિંહના હસ્તાક્ષરવાળી નોટ બે લાખ રૂપિયામા વહેંચાઇ રહી છે. આ ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર નોટ ખરીદી શકાય છે અને વહેંચી પણ શકાય છે.

image source

આ વેબસાઈટ ઉપર અનેકવિધ લોકો એક રૂપિયાના મુલ્ય ધરાવતી નોટના બંડલો પણ હજારો રૂપિયાની કિંમતમા વહેંચી રહ્યા છે, જે ખુબ જ જુના છે. આ સિવાય પણ તમારી એક રૂપિયાના મુલ્ય ધરાવતી જૂની નોટ એક હજાર રૂપિયાથી માંડીને લાખો રૂપિયા સુધી પણ વહેંચી શકો છો, એ નોટ કેટલી જૂની છે. તેના ઉપર ક્યા ગવર્નરના હસ્તાક્ષર છે અને તેની ઉપર રહેલો સિરિયલ નંબર કેવો છે? તે આધારે નક્કી કરવામા આવે છે. ઇબે, ઇન્ડિયામાર્ટ, કવિકર, ઓ.એલ.એક્સ. વેબસાઈટ પર તમે આ ચલણી નોટ વહેંચી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ