“ડેવિલ-રોડ” કે જ્યાં થી કોઇપણ ગાડી પસાર થાય તો થઇ જાય છે ગાયબ, જાણો કારણ…

મિત્રો, સમગ્ર વિશ્વમા એવી અનેકવિધ જગ્યાઓ છે કે, જે આજે પણ વૈજ્ઞાનિકો માટે રહસ્ય બનીને રહી ચુકી છે. ઘણા પ્રયાસો છતા પણ આ રહસ્યોને કોઈ ઉકેલી શક્યુ નથી. આ જગ્યાઓ વિશે જ્યારે સાંભળીએ ત્યારે આપણને આશ્ચર્ય અવશ્ય થાય છે કે, આવુ કેવી રીતે શક્ય બને પરંતુ, આ જગ્યાઓ વાસ્તવમા છે અને ત્યા બનતી આ ઘટનાઓ પણ વાસ્તવિક છે. આજે આ લેખમા અમે તમને એક એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે ખુબ જ રહસ્યમયી છે, ચાલો જાણીએ.

image source

આપણે આજે જે જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે છે અમેરિકાનો ૬૬૬ નંબરનો માર્ગ. આ માર્ગનો ઈતિહાસ ખુબ જ જુનો છે. અહીના લોકો આ માર્ગને ‘ડેવિલ રોડ’ અથવા તો ‘ડેવિલ હાઈ-વે’ તરીકે પણ ઓળખે છે. ૧૯૩ મીટરની લંબાઈ ધરાવતા આ માર્ગને આ નંબર વર્ષ ૧૯૨૬મા આપવામા આવ્યો હતો.

image source

આ માર્ગને ‘ડેવિલ રોડ’ એટલા માટે કહેવામાં આવે છે કારણકે, અહી અવારનવાર લોકોના આકસ્મિક ઘટનામા મૃત્યુ થાય છે તથા અમુકવાર તો અહી એવી ઘટના બને છે કે, લોકો પોતાની ગાડી સહીત આ માર્ગથી ગાયબ થઇ જતા હોય છે. ન્યુ મેક્સિકો, કોલોરાડો, યુતા અને એરિજોના રાજ્યોને જોડતો આ માર્ગ વિશે અનેકવિધ અંધશ્રદ્ધાઓ જોડાયેલી છે. અહીના લોકો એવુ માને છે કે, ઈસાઈ ધર્મ મુજબ રોડનો આ નંબર મનહુસ છે અને તેના કારણે જ આ રોડ પર આવી ઘટનાઓ બને છે.

image source

કારણકે, જ્યારે આ માર્ગનું નામ બદલાવવામા આવ્યુ તો અહી અકસ્માતની ઘટનાઓ ભાગ્યે જ બનવા લાગી. ૧૯૯૨મા આ માર્ગ સાથે એરિજોનાનો સંપર્ક તૂટી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ ૧૯૩૦મા આ માર્ગ પરથી પસાર થતી કાળા રંગની પી-એરસે એરો રોડસ્ટર કાર એકાએક ગાયબ થઇ ગઈ.

image source

આ ગાડી ગાયબ થયા પછી આ ગાડી જેને પણ આ માર્ગ પર જોવા મળતી તેનુ તે જગ્યાએ આકસ્મિક ઘટનામા મૃત્યુ થઈ જતુ. ફીનીક્સના એક જાણીતા ડોક્ટર પાછલા ઘણા લાંબા સમયથી આ ગાડીમા શૈતાની તત્વો છે અને તે આ માર્ગમા બનતી દુર્ઘટનાઓ માટે જવાબદાર છે, તેવુ સાબિત કરવા માટે મહેનત કરી રહ્યા છે.

image source

તે જણાવે છે કે, અહી જે કોઈપણ પોતાનુ વાહન રોકે છે, તેમણે નકારાત્મક શક્તિઓનો અનુભવ કર્યો છે. ફક્ત એટલુ જ નહિ એકવાર આ રસ્તા પર સવાર બે મોટરસાઈકલના હાથ કુતરાઓ ચાવી ગયા હતા અને તેમના ત્રીજા સાથીનો ૯૦ ટકા ચહેરો પણ ચાવી ગયા હતા.

image source

અહી જે કોઈપણ વાહન ગાયબ થઇ જતુ તે ખુબ જ દૂર કોઈ બીજી જગ્યાએ મળતુ અને જ્યારે તે વાહન પર સવાર વ્યક્તિને આ ઘટના વિશે પૂછવામા આવે તો તેને કશું જ યાદ નથી હોતુ. ત્યારબાદ ન્યુ મેક્સિકોના ગવર્નર બીલ રીચર્ડસને લોકોની માંગ પર આ માર્ગનુ નામ બદલીને ૪૯૧ રાખી દીધુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ