OnePlus Nord 2 આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે લોન્ચ, કિંમત હશે માત્ર આટલી જ, જાણો તમે પણ

OnePlus Nord 2 માં એન્ડ્રોઇડ 11 આધારિત OxygenOS મળી શકે છે. એ સિવાય OnePlus Nord 2 માં 6.43 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે પણ મળશે જેનો રિફ્રેશ રેટ 90 Hz હશે. ફોનમાં મીડિયાટેક Dimensity 1200 પ્રોસેસર પણ હશે

વિસ્તાર

image source

OnePlus એ પોતાની નોર્ડ સિરિઝના નવા ફોન OnePlus Nord 2 ની લોન્ચિંગને લઈને કઈં નથી કહ્યું પરંતુ લીક થયેલા અહેવાલ મુજબ OnePlus Nord 2 નું લોન્ચિંગ આગામી 24 જુલાઈએ થઈ શકે છે. જો કે આ બાબતે કોઈ સત્તાવાર.માહિતી નથી કે ફોનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે કે ગ્લોબલી. ટિપ્સટર મુકુલ શર્માએ ટ્વિટ કરીને આ દાવો કર્યો હતો.

image source

OnePlus Nord 2 ની ડિઝાઇન અને અમુક ફીચર્સ પણ સામે આવ્યા છે. ઉપર જણાવ્યું તેમ લીક થયેલા અહેવાલ મુજબ OnePlus Nord 2 નું લોન્ચિંગ આગામી 24 જુલાઈએ થઈ શકે છે. એ સિવાય OnePlus Nord 2 માં મીડિયાટેક Dimensity 1200 પ્રોસેસર મળી શકશે અને ફોનમાં 8 GB રેમ સાથે એન્ડ્રોઇડ 11 નો સપોર્ટ મળશે.

OnePlus Nord 2 નું સંભવિત સ્પેસીફિકેશન

image source

OnePlus Nord 2 માં એન્ડ્રોઇડ 11 આધારિત OxygenOS મળી શકે છે. એ સિવાય OnePlus Nord 2 માં 6.43 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે પણ મળશે જેનો રિફ્રેશ રેટ 90 Hz હશે. ફોનમાં મીડિયાટેક Dimensity 1200 પ્રોસેસર પણ હશે

image source

એવું કહેવાય છે કે OnePlus Nord 2 માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આવશે જેમાં પ્રાયમરી લેન્સ 50 મેગાપિક્સેલનો હશે, બીજો લેન્સ 8 મેગાપિક્સેલ નો હશે જ્યારે ત્રીજો લેન્સ 2 મેગાપિક્સેલનો હશે. સેલ્ફી માટે OnePlus Nord 2 માં 32 મેગાપિક્સેલનો કેમેરો મળી શકે છે. તેમાં 4500 mAh ની બેટરી પણ મળશે અને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે.

ઉલ્લેખનીય છે કે કંપનીએ હાલમાં જ OnePlus Nord CE 5G ને ભારતમાં ત્રણ કોન્ફિગ્રેશન અને ત્રણ કલર વેરીએન્ટ સાથે રજૂ કર્યો છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સિવાય પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. OnePlus Nord CE 5G ની શરૂઆતી કિંમત 22,999 રૂપિયા છે. આ કિંમતમાં 6 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

image source

જ્યારે 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 24,999 રૂપિયા રાખવામાં આવી છે. ફોનના 5 ટોપ વેરીએન્ટ એટલે 12 GB રેમ અને 256 GB ની કિંમત 27,999 રૂપિયા છે. OnePlus Nord CE 5G બ્લુ વોયડ, ચારકોલ ઇન્ક અને સિલ્વર રે કલરમાં અમેઝન ઇન્ડિયા તેમજ વન પ્લસ ના ઓનલાઇન સ્ટોર પર મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong