શું આ 9 એપ તમારા ફોનમાં છે? તો તરત જ કરી દેજો ડિલિટ, નહિં તો બધું જ…

એન્ડ્રોઇડ એપ સાથે હંમેશા સિક્યુરિટી સંબંધી જોખમ રહે છે. જ્યારથી થર્ડ પાર્ટી લોગીનની સુવિધા મળી છે ત્યારથી આ જોખમ વધ્યું છે. સામાન્ય રીતે આપણે સમજ્યા વિચાર્યા વિના જ આપણા સોશ્યલ મીડિયા અકાઉન્ટ વડે ગમે તે એપમાં લોગીન કરી દઈએ છીએ પરંતુ આ એપ આપણો ડેટા ચોરી પણ શકે છે. ઘણી વખત સિક્યુરિટી એજન્સી આ વાતનો ખુલાસો કરે છે પરંતુ આપણને ખબર જ નથી હોતી. હવે 9 એવી એપ્સ વિશે એવું જણાવવામાં આવ્યું છે કે જે ફેસબુક એપ યૂઝર્સના પાસવર્ડ અને અકાઉન્ટ ડિટેલ ચોરી કરી શકે છે. Doctor Web નામના એક માલવેર એનાલીસ્ટે 10 એવી એપ વિશે જણાવ્યું જે ફેસબુકના ડેટા ચોરી રહી હતી. આ પૈકી 9 એપ હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જો કે તેને હટાવવાનું કામ ચાલુ છે. આ એપ આપણા માટે ખતરનાક છે અને જો તમારા ફોનમાં આ 9 એપ હોય તો તેને તરત ડીલીટ કરી દેવી જોઈએ. આ 9 એપ કઈ કઈ છે તે પણ જોઈએ.

PIP Photo

image source

PIP Photo એક ફોટો એડિટર એપ છે જેને Lillians એ ડેવલપ કરી છે. આ એપને 5,000000 થી વધુ એન્ડ્રોઇડ ડિવાઇસ પર ડાઉનલોડ કરવામાં આવી છે.

Processing Photo

image source

આ પણ એક ફોટો એડિટિંગ એપ છે અને આને પણ 5,000000 થી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપને hikumburahamilton એ ડેવલપ કરી છે.

Rubbish Cleaner

image source

આ એપને યુટીલિટી કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવી છે. આ એક મેમરી ક્લીનર એપ છે જેને 1,000000 વખત એન્ડ્રોઇડ ડિવાઇસ પર ડાઊનલોડ કરવામાં આવી છે. આ એપ SNT.rbcl એ ડેવલપ કરી છે.

Horoscope Daily

image source

આ રાશિફળ બતાવતી એપ પણ જોખમી છે. તેને 1,000000 થી પણ વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ HscopeDaily momo એ ડેવલપ કરી છે.

Inwell Fitness

image source

આ એક ફિટનેસ એપ છે. ગુગલ પ્લે સ્ટોર પર લાખોની સંખ્યામાં ફિટનેસ એપ ઉપલબ્ધ છે. આ એપને 5,000000 વખત ડાઉનલોડ કરવામાં આવી છે પરંતુ તેને પણ ફેસબુક અકાઉન્ટના પાસવર્ડ ચોરી કરતા પકડવામાં આવી છે.

App Lock Keep

image source

આ એપ લોકર એપ છે અને તેને 5000 થી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપને Sheralaw Rence એ ડેવલપ કરી છે.

Lockit Master

image source

આ એપને 5,000000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપને Enali mchicolo એ તૈયાર કરી છે.

Horoscope Pi

image source

આ પણ એક રાશિફળ બતાવતી એપ છે પરંતુ તેને હજુ માંડ 1000 વખત જ ડાઉનલોડ કરવામાં આવી છે. જો કે આ આપે પણ ખતરનાક છે અને તેને Talleyr Shauna એ તૈયાર કરી છે.

App Lock Manager

image source

આ એપ પણ લોકપ્રિય નથી પરંતુ સિક્યુરિટી માટે ખતરનાક જરૂર છે. આ એપને હજુ માંડ 10 લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપ Implummet col એ તૈયાર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong