આ ફેમસ અભિનેત્રીનો કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ખાસ રાખો તમે પણ તમારું ધ્યાન

ટોમ હેન્ક્સ બાદ આ દિગ્ગજ અભિનેત્રીનો કોરોના વાયરસનો રોપોર્ટ પોઝિટિવ આવ્યો, હાલ ઘરમાં થઇ કેદ.

image source

હોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ઓસ્કાર વિજેતા ટોમ હેન્ક્સ અને તેની પત્ની રીટા વિલ્સન પણ કોરોનાવાઈરસનો ભોગ બન્યા છે. યુનિવર્સલ મ્યુઝિકના અધ્યક્ષ અને સીઈઓ લ્યુસિયન ગ્રેંજને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટોમ હેન્ક્સ બાદ, વધુ એક હોલીવુડ સેલેબ્રીટી કોરોનાવાયરસનો શિકાર બની છે. ‘ક્વોન્ટમ ઓફ સોલેસ’ની અભિનેત્રી ઓલ્ગા કુરિલેન્કો પણ નોવેલ કોરોના વાયરસનો શિકાર બની છે. તેના રિપોર્ટમાં તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો ખુલાસો થયો હતો.

image source

ઓલ્ગા કુરિલેન્કો એક ખૂબ જાણીતી હોલીવુડ સેલિબ્રિટી છે. તે ક્વોન્ટમ ઓફ સોલેસ ફિલ્મમાં તેનો એભિનય ખુબજ વખાણાયો છે. હાલ તેને નોવેલ કોરોનાનો રોપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ઓલ્ગા કુરિલેન્કોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને પોતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની બીમારીની જાણ કરી હતી. તેણે કહ્યું કે લગભગ એક અઠવાડિયા સુધી બીમાર રહ્યા બાદ, તેણે તેની તપાસ કરાવી, જેમાં તેને વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ.

image source

આ પહેલા એક ડોકટરે પણ પોતાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યારે ટ્વીટર પર પોતે કોરોનાનો શિકાર બન્યો તેની ટ્વીટ કરી હતી. જે ખુબજ વાયરલ પણ થઈ હતી. તે ડોકટર સ્પેનના રહીશ ચેન હતા જેણે ટ્વીટ કરીને પોતાના કોરોના વાયરસના લક્ષણો જણાવ્યા હતા.

ઓલ્ગા હાલમાં આઇસોલેશનમાં છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની એક તસ્વીર શેર કરી છે, જેમાં તે બંધ બારીની સામે ઉભી છે. ઓલ્ગાએ લખ્યું, કોરોનાવાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી હું ઘરમાં બંધ છું. હું આખા અઠવાડિયાથી બીમાર છું. મને તાવ અને થાક છે. તમે બધા તમારી જાતનું ધ્યાન રાખો અને આને ગંભીરતાથી લેશો.

 

View this post on Instagram

 

A post shared by Olga Kurylenko (@olgakurylenkoofficial) on

અભિનેત્રીએ આગળ કહ્યું, ‘તાવ ઓછો કરવા માટે મને પેરાસીટામોલ લેવાનું કહ્યું છે જે હું લઈ રહી છું. તેના કરતા વધારે કરવાની જરૂર નથી. હું પહેલાની જેમ વિટામિન ગોળીઓ લઈ રહ્યો છું અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણ ખાઈ રહી છું.’ આ પોસ્ટ તેણે અંગ્રેજી ઉપરાંત રશિયનમાં લખી હતી. આ ખબર બાદ તેના ચાહકો તેના જલ્દી જ સારા થવાની કામના કરી રહયા છે.

image source

ઓલ્ગા ની જેમ જ પહેલા ડોકટરે પણ પાંચ દિવસ સુધી તેની ક્રિટિકલ કન્ડિશન ટ્વીટ દ્વારા જણાવી હતી. તેનો આશય એટલો હતો કે લોકોમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે. કોરોનાના લક્ષણો અને તેની શરીર પર થતી અસરની ટ્વીટ દ્વારા તે બધા સુધી પહોંચાડવા માંગતા હતા.

image source

40 વર્ષીય ઓલ્ગાએ ટોમ ક્રૂઝ સાથેની ફિલ્મ ‘ઓબિલિવિયન’ અને ફિલ્મ હિટમેનમાં મહત્વની ભૂમિકા ભજવી ચુકી છે. તેણે તાજેતરમાં ‘ધ બે ઓફ સાયલન્સ’નું કામ પૂર્ણ કર્યું છે. અભિનેત્રી સિવાય ઓલ્ગા નિર્માતા અને લેખક પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ