જીમમાં નહિં પણ કેટરીનાએ જીમ ટ્રેનર સાથે ધાબા પર કર્યુ વર્કઆઉટ, જોઇ લો વિડીયોમાં તમે પણ

ક્વોરેન્ટાઇન્ડ કેટરીના – કોરોના વાયરસના કારણે જીમ નહીં જતાં કેટરીનાએ બિલ્ડિંગના ધાબા પર કર્યું વર્કાઉટ – જુઓ વિડોય અને તમે પણ શીખો વર્કાઉટ

હાલ ભારતમાં સૌથી વધારે કોરોનાવાયરસના પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. જેમાંથી મુંબઈમાં પણ કેટલાક કેસ નોંધાયા છે તેને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે મહારાષ્ટ્ર સરકારે જીમ, મોલ્સ, થિયેટર, શાળાઓ તેમજ કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ લોકોને બને ત્યાં સુધી જરૂર વગર બહાર ફરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. અને તેના કારણે આખુંએ બોલીવૂડ ક્વોરેન્ટાઇન્ડ (આસોલેશન)ની સ્થિતિમાં આવી ગયું છે. જેમાંથી કેટરીના કૈફ પણ બાકાત નથી.

image source

પણ આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે કેટરીના કૈફ એક ફીટનેસ ફ્રીક છે. તે પોતાનો વ્યાયામ તો ક્યારેય ટાળી શકે તેમ નથી. માટે તેણે પોતાના વર્કાઉટ માટે એક ગજબ ઉપાય શોધી કાઢ્યો છે. તેણે પોતાની ટ્રેનર યાસ્મીન કરાચીવાલાને પોતાના ઘરે બોલાવીને પોતાની બિલ્ડીંગની છત પર વર્કાઉટની વ્યવસ્થા કરી છે. કેટરીનાએ તેનો વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.

image source

આ વિડિયોમાં કેટરીના વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરતી જોવા મળી છે, જેમાં તેણે સ્ક્વોટ તેમજ સાઇડ લેગ લિફ્ટ્સના ત્રણ સેટ્સ 20-20 રેપ્સ કર્યા હતા. આ ઉપરાંત તેણે રિવર્સ લંજીસ પણ કર્યા હતા જેના તેણે 20-20 રેપ્સના ત્રણ સેટ્સ કર્યા હતા. ત્યાર બાદ તેણે સીટઅપ્સ ના પણ 15-15 રેપ્સના 3 સેટ્સ કર્યા હતા. અને પુશપ્સના પણ 15-15 રેપ્સના ત્રણ સેટ્સ કર્યા હતા. ત્યાર બાદ તેણે પ્લેન્ક ટુ ‘T’ના તેણે 15-15 રેપ્સના 3 સેટ્સ કર્યા હતા.

અને છેલ્લે તેણે માઉન્ટ ક્લાઈમ્બર્સના પણ 4 રેપ્સનાના 3 સેટ્સ કર્યા હતા. અને છેલ્લે તેણે ટેમ્પો એક્સરસાઇઝના 15 રાઉન્ડના ત્રણ સેટ્સ કર્યા હતા.

કેટરીનાએ પોતાની વિડિયો શેર કરતાં લખ્યું હતું, ‘જીમ તો નથી જઈ શકતી માટે આ વર્કાઉટ તમારી સાથે શેર કરું છે જેને યાસ (યાસ્મીન) અને મેં ઘરે કર્યું છે. જો શક્ય હોય તો સેફ અને એક્ટિવન રહો.’ આ સાથે તેણે પોતાના વર્કાઉટની વિગેત માહિતી પણ પોતાના કેપ્શનમાં આપી છે.

image source

આ ઉપરાંત પણ કેટરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી હતી જમાં તેણી યાસ્મીન તેમજ પોતાની બહેન તેમજ પોતાની એક અન્ય ફ્રેન્ડ સાથે ધાબા પર મસ્તી કરતી જોવા મળી હતી. તેણીએ આ તસ્વીરો શેર કરતાં લખ્યું હતું. ‘આશા છે કે બધા સુરક્ષીત છે… મહેરબાની કરીને હેલ્થ પ્રોફેશ્નલ દ્વારા દર્શાવવામાં આવેલી બધી જ સાવચેતીઓને તમે અનુસરો… વ્યાયામ અને મેડીટેશન તમારા રોગપ્રતિકારક તંત્રને મદદ કરે છે… તમારા વાતાવરણને સ્વચ્છ રાખો અને ખુશ રહો.’

image source

આમ કેટરીનાએ લોકોને કોરોનાવાયરસથી બચાવવા માટે એક સ્પષ્ટ સંદેશ પણ પોતાના અંદાજમાં પાઠવ્યો હતો. કેટરીનાની ફિલ્મોની વાત કરીએ તો તેણી આ મહિનાના અંતે એટલે કે 24મી માર્ચે રિલિઝ થનારી રોહીત શેટ્ટી દિગ્દર્શીત અને અક્ષય કુમાર અભિનિત ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. પણ બીજી બાજું સમસ્યા એ પણ છે કે સમગ્ર દેશમાં કોરોનાવાયરસના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સિનેમાઘરો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. હવે આ ફિલ્મ રીલીઝ થશે કે નહીં તે વિષે કશું જ કહી શકાય તેમ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ