ઓફિસમાં બદલી જૂઓ આ પાંચ વસ્તુઓ, જરૂરથી થઈ અટકેલું પ્રમોશન…

તમારું નોકરીમાં પ્રમોશન અટકે છે? પ્રગતિ કરવા ઇચ્છો છો? તો આ રહ્યો સાવ સરળ ઉપાય… જરૂર અજમાવી જોજો… ઓફિસમાં બદલી જૂઓ આ પાંચ વસ્તુઓ, જરૂરથી થઈ અટકેલું પ્રમોશન…


આજે ફરિફાઈ અને પ્રગતિનો સમય છે જેમાં દરેક વ્યક્તિ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માંગે છે. દરેક વ્યક્તિ નોકરી અને પગારમાં વધારો થાય એવો ઇચ્છે છે. દરેક વ્યક્તિ આ માટે સખત મહેનત પણ કરતા હોય કરે છે. પરંતુ કેટલીક વાર મહેનત કર્યા પછી પણ આપણને ઇચ્છિત પ્રગતિ મળતી નથી. જો તમે પણ આ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો, તો તમારી મહેનતની સાથે નસીબમાં પણ કંઈક એવું શુભ ફળ પ્રાપ્ત કરવાની સંભાવના વધારવી જોઈએ જેથી તમારું નસીપ પણ તમને સાથ આપે.


ઓફિસમાં સકારાત્મક રહેવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ત્યાંથી તમારું આર્થિક જોડાણ હોય છે વ્યાવસાયિક વલણ રાખવું ખૂબ જ જરૂરી છે. તમારી પ્રગતિ પણ તેની સાથે જોડાયેલી છે. આ માટે તમારે કેટલીક સામાન્ય બાબતોઈ ખાસ કાળજી લેવાની જરૂર છે. તો ચાલો આજે અમે આપને જણાવીએ કે તમે કેવી રીતે કેટલાક સરળ ઉપાયોને અનુસરીને તમારી ઓફિસમાં ફેરફાર કરીને સકારાત્મક વાતાવરણ ઊભું કરી શકો છો અને સફળતાપૂર્વક પ્રમોશન મેળવી શકો છો.

ઓફિસમાં નાનું પૂજા સ્થળ


ઓફિસ કે દુકાનમાં જ્યાં તમે વ્યાવસાયિક વ્યવહારો કરો છો ત્યાં તમારે નાનકડું દેવાલય જરૂર રાખવું જોઈએ. ધ્યાન રહે આ પૂજા સ્થળ તમારી બેઠકની પાછળ ન હોવું જોઈએ. તેની આગળ કોઈની ખુરશી ન હોવી જોઈએ. કોઈની જ પીઠ ન દેખાવી જોઈએ મંદિરની પાછળ. પૂજા સ્થળ તરફ આપની કામ કરતી વખતે નજર પડવી જોઈએ જેથી સકારાત્મક તાકાત મળતી રહે.

તિજોરી કે ગલ્લો રાખવાની જગ્યા


તમારી ઓફિસ અથવા દુકાનમાં પૈસા રાખવાની જગ્યાને એવી રીતે રાખીને સ્થિતિ ઠીક કરવી જોઈએ કે જેથી તમારી આવકનો સ્ત્રોત અટકે નહીં અને સતત સકારાત્મક ઊર્જા આવતી જણાય. આ માટે એક વાતનું જરૂર ધ્યાન રાખવું, જ્યારે પૈસારા રાખવાનો ગલ્લો કે તિજોરીનો દરવાજો ખોલવામાં આવે, તો તમારો ચહેરો ઉત્તર દિશા તરફ હોવો જોઈએ. જો તમારી કોઈ દુકાન છે, તો પછી ધ્યાન રાખો કે ગ્રાહકનો બહાર નીકળો માર્ગ એક બાજુથી હોવો જોઈએ, તિજોરી મધ્યમાં હોવી જોઈએ નહીં.

તમારી બેઠકનું સ્થાન કેવું હોવું જોઈએ જાણો…


ઓફિસ અથવા દુકાનમાં તમારું બેઠકનું સ્થળ ખૂબ વિશિષ્ટ હોવું જોઈએ. અહીં બેસતી વખતે જો તમારું મોં પૂર્વ અથવા ઉત્તર તરફ હોય તો તે ખૂબ સારું છે. પરંતુ જો શક્ય હોય તો તેને પશ્ચિમ તરફ ફેરવી શકાય છે તો તે ઉત્તમ સ્થિતિ રહેશે. ભલે એવું શક્ય ન પણ બને તો, તમારી ખુરશીને એવી રીતે ન રાખો કે કામ કરતી વખતે મોં દક્ષિણ દિશા તરફ હોય.

તમારી ઓફિસનું ટેબલ ખુરશી કેવું હોવું જોઈએ…


તમારું કાર્ય કરવાનું ટેબલ લોકો સામેથી તમને મળવા આવે અને સરળતાથી સામે બેસે એ રીતનું હોવું જોઈએ. ટેબલ એ રીતે ગોઠવાયેલ હોય કે સામે ખુરસીઓ પાછળથી બ્લોક ન થવી જોઈએ. વધુમાં ખુરશીઓ ઘણી માત્રામાં પણ ન હોવી જોઈએ. અંતે તમારું ટેબલ એ રીતે રાખવું જોઈએ કે મધ્યનો ભાગ ખુલ્લો રાખવામાં આવે. જેથી લોકોને આવવા જવામાં સરળતા રહે. તમારા ટેબલ પર બિનજરૂરી વસ્તુઓ ન રાખો. જેનું કામ હોય તેટલી જ વસ્તુઓ રાખવી જોઈએ. વધારાની ફાઈલો, કાગળિયા અને ચીજ વસ્તુઓ તમને નકારાત્મક ઊર્જાની અનુભૂતિ કરાવશે.


આવા નાનાનાના બદલાવ કરીને તમે તમારું કામ થોડું ઘણું સુઆયોજિત કરીને અને સુવ્યવસ્થિત રીતે કરશો તો તમારું કાર્ય વધુને વધુ સારીરીતે કરી શકશો અને જરૂર સફળતા મેળવી શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ