જાણો લોટમાં ઓટ્સ પાવડર મિક્સ કરીને બનતી રોટલી ખાવાના ફાયદા

આજના સમયમાં મોટાભાગના લોકોને એક જગ્યાએ બેસવાની ટેવ હોય છે. જેમાં તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં અસમર્થ રહે છે, જેના કારણે તેમનું શરીર અનેક પ્રકારના રોગોનું ઘર બને છે. જેમાં પેટમાં ગેસની સમસ્યા સૌથી પહેલા આવે છે. તેમજ આજે મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પરેશાન છે આ સમસ્યાનું જો યોગ્ય સમયે નિરાકરણ ન આવે તો કબજિયાત થઈ શકે છે. જે ધીરે ધીરે વધતું જાય છે. તો આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રોટલી બનાવતી વખતે લોટમાં મિક્સ કરવાથી ગેસ અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે.

તે ચીજ શું છે ?

image source

અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ તે છે ઓટ્સ પાવડર. તમને આ ઓટ્સ પાવડર સરળતાથી બજારમાં મળશે. લોટમાં આ પાવડર ઉમેરીને રોટલી બનાવવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

ઓટ્સ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

image source

તેનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી નથી. ફક્ત એક કિલો લોટમાં 200 ગ્રામ ઓટ્સ પાવડર ઉમેરો. ત્યારબાદ આ લોટની રોટલી બનાવીને ખાઈ લો. તે ફાયદાકારક રહેશે સાથે જ તેનો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ હોય છે.

ઓટ્સ પાવડર ના ફાયદા

image source

ઓટ્સમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. જે લોટમાં ઉમેરીને રોટલીને વધારે પોષક બનાવે છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને સુધારે છે. જે પાચનશક્તિ ધીરે ધીરે યોગ્ય કરે છે. જેથી ગેસ અને કબજિયાતની સમસ્યા થતી નથી.

આ સિવાય પણ લોટમાં ઓટ્સનો પાવડર મિક્સ કરીને બનાવેલી રોટલી ખાવાથી થતા અન્ય ફાયદાઓ જાણો.

1. આ રોટલીમાં ઓછી કેલરી હોવાને કારણે આ રોટલી ખાવાથી તમારો વજન સરળતાથી ઘટે છે અને તેમાં પ્રોટીન ભરપૂર હોવાના કરીને તમને નબળાઈની સમસ્યા થતી નથી.

image source

2. આ રીતથી બનેલી રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે કારણ કે તે તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે.

image source

3. ઉત્તમ એન્ટી-ઓકિસડન્ટથી ભરપૂર આ રોટલીમાં વિટામિન બી 1 હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડનારા ફ્રી રેડિકલ સામે લડે છે.

4. આ રોટલીના લોટમાં માત્ર 1 ચમચી તેલનો ઉપયોગ કરો. જેથી રોટલી નરમ રહે, જેથી કોઈપણ ઉંમરની વ્યક્તિ આ રોટલી ખાઈ શકે.

image source

5. ઓટ્સ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે હૃદયના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ