ભૂલથી પણ ના વિચારતા આ હાઇ-વે પર જવાનું, નહિં તો પરિવાર થઇ જશે ખેદાન-મેદાન

મિત્રો, સમગ્ર વિશ્વમા એવા અનેકવિધ આશ્ચર્યજનક સ્થળો છે કે, જેના વિશે મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો. તેમાના અમુક સ્થળો એટલા જોખમી છે કે જે અહી આવે છે તેના જીવ પર અનેકવિધ પ્રકારના સંકટ રહે છે. આજે આ લેખમા અમે તમને એક એવા હાઇ-વે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને વિશ્વનો છેલ્લો હાઇ-વે માનવામા આવે છે.

IMAGE SOURCE

અમે આજે આ લેખમા ઉત્તર ધ્રુવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે પૃથ્વીનો સૌથી દૂરનો ઉત્તરીય બિંદુ છે. આ તે બિંદુ છે જ્યા પૃથ્વીની અક્ષો ફરતી રહેતી હોય છે. આ બિંદુને નોર્વેનો અંત પણ કહેવામા આવે છે. તો ચાલો આજે આ લેખમા આ અંગે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

image source

આ બિંદુ પાસેથી જે પણ માર્ગ પસાર થાય છે તે માર્ગને વિશ્વનો સૌથી છેલ્લો રસ્તો માનવામા આવે છે. આ રસ્તાનુ નામ ઇ-૬૯ હાઇ-વે છે. આ બિંદુ એ પૃથ્વીની ધરા અને નોર્વેને એકસાથે જોડે છે. આ તે રસ્તો છે જ્યાથી આગળ કોઈપણ રસ્તો નથી. આ રસ્તાના અંતમા તમને ખાલી બરફ જ જોવા મળશે.

image source

આ હાઈ-વે એક એવો હાઇ-વે છે કે, જે લગભગ ૧૪ કિલોમીટર લાંબો છે. આ હાઇ-વે પર ઘણી એવી જગ્યાઓ છે કે જ્યા કોઈપણ વ્યક્તિને એકલા ચાલવા કે વાહન ચલાવવાની મનાઈ કરવામા આવી છે. હવે આવુ શા માટે કરવામા આવ્યુ છે? અને એવુ તો શું છે ત્યાં કે આવો પ્રતિબંધ મુકવામા આવ્યો છે? ચાલો જાણીએ.

અહી જવા માટે એકસાથે લોકોનુ ટોળુ હોય તો જ તમે અહીથી સરળતાથી પસાર થઈ શકો છો. આની પાછળનુ મુખ્ય કારણ એ છે કે, અહી ચારેય તરફ પડેલા બરફની ચાદરને કારણે હંમેશા આ જગ્યાએ ખોવાઈ જવાનો ભય રહે છે. ઉત્તર ધ્રુવની નજીક હોવાથી શિયાળામા ના તો રાતનો અંત આવે છે કે ના તો ગરમીની મૌસમમા સુરજ ડૂબે છે.

image source

કેટલીકવાર તો સૂર્ય અહી લગભગ છ-છ માસ સુધી દેખાતો જ નથી અને તેના કારણે જ ઘણીવાર અહીનુ તાપમાન શિયાળાની ઋતુમા માઇનસ ૪૩ ડિગ્રીથી માઈનસ ૨૬ ડિગ્રી સુધી ચાલ્યુ જાય છે અને ઉનાળાની ઋતુમા અહી સરેરાશ તાપમાન બિંદુ શૂન્ય ડિગ્રીની આસપાસ ચાલ્યુ જાય છે.

image source

આમ, આ જગ્યાના વાતવરણમા અસંતુલિતતા હોવાના કારણે અહી એકલા જવુ એ આપણા જીવ માટે જોખમકારક સાબિત થઇ શકે છે અને એટલા માટે જ અહી કોઈપણ વ્યક્તિને એકલા જવા માટે મનાઈ ફરમાવવામા આવી છે અને પ્રતિબંધ પણ લગાવવામા આવ્યો છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ