New Coronavirus Strain: કોરોનાનું આ નવું સ્વરૂપ છે જબરજસ્ત જોખમી, જાણો ગુજરાતીઓએ કેમ સાવચેત રહેવાની જરૂર છે

કોરોના મહામારીના યુદ્ધમાં સમગ્ર વિશ્વ સપડાયેલું છે અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવનારા સમયમાં કોરોના વાઇસરની વેક્સિન આવવાની રાહ જોવાઇ રહી છે ત્યારે જે બ્રિટનમાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે. હાલમાં કોરોનાનું આ સ્વરૂપને જોતા તે પહેલાં કરતા ૭૦ ટકા વધુ ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાવે છે. સામાન્ય રીતે કોરોના વાઇરસમાં કોર પ્રોટીન, ન્યુ ક્લીયર પ્રોટીન, મેમેરનન્સ પ્રોટીન અને સ્પાઇક પ્રોટીન એમ ચાર પ્રકારના પ્રોટીન જોવા મળે છે.

image source

આ નવા ઇટાલીમાં થયેલા વાઇરસમાં સ્પાઇક ઉપર મ્યુટેશન જોવા મળે છે જેના લીધે આ વાઇરસ વધારે ઘાતક બની રહ્યો છે. વિશ્વની દરેક વ્યકિતએ કોરોના વેક્સિન મળે તે પહેલાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેનિટાઇઝ કરીને પોતાના અને બીજા વ્યકિતને મદદરૂપ બનવાની જરૂર છે. દેશમાં લેટેસ્ટ આંકડા પર નજર ફેરવીએ તો કોરોના કાબૂમાં થતો જોવા મળી રહ્યો છે પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના હાહાકારથી ભારત સહિત આખી દુનિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ નવા વાયરસથી સંક્રમણ ખુબ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ આ નવા પ્રકારના કોરોનાની ઓળખ કર્યા બાદથી આખી દુનિયામાં ડરનો માહોલ છે. કહેવાય છે કે વાયરસનો નવો પ્રકાર પહેલા કરતા વધુ ખતરનાક લાગી રહ્યો છે અને તે આનુવાંશિક રીતે બિલકુલ અલગ છે.

દેશમાં કોરોનાના નવા 23,950 દર્દી

image source

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,950 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 2,89,240 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 96,63,382 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના કુલ કેસનો આંકડો હવે 1,00,99,066 પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં કોરોનાએ 333 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,46,444 પર પહોંચ્યો છે. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 16,42,68,721 ટેસ્ટ થયા છે. જેમાંથી 10,98,164 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરાયું.

કોરોનાના નવા પ્રકારથી હડકંપ મચ્યો

બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારે ભારત સહિત સમગ્ર દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. આ નવો વાયરસ ડિસેમ્બર 2020માં યુકેમાં મળી આવ્યો જેને વૈજ્ઞાનિકોએ VUI-202012/01 નામ આપ્યું છે. તેને પહેલું ‘વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશન’ કહેવામાં આવી રહ્યું છે. જેમ કે વેરિએન્ટ અંગે વધુમાં વધુ માહિતી માટે વૈજ્ઞાનિકો એ પણ સંશોધન કરી રહ્યા છે કે શું આ મ્યુટેશન ખતરનાક છે.

image source

રિપોર્ટ્સ મુજબ Sars-Cov-2 નું નવું વેરિએન્ટ જૂના વેરિએન્ટની સરખામણીમાં 70 ટકા વધુ ટ્રાન્સમિટ થઈ શકે છે. પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો એવા છે જેના જવાબ જાણવા તમારા માટે જરૂરી છે. આ નવો પ્રકાર બ્રિટનમાં ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
આવો જાણીએ આ નવા પ્રકારના વાયરસ વિશે…

– વાયરસનું રૂપ બદલવું કે મ્યુટેશન તેની પ્રવૃત્તિ હોય છે. જ્યારે પણ વાયરસ પોતાના હોસ્ટની અંદર પ્રવેશ કરે છે ત્યારે ઝડપથી પોતાનું સ્વરૂપ બદલે છે. જો તે રૂપ બદલવામાં નબળો પડે તો તેના સેલ્સ મરી જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક જ્યારે હોસ્ટના સેલ્સ નબળા હોય છે ત્યારે તે વાયરસ મજબૂત બની જાય છે અને સંક્રમક બની જાય છે.

image source

– કોરોના વાયરસ SARS-CoV-2 દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. પરંતુ આ નવો વાયરસ જે યુકેમાં મળી આવ્યો તે મ્યુટેટ જલદી જલદી થઈ રહ્યો છે અને તેના કારણે તે હોસ્ટને જલદી પોતાનો શિકાર બનાવી શકે છે. ઝડપથી ફેલાવવાના કારણે તે ‘સુપર સ્પ્રેડર’ પણ કહેવાઈ રહ્યો છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યાં મુજબ કોવિડ-19નું આ નવું સ્વરૂપ દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં શરૂ થયું છે. આ સ્વરૂપ ડિસેમ્બરમાં રિસર્ચર્સની સામે આવ્યું જ્યારે તેણે દક્ષિણી ઈંગ્લેન્ડના કેટલાક ભાગોમાં વધુ વખત પોતાનું સ્વરૂપ બદલવાનું શરૂ કર્યું.

image source

– આ નવા વાયરસના જીનોમનો અભ્યાસ કરનારા રિસર્ચર્સે જોયું કે આ વાયરસે 23 વાર મ્યુટેટ કર્યું છે. મ્યુટેશનના કારણે આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ જ કારણે તે કેટલો જોખમી હોઈ શકે છે તેના પર રિસર્ચ ચાલુ છે. બની શકે કે આ વાયરસનો આ પ્રકાર જોખમી હોઈ શકે અથવા તો ઓછો પ્રભાવ પણ હોઈ શકે.

– નવા વેરિએન્ટમાં સ્પાઈકપ્રોટીન પર આઠ મ્યુટેશન મળી આવ્યા છે. ઈંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક વાયરસ વિશેષજ્ઞ ડો. રવિ ગુપ્તાએ કહ્યું કે મોડલિંગના અભ્યાસથી ખબર પડે છે કે તે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી થનારા વેરિએન્ટની સરખામણીમાં બમણો સંક્રામક હોઈ શકે છે.

આ વાયરસ હજુ સુધી ભારતમાં મળ્યો નથી. પરંતુ જે પ્રકારે ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનાથી આપણે પણ સાવચેત રહેવાની જરૂર છે. આ જ પ્રકારે કોરોના અગાઉ આખી દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ગયો હતો.

image source

– આમ તો ફાઈઝર અને મોર્ડના રસીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને રસીકરણની શરૂઆત પણ થઈ ગઈ છે. આ બંને રસી ઉપરાંત અનેક અન્ય રસીઓ ઉપર પણ કામ ચાલુ છે. આ રસી નવા કોરોનાના પ્રકાર સામે લડવામાં સહાયક રહી શકે છે. પણ શરત એ છે કે તેના મ્યુટેશનની યોગ્ય માહિતી મળે અને તેના પર આ રસી કારગર સાબિત થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ