ગુજરાતી સ્ટાઇલમાં ભરેલા રીંગણ બટાકા અને ડુંગળીનું શાક બનાવવાની એકદમ સરળ રીત

આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ ગુજરાતી સ્ટાઇલમાં રીંગણ બટાકા અને ડુંગળીનું શાક” જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે. સ્ખાવાદ એટલો બેમિસાલ આવશે કે ખાધા પછી પણ દાઢે જ વળગી જશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી????


સામગ્રી (પરફેક્ટ માપ માટે એકવાર વિડિઓ જરૂર જુઓ.)

  • નાના રીંગણ
  • નાના બટાકા
  • નાની ડુંગળી
  • ચણાનો લોટ
  • શેકેલા સિંગદાણાનો ભૂકો
  • ગરમ મસાલો
  • તલ
  • મીઠુ
  • ગોળ
  • આમચૂર પાવડર
  • સૂકા કોપરાનું છીણ
  • કોથમીર
  • રેગ્યુલર મસાલા

રીત

1-સૌથી પહેલાં વેજીટેબલ તૈયાર કરીશું. રીંગણના ડીટીયા કાઢી લઈશું. રીંગણ ને આપણે વચ્ચેથી કટ કરીશું. અને નીચેથી પણ તેની ક્રોસમાં કટ કરીશું. હવે ડુંગળી ને છોલી લઈએ. તેને પણ વચ્ચેથી થોડું કટ કરી લઈશું. હવે તેનું ઓપોઝિટ નીચેથી કટ કરીશું.

2- હવે બટાકાને પહેલા છોલી લઈશું. તેને પણ કટ કરી લઈશું. તેને પણ નીચેથી ઓપોઝીટ સાઇડ કટ કરી રહી છે. તે પ્રમાણે બધા વેજીટેબલ કટ કરી લઈશું.

3- હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. સૌથી પહેલા ચણાના લોટને શેકી લઈશું. એક પેનમાં બે મોટી ચમચી ચણાનો લોટ લઈશું. તેને ધીમા તાપે શેકી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે હલકો શેકાય ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું.

4-હજુ પેન ગરમ છે એટલે તેને થોડી વાર શેકી લઈશું. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં બે મોટી ચમચી સીંગદાણાનો ભૂકો એડ કરીશું. અડધી ચમચી હળદર નાખી શું. અને બે મોટી ચમચી લાલ મરચું પાવડર નાખી શું. આ વધારે તિખુ હોય તો જ સારું લાગે એટલે બધા મસાલા આગળ પડતા કરીશું.

5- હવે બે મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખી શું. થોડી હિંગ નાખી શું. ૧ ચમચી ગરમ મસાલો નાખી શું. મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. ખટાસ માટે અડધી ચમચી આમચૂર પાવડર નાખી શું. તલ ૧ ચમચી નાખીશું. અને સૂકા કોપરાનું છીણ 2 ચમચી નાખીશું. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક ચમચી ગોળ નાખી શું.

6- હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખીશું. અને બધું સરસ મિક્સ કરી લઈશું. ગોળને સરસ હાથથી મિક્સ કરી લઈશું. જો તમને ડ્રાય લાગે તો થોડુ તેલ એડ કરી શકો છો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બરાબર મિક્સ થઈ ગયું છે.

7- હવે વેજીટેબલ ને આનાથી સ્ટફ કરીશું. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે એક બટાકો લઈ જ્યાં આપણે કટ કર્યું હતું ત્યાં મસાલો ભરી લઈશું. તેને દબાવીને ભરી લેવાનું છે. હવે બીજી સાઈડ ભરીશું. હવે આપણે રીંગણ લઈશું તેને પણ તેવી જ રીતે ભરી લઈશું. થોડું પ્રેસ કરતા જવાનું એટલે વધારે મસાલો ભરાય.

8- હવે આપણે ડુંગળી લઈશું. તેમાં પણ તેવી જ રીતે મસાલો ભરી લેવાનો છે. હવે આ જ રીતે બધા વેજીટેબલ સ્ટફિંગ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધા વેજીટેબલ ભરાઈ ગયા છે. બધું વેજીટેબલ ભર્યા પછી થોડો મસાલા બાકી રહેવો જોઈએ. એટલે મસાલો વધારે બનાવવાનો. કેમકે તેને ઉપરથી ભભરાવી શું.

9- આને તમે તેલમાં પણ બનાવી શકો છો પણ બટાકાને ચડતા બહુ વાર લાગે છે. બટાકાને સ્ટીમ કરીશું. તેના માટે પહેલા પાણી લઈ લઈશું. તેના પર કાણાંવાળી ડીશ મુકીશું. હવે તેની પર બટાકા ને મૂકી દઈશું. હવે ઢાંકણું ઢાંકીને સ્ટીમ થવા દઈશું. બટાકા ને ચપ્પુ મારીને ચેક કરી લેવા ને ચડી ગયું છે કે નહીં. તો તેને 5થી 7 મિનિટ સ્ટીમ કરી લેવાનું છે.

10- હવે આપણે ચેક કરી લઈએ. ચપ્પુ ઈઝીલી જાય છે એટલે બટાકુ બફાઈ ગયું છે. હવે પેનમાં બે મોટી ચમચી તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી રાય નાખીશું. રાઈ તતડે એટલે તેમાં એક ચમચી જીરું નાખી શું.અને થોડી હિંગ નાખીશું. હવે જે બટાકા સ્ટીમ કર્યા હતા તે એડ કરીશું. સૌથી પહેલા નીચે બટાકા મુકીશું. તેની ઉપર રીંગણ ગોઠવી શું. થોડા રીંગણ સોફ્ટ થાય પછી ડુંગળી ગોઠવી શું. હવે એ ઢાંકણ ઢાંકીને કુક થવા દઈશું.

11-હવે ખોલીને હલકા હાથે હલાવી લઈશું. અને પાછું બંધ કરી દેવાનું છે. કારણ કે ડુંગળી તો બહુ જલદી ચડી જશે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે રીંગણ નો કલર બદલાય ગયો છે. હજુ ચડયા નથી પણ તેનો કલર ઘણો બદલાઈ ગયો છે. હવે આ સ્ટેજ પર ડુંગળી એડ કરીશું. ડુંગળી ઉપર જ રાખવાની છે. અને ગેસ ધીમો હોવો જોઈએ. પાછું તેને ઢાંકીને ધીમા તાપે કુક થવા દઈશું.

12-હવે એકવાર ખોલીને જોઈશું. તેને હલકા હાથે હલાવી લઈશું. હજુ ડુંગળી અને રીંગણ ને કુક થવા નું બાકી છે.હવે આપણે આપણું ખોલીને ચેક કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચપ્પુ રીંગણમાં સરળ રીતે જાય છે અને રીંગણ ચડી ગયું છે. હવે ડુંગળી ચેક કરી લઈએ. ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. હવે બધું ચડી ગયું છે. જે કોરો મસાલો હતો ઉપર ભભરાવી લઈશું.

13- આપણે લોટ શેકીને જ નાખ્યો છે એટલે તેને બહુ કુક થવા દેવાની જરૂર નથી.થોડું કુક થાય એટલી વાર રાખવાનું છે. હવે તેને બે મિનિટ માટે ઢાંકીને મૂકી રાખી શું. હવે તેને થોડું હલાવી લઈશું.

14- હવે આપણે લીલા ધાણા એડ કરીશું. થોડા અત્યારે કર્યા છે અને થોડા ગાર્નીશિંગ વખતે કરીશું. હવે તેને હલાવી લેવાનું છે. હવે તેને ઢાંકી દઈશું.

15-હવે આપણે એક ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેને સર્વે કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઓઈલી ઓઈલી નથી. લીલા ધાણાથી ગાર્નિશ કરી શું. તૈયાર છે ગરમા ગરમ ભરેલા રીંગણા બટાકા અને ડુંગળી નું શાક. તમે આ રેસિપી થી ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.