અમદાવાદમાં 38 કિમી પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવન સાથે વરસાદ, લોકોને ઘરમાં રહેવા અપીલ,હાઈવે પર વિઝિબિલિટી ઘટી

તાઉ – તે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી ચૂક્યું છે ત્યારે હવે તેી ગતિ પહેલાથી નબળી પડી છે. આગામી 3 કલાકમાં તે અમદાવાદને અસર કરી શકે છે. સીએમ રૂપાણીએ કહ્યું કે હાલમાં વાવાઝોડું નબળું પડ્યું છે અને રાજ્યમાં તમામ વ્યવસ્થા કરાઈ છે. હાલમાં 7 કિમી / કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તાઉ -તેની અસર અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વધારે થઈ સકે છે. ફૂંકાતા પવનની વાત કરીએ તો તેની ગતિ 40-45 કિમી /કલાકની રહી શકે છે.

સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશેઃ મુખ્યમંત્રી

તાઉ- તે વાવાઝોડાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, અત્યારે વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે છે. સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશે. જેમાં 150 કિ.મી. ની ઝડપે પવન રહેશે. આખી પ્રક્રિયા ચાર કલાક ચાલે છે. ચાર જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વધુ અસર થશે. આ જગ્યાના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

આગામી 3 કલાકમાં ઘટી શકે છે વાવાઝોડાની તીવ્રતા

image source

તાઉ-તે વાવાઝોડુ દક્ષિણથી ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તાઉ- તે વાવાઝોડું અમદાવાદથી 190 કિલોમીટર જેટલું દૂર હોવાનું અનુમાન છે. આ સાથે તેની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાકની છે. તે સુરેન્દ્રનગરથી દક્ષિણ પૂર્વમાં 125 કિમી દૂર હોવાનું અનુમાન છે. અનુમાન છે કે બપોર સુધીમાં વાવાઝોડું અમદાવાદ પહોંચશે અને સાથે પવનની ગતિ ધીમી છે. ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે ખતરો વધી રહ્યો છે. અંકલેશ્વર, વાલિયા, નેત્રંગમાં કેળ, પપૈયા, કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

image source

અમદાવાદમાં બપોર બાદ વાવાઝોડાની અસર જોવા મળશે એમ જણાવાયું છે. વાવાઝોડાને લઈ AMC તંત્ર સજ્જ થયું છે. સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઓછું કરાયું છે અને સાથે જ વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. અહીં 20 અને 23 નંબરના દરવાજા ખોલી દેવાયા છે. લેવલ 133 માંથી 130 ફૂટ કરવાની સૂચના અપાઈ છે. સીએમ રૂપાણીએ કહ્યું કે વાવાઝોડું નબળું પડી રહ્યું છે. 100 કિમીની ઝડપે આગળ વધતું વાવાઝોડું ગુજરાતને ઘમરોળતું હોવા છતાં જાન માલની હાનિના સમાચાર મળ્યા નથી.

ભારે પવન સાથે વરસાદ થયો શરૂ

image source

વાવાઝોડું ગુજરાતમાં અસર દેકાડી રહ્યું છે. ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે,અહીં 200થી વધારે ઝાડ પડી ચૂક્યા છે. જેના કારણે સડક વ્યવહાર પણ ખોરવાયો છે.

રાજુલામાં પણ 200 ઝાડ જમીનદોસ્ત થયા

image source

વાવાઝોડુ તાઉ – તે જે જગ્યાએથી પસાર થઈ રહ્યું છે ત્યાં વિનાશ દેખાડી રહ્યું છે. અહીં 200 ઝાડ પડી જવાના કારણે અનેક માર્ગો બંધ થયા છે. પવનની ગતિમાં સતત ઘટાડો થતાં હાલમાં 100 કિમી/ કલાકની ઝડપે તે આગળ વધી રહ્યું છે.

રાજકોટમાં પણ તાઉ-તેએ સર્જી તારાજી

image source

અહીં વરસાદ થઈ રહ્યો છે અને સાથે અનેક ઝાડ પણ જમીન દોસ્ત થયા છે. કલેક્ટરે અહીં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે અહીં અનેક લોકો સંપર્ક વિહોણા થયા છે. વાવાઝોડાના સંભવિત અસરના વિસ્તારમાં રહેતા સમગ્ર જિલ્લાના કુલ 12,450 જેટલા લોકોનું શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારના પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!