ઇશા અંબાણીના લગ્નમાં શ્લોકા અને ઐશ્વર્યાએ પીરસ્યુ હતુ જમવાનું, એક વર્ષ પછી ખોલી ગઇ પોલ અને વિડીયો થયો વાયરલ

ઇશા અંબાણીના લગ્નમાં જ્યારે શ્લોકા અને ઐશ્વર્યાએ મહેમાનોને જમણ પીરસ્યું હતું, જુઓ ક્યારેય નહીં જોયેલી વિડિયો.

ઐશ્વર્યા રાય બચ્ચનના અંબાણી કુટુંબ સાથે ખુબ જ સારા સંબંધ છે. તેણી એક ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે, એક ઇન્ટરનેશનલ સ્ટાર છે અને બોલીવૂડના પ્રથમ કુટુંબ કહેવાય તેવા અમિતાભ બચ્ચનની વહુ છે.

તેમ છતાં તેણે પોતાની બધી જ સિદ્ધિઓ અને ખાસ તો તેના સ્ટારડમને બાજુ પર મુકીને ઇશા અંબાણીના લગ્નમાં આવેલા મહેમાનોને ઘરના એક સભ્યની જેમ જ પોતાના હાથે જ જમણ પીરસ્યું હતું તે વખતની તસ્વીરો તેમજ વિડિયો આજકાલ ખુબ વાયરલ થઈ રહી છે.

આ વિડિયોમાં ઐશ્વર્યા રાય બચ્ચન નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા અંબાણી સાથે ઇશા અંબાણીના સાસરિયાઓને પિરસવા માટે જમવાનું લેતી જોવા મળી રહી છે. ઐશ્વર્યાની સાથે સાથે તેની દીકરી આરાધ્યા પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

શ્લોકાના હાથમાં મીઠાઈથી ભરેલી પ્લેટ છે અને તેમાંથી એક-એક મીઠાઈ લઈને ઐશ્વર્યા મહેમાનોની થાળીમાં પીરસી રહી છે. ઐશ્વર્યાએ સુંદર લાલ સાડી પહેરી છે. તેણી આ તસ્વીરમાં એક ટ્રેડીશનલ ભારતીય નારી લાગી રહી છે.

જ્યારે શ્લોકાએ મરુન રંગના ચણિયાચોળી પહેર્યા છે અને સાથે તેની ફેવરીટ ડાયમન્ડ જ્યુલની પહેરી છે. જ્યારે ઐશ્વર્યાની દીકરી પણ ચણિયાચોળીમાં ખુબ જ ક્યુટ લાગી રહી છે.

image source

તમે જોઈ શકો છો તેમ મહેમાનોને મોટી ચાંદીની થાળીમાં પિરસવામાં આવી રહ્યું છે. અને કેમ ન હોય આખરે એશિયાના ધનાડ્ય વ્યક્તિની દીકરીના લગ્ન છે તો કોઈ કચાસ બાકી તો રાખી જ ન હોય!

આ લગ્નમાં માત્ર ઐશ્વર્યા રાયે જ મહેમાનોને જમણ નહોતું પીરસ્યું પણ તેની સાથે સાથે તેણીના સસરા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ મહેમાનોને ભોજન પીરસ્યું હતું.

image source

તેમણે પણ ટ્રેડીશનલ ઇન્ડિયન શેરવાની પહેરી હતી. અને લોકોને ખુબ જ ભાવથી જમાડ્યા હતા. તો વળી બોલીવૂડનો મિસ્ટર પર્ફેક્શનીસ્ટ આમિરખાન પણ શા માટે પાછળ રહી જાય.

તેણે પણ મહેમાનોને જમવાનું પીરસ્યું હતું. તેણે વ્હાઇટ કુર્તો પહેર્યો હતો જેમાં તે અત્યંત એલિગન્ટ લાગી રહ્યો હતો.

આ વિડિયો જ્યારે વાયરલ થયા હતા તે સમયે નેટીઝન્સે તેમની ઘણી બધી ટીકાઓ કરી હતી કે એશિયાના સૌધી ધનવાન કુટુંબ એવા અંબાણીના લગ્નમાં બોલીવૂડની દીગ્ગજ હસ્તીઓએ વેટરનું કામ કર્યું હતું.

તે વખતે ઐશ્વર્યાના પતિ અને બોલીવૂડ સ્ટાર અભિષેક બચ્ચને લોકોના મોઢા એવું કહીને બંધ કરી દીધા હતા, ‘આ એક ભારતીય પરંપરા છે જેમાં વધુનું કુટંબ વરના કુટુંબને ભોજન પીરસે છે. તેમાં કશું જ ખોટું નથી.’

તમને જણાવી દઈએ કે ગયા વર્ષના ડીસેમ્બર મહિનામાં ઇશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થયા હતા. તેમના લગ્નમાં દેશની દીગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી.

image source

અને પિતા મુકેશ અંબાણીએ દીકરીના લગ્નમાં બેયોન્સે જેવી વિશ્વ વિખ્યાત પોપસિંગરની પ્રાઇવેટ કોન્સર્ટ પણ કરાવીને લગ્નમાં ચારચાંદ લગાવી દીધા હતા.

બેયોન્સેની પ્રાઇવેટ કોન્સર્ટના કારણે ઇશા અંબાણીના લગ્નની ચર્ચા સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી.

આ ઉપરાંત પણ સંગીત સેરેમનીમાં બોલીવૂડના મોટા-મોટા સ્ટાર્સ, સલમનખાન, શાહરુખ ખાન વિગેરેએ અંબાણીના નાના દીકરા અનંદ અંબાણીના પર્ફોમન્સમાં તો બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ ઠુમકા લગાવ્યા હતા.

તેની સાથે સાથે જ ગૌરી-શાહરુખે પણ સ્પેશિયલ પર્ફોમન્સ આપ્યું હતું. અને છેવટે બધા સ્ટાર્સે સ્ટેજ પર એક સાથે ડાન્સ કરીને ઇશાના સંગીતમાં ચારચાંદ લગાવી દીધા હતા.

એમ પણ અંબાણી કુટુંબમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે બોલીવૂડની હાજરી ઉડીને આંખે વળગે તેવી હોય છે. અને જાણે કોઈ ફેમિલિ ફંક્શન નહીં પણ કોઈ અવોર્ડ ફંક્શન હોય તેવું લાગે છે.

image source

અંબાણી કુટુંબના કોઈ પણ પ્રસંગમાં બોલીવૂડ સ્ટાર્સની હાજરી એટલી બધી હોય છે કે તેટલા સ્ટાર્સ તો હવે કોઈ અવોર્ડ ફંક્શનમાં પણ ભાગ્યે જ એક સાથે જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ