ઐશ્વર્યાની દીકરી આરાધ્યાએ પહેલી વાર પહેરી સાડી, મોમને પણ ટક્કર મારે તેવી લાગી એકદમ સ્માર્ટ:VIDEO

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં સ્ટાર કીડ્સ જોવા મળ્યા અનેરા અંદાજમાં, ઐશ્વર્યાની લાડકીને સ્કૂલના એન્યુઅલ ફંક્સન માટે પહેલીવાર સાડી પહેરાવવામાં આવી જુઓ તસ્વીરો

2019નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે તેની સાથે સાથે જ વિવિધ એન્યુઅલ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે.

ગઈકાલે મુંબઈમાં આવેલી નીતા અંબાણી સંચાલીત ધીરુભાઈ અંબાણી ઇન્ન્ટરનેશનલ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન આયોજિત કરવામા આવ્યું હતું જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓના બાળકોએ પણ ભાગ લીધો હતો અને પોતાના બાળકોમાં જુસ્સો વધારવા માટે બોલીવૂડના મોટા-મોટા સ્ટાર્સે શાળામાં હાજરી આપી હતી.

image source

જેમ અંબાણી કુટુંબના કોઈ ફંક્શન હોય અન તેની તસ્વીરો તરત જ સોશિયલ મિડિયા પર વાયરલ થવા લાગે છે તેવી જ રીતે દર વર્ષે ધીરુભાઈ ઇન્ટરનેશલન સ્કૂલના એન્યુઅલ ફંક્શનની તસ્વીરો તેમજ વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થવા લાગે છે.

ગઈ કાલે સાંજે ઐશ્વર્યાની 8 વર્ષીય દીકરી આરાધ્યા બચ્ચનને પ્રથમવાર સાડીમાં જોવામાં આવી હતી. તેણીને એન્યુઅલ ફંક્શનના એક ડાન્સ માટે તૈયાર કરવામાં આવી હતી. તેની સાથે તેની માતા ઐશ્વર્યા પણ આવી હતી અને તેણીના માતા વૃંદા રાય પણ આવ્યા હતા.

image source

દીકરીને લાલ અને લીલી સાડીમાં તૈયાર કરવામા આવી હતી, તેણીના વાળ ઉંચા બાંધવામાં આવ્યા હતા અને તેને ફુલથી સજાવવામાં આવ્યા હતા.

આરાધ્યા જાણે નાનકડી ઐશ્વર્યા જ લાગી રહી હતી. જ્યારે માતા ઐશ્વર્યા રાય ડાર્ક પીંક કુર્તા-ચુડીદારમાં દીકરી સાથે શાળાના પ્રાંગણમાં પ્રવેશતી જોવામાં આવી હતી.

ઐશ્વર્યા અને તેની દીકરી ફંક્શનમાં પહેલાં પહોંચ્યા હતા અને ત્યાર બાદ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાની માતા વૃંદા રાય તેમજ સસરા અમિતાભ બચ્ચન તેમજ તેણીની નણંદ શ્વેતા નંદા પણ નાનકડી આરાધ્યનું પર્ફોમન્સ જોવા માટે ફંક્સનમાં હાજરી આપી હતી.

તો બીજી બાજુ શાહરુખ ખાન પણ પોતાની પત્ની સાથે તેના સૌથી નાના દીકરા અબ્રામ સાથે જોવા મળ્યો હતો.

અબ્રામે શાઈની સ્પોર્ટ્સ વિયર તેમજ સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા પણ તેણીને કોઈ છોકરીની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો કારણ કે તેના હોઠ પર ખુબ બધી લાલ લીપસ્ટીક લગાવવામાં આવી હતી.

જો કે આજ કાલ સ્કૂલ ફંક્શનમાં નાના બાળકોને આ જ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે.

image source

આ ઉપરાંત બોલીવૂડની અન્ય સ્ટાર્સે પણ એન્યુઅલ ફંક્શનમાં હાજરી આપી હતી. શાહરુખ અને રિતિક રોશન એન્યુઅલ ફંક્શનમાં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.

જ્યારે રિતિકની એક્સ વાઇફ સુઝાન ખાને પણ હાજરી આપી હતી. તે સિવાય રવિના ટંડન, ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની તેમજ સોહેલ ખાને પણ પોતાના સંતાનો સાથે ફંક્સનમાં હાજરી આપી હતી.

અંબાણીનું જુવાન કપલ શ્લોકા – આકાશ હાથમાં હાથ નાખીને રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા

 

image source

તો શ્લોકા અને આકાશ અંબાણી પણ હાથમા હાથ નાખીને ધીરુભાઈ અઁબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં જોવા મળ્યા હતા.

તેમણે મિડિયાને એક મીઠું સ્મિત પણ આપ્યું હતું. જેની તસ્વીર અને વિડિયો પણ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

image source

આ સિવાય મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પણ પીંક સલવાર સૂટમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ