પૈસાદારના છોકરાઓ સિવાય કોણ ભણી શકે આ સ્કૂલમાં? નીતા અંબાણીની આ સ્કૂલની ફી સાંભળીને તમને પણ આવી જશે ચક્કર

દુનિયાના બધા જ માતા પિતા પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. જેના માટે તેઓ પોતાના બાળકોનું એડમીશન સારામાં સારી સ્કુલ અને કોચિંગ સેન્ટર્સમાં કરાવે છે. આપણે બધા જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં બાળકોનું શિક્ષણ ખુબ જ મોઘું થઈ ગયું છે ઉપરાંત સ્કુલ ફીસ પણ ઘણી વધી ગઈ છે. ઉપરાંત બુક્સ, યુનિફોર્મ જેવી સ્કુલમાં જરૂર પડતી દરેક વસ્તુઓની કીમત પણ ઘણી વધી ગઈ છે તે વધારામાં.

image source

આટલું બધું હોવા છતાં, દરેક બાળકના માતાપિતાનો પ્રયાસ એ જ રહે છે કે, પોતે અગવડતા સહન કરીને પણ બાળકોના ભણતરમાં કોઈ અભાવ રહેવા દેતા નથી. આજે આ વિષે અમે આપને દેશની એક એવી સ્કુલ વિષે જણાવીશું. જે સ્કુલમાં પોતાના બાળકોના એડમીશન માટે માતાપિતા લાઈનમાં ઉભા રહે છે. બધા જ માતાપિતા પોતાના બાળકને આ સ્કુલમાં ભણાવવાની ઈચ્છા ધરાવે છે. પણ આ સ્કુલમાં ભણવા જવું બધા બાળકો અને માતા પિતા માટે શક્ય નથી. પરંતુ દેશના કરોડપતિ ઘરના બાળકોને આ સ્કુલમાં ભણવાનો લાભ જરૂરથી મળે છે.

image source

આજે અમે વાત કરી રહ્યા છીએ મુંબઈમાં આવેલ ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’ વિષે જેને મુકેશ અંબાણીએ પોતાના પિતાની યાદમાં બનાવી છે. આ સ્કુલમાં મોટાભાગની સેલેબ્રીટીસના બાળકો જ ભણવા માટે આવે છે. આ સ્કુલમાં સચિન તેંડુલકર, શાહરૂખ ખાન થી લઈને શ્રીદેવી જેવા સેલેબ્સના બાળકો આ સ્કુલમાં ભણે છે.આપને જણાવીએ કે, ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’ના અધ્યક્ષ સ્થાને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી છે. નીતા અંબાણીના બહેન મમતા આ સ્કુલમાં ટીચર છે.

image source

મુંબઈના બાંદ્રા એરિયામાં આવેલ આ સ્કૂલને દેશની ટોપ ૧૦ સ્કુલોમાં ગણના કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૦૩માં શરુ કરવામાં આવેલ ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’ને નંબર વન ઇન્ટરનેશનલ સ્કૂલનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. મીડિયા રીપોર્ટસ મુજબ, મુકેશ અંબાણીએ પોતાના પિતાની યાદમાં ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’ના નિર્માણ સાત માળમાં કરવામાં આવ્યું છે. આ સ્કુલમાં એલકેજી થી ધો.સાત સુધીની એક મહિનાની ફી ૧ લાખ ૭૦ હજાર રૂપિયા છે, જયારે ધો.૮ થી ધો.૧૦ સુધીની ફી ૪ લાખ ૪૮ હજાર રૂપિયા છે. ઉપરાંત ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં આંતરરાષ્ટ્રીય બેક્લેકરેટ (આઈબી) કોર્સ પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

image source

‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ’સ્કુલમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમ કે, સ્કુલના ક્લાસરૂમમાં મલ્ટીમીડિયા પ્રોજેક્ટરથી સજ્જ આઈટી સક્ષમ ક્લાસરૂમ છે. તેમજ સ્કુલમાં કોમ્પ્યુટર અને વિજ્ઞાનના વિષયો માટે ઉત્તમ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. મલ્ટી પર્પઝ ઓડીટોરીયમ, આર્ટસ માટે આધુનિક સેન્ટર્સ, ડ્રોઈંગ ક્લાસ, મ્યુઝીક ક્લાસ, ડાંસ, ડ્રામા જેવી દરેક એક્ટીવીટી માટે સ્પેશીયલ ક્લાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉપરાંત મેદાનની રમતો માટે બાસ્કેટ બોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ અને જુડો જેવી પ્રવૃતિઓ પણ ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ’ સ્કુલમાં આયોજિત કરવામાં આવે છે.

image source

આ સ્કુલમાં ફૂટબોલ માટે અલાયદું મેદાન ઉપલબ્ધ કરાવે છે. આપતકાલીન પરીસ્થિતિ માટે સ્કુલમાં જ એક હેલ્થ સેન્ટર પણ ઉપલબ્ધ છે. સ્કુલની લાઈબ્રેરીમાં અંદાજીત ૩૮૨૦૦ પુસ્તકો, ૪૦ જેટલા ન્યુઝ પેપર અને મેગેઝીન્સ, ૧૬૦૦ જેટલા મલ્ટીમીડિયા સીડી/ડીવીડી/ઓડિયો કેસેટ્સ અને ૧૬૦૦ ઓનલાઈન ડેટાબેસીસ ઉપલબ્ધ છે. ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ’ સ્કુલના પુરા કેમ્પસમાં વાઈફાઈ સર્વિર્સ ઉપલબ્ધ છે. આધુનિક કિચન સહિત ૨ ડાઈનીંગ હોલની સાથે એક અલગ પ્રકારનું કેફેટેરિયા પણ ઉપલબ્ધ છે.

image source

આ બધી ફેસેલીટીસની સાથે સ્કુલમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓના વિકાસ માટે કેટલાક પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવે છે. જેવા કે, ગ્રેજ્યુએશન ડે, લેન્ગવેજ ડે, પ્રોજેક્ટ ડે વગેરે જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ સ્કુલમાં કેટલાક પ્રદર્શનો પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પરામર્શ પણ આ સ્કુલમાં અવેલેબલ છે. હવે આપ જાણી જ ગયા હશો કે, શા માટે બધા જ માતાપિતા પોતાના બાળકને આ સ્કુલમાં અભ્યાસ કરાવવાની ઈચ્છા ધરાવે છે. ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ’ સ્કુલમાં એડમીશન માટેની પૂર્ણ માહિતી તેની વેબસાઈટ પણ વિગતવાર આપવામાં આવી છે. આ વેબસાઈટ પરથી માતાપિતા એડમીશન અને અન્ય કોઈ બાબતે પુછપરછ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ