આ રાજ્યમાં પાણી ઉપર તરતી શાકભાજીનું આવેલું છે બજાર, જુઓ તસવીરો

તમે હાલતા ચાલતા બજારો તો જોયા હશે અને ત્યાં જઈને ખરીદી ઓન ખૂબ કરી હશે. પરંતુ શું તમે ક્યારેય તરતી બજાર જોઈ છે ? જો તમારો જવાબ ના હોય યો અમે તમને અહીં એક તરતી બજાર વિશે માહિતી આપવાના છીએ. આ બજાર અસલમાં શાકભાજીની બજાર છે જે કાશ્મીર રાજ્યમાં આવેલી છે. કાશ્મીર આમ પણ તેની કુદરતી સુંદરતા અને ફરવાલાયક સ્થળોને કારણે પર્યટકોમાં ફેવરિટ છે. આ કાશ્મીરની જ એક પ્રસિદ્ધ જગ્યા એટલે ડલ તળાવ. ડલ તળાવ પર લગાવવામાં આવતી શાકભાજી બજાર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડલ તળાવમાં શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકો અને વેપારીઓ હોડીઓમાં સવાર હોય છે.

image source

આ શાકભાજી બજાર એટલી લોકપ્રિય છે કે કાશ્મીર આવતા પર્યટકો આ બજાર જોવા અવશ્ય આવે છે. સવારના સમયે લગાવવામાં આવતા આ બજારમાં બકાલુ વેંચવામાં આવે છે. સ્થાનિક લોકોની સાથે સાથે બહારના પર્યટકો પણ અહીંથી બકાલુ ખરીદતા નજરે પડે છે.

image source

ઉલ્લેખનીય છે કે ડલ તળાવની આ શાકભાજી બજાર શ્રીનગરની જથ્થાબંધ શાકભાજી બજાર છે જે સવાર સવારમાં ખુલી જાય છે અને લગભગ બે થી ત્રણ કલાક સુધી ચાલુ રહે છે. અને આ સમયગાળા દરમિયાન ડલ તળાવમાં અનેક હોડીઓ અને લોકોની ચહલ પહલ જોવા મળે છે.

image source

શ્રીનગર ખાતે રહેતા એક સ્થાનિક જાવેદના જણાવ્યા કહે છે કે, ડલ તળાવમાં લાગતી આ બજારમાં તાજું બકાલુ મળે છે. તળાવમાં હાઉસબોટમાં રહેતા લોકો સાથે પર્યટકો પણ અહીં શાકભાજી લેવા માટે આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બજાર આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ અહીં આવતા પર્યટકોને અહીંની સુંદરતા મોહિત કરી દે છે.

શિકારાની સવારી

image source

આ ખુબસુરત બજારમાં શોપિંગ કરવા માટે તમારે શિકારાની સવારી કરવી જરૂરી છે. લગભગ બે કલાક સુધી શિકારામાં ફર્યા બાદ તમે આખી બજારમાં સારી રીતે ફરી શકો છો.

image source

અસલમાં કાશ્મીરમાં હાઉસબોટનું ચલણ ડોગરા રાજાઓના કાળથી શરૂ થયું હતું. તે સમયે તેઓએ કોઈપણ કાશ્મીર બહારના વ્યક્તિ દ્વારા કાશ્મીરમાં સંપતિ ખરીદવા પર અને ઘર બનવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે અનેક અંગ્રેજો અને અન્ય લોકોએ મોટી હોડી પર લાકડાની કેબીન બનાવી તેમાં રહેવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ ધીમે ધીમે અન્ય સ્થાનિક લોકો પણ આ પ્રકારના હાઉસબોટ બનાવવા લાગ્યા અને તેમાં રહેવા લાગ્યા અને આ રીતે શરૂ થયેલ હાઉસબોટનું ચલણ આજે પણ પ્રચલિત છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ફક્ત આ એક જ જગ્યા એવી નથી જે પાણી ઉપર ચાલતી હોય. કાશ્મીરમાં એક આખી પોસ્ટ ઓફિસ પણ છે જે આ રીતે પાણી પર જ કાર્યરત છે. તેની વાત પછી ક્યારેક કરીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong