નિક નહિં પણ આ એક્ટર હોત તો દેશી ગર્લનો હમસફર, પરિવારના લોકોએ લઇ લીધો હતો આ નિર્ણય પણ પછી…

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો જલવો બોલિવુડથી લઈને હોલીવુડ સુધી જડવાયેલો છે. પ્રિયંકાએ મિસ વર્લ્ડ બન્યા પછી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. અહીંયા એમને ઘણી યાદગાર ફિલ્મો આપી. એ પછી એમને હોલીવુડ તરફ પ્રયાણ કર્યું અને ત્યાં પણ પોતાની છાપ છોડી. આજે એ આખી દુનિયાના દર્શકોના દિલો પર રાજ કરી રહી છે. પ્રિયંકા સ્ટાઇલ,ચેરિટી અને બ્યુટીના કારણે મીડિયા પર છવાયેલી રહે છે. વર્ષ 2018માં એમને હોલીવુડ સ્ટાર નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા પણ એક સમય એવો હતો જ્યારે પ્રિયંકાના પરિવારજનો એમના લગ્ન બીજા કોઈ સાથે કરાવવા માંગતા હતા. આ ખુલાસો ખુદ પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.

image source

પ્રિયંકાએ જણાવ્યું હતું કે એમના પરિવારના લોકો ઈચ્છતા હતા કે એમની દીકરીના લગ્ન ટીવી અભિનેતા મોહિત રૈના સાથે થઈ જાય. એમને જણાવ્યું કે દેવો કે દેવ મહાદેવ શોમાં મોહિતને જોઈને પરિવારના લોકો એમને ઘણું જ પસંદ કરવા લાગ્યા હતા. એટલે એમના લગ્ન મોહિત સાથે કરાવવા માંગતા હતા. એમને લાગતું હતું કે મોહિત પ્રિયંકા માટે સર્વશ્રેષ્ઠ છે. બંનેની જોડી પણ સારી લાગશે.

image source

એક રિપોર્ટ અનુસાર અભિનેત્રિએ ખુલાસો કર્યો કે એમની આંટી ઈચ્છતી હતી કે પ્રિયંકાના લગ્ન દેવો કે દેવ મહાદેવમાં ભગવાન શિવનું પાત્ર ભજવનાર મોહિત રૈના સાથે થઈ જાય. એમનું પરફોર્મન્સ જોઈને પરિવારના લોકો એમનાથી મોહિત થઈ ગયા હતા.પ્રિયંકાએ એ પણ જણાવ્યું કે એમના પરિવારને લાગતું હતું કે એ એક સારા વ્યક્તિ છે અને એક શાનદાર અભિનેતા પણ, જે પ્રિયંકા માટે બેસ્ટ હશે.

image source

એ વિશે જ્યારે મોહિત રૈનાને ખબર પડી તો એ આ સાંભળીને ખુશ થઈ ગયા. એને લઈને મોહિતે કહ્યું કે પ્રિયંકા સુપરસ્ટાર છે અને હું એક ટીવી એકટર. આ જન્મમાં તો નહીં પણ આવતા જન્મમાં હું એમનો રાજકુમાર બનીને આવીશ. તમને જણાવી દઈએ કે મોહિત થોડા સમય પહેલા એક વેબ સિરીઝ કાફિરમાં દેખાયા હતા. એ સિવાય મોહિત અન્ય કેટલીક વેબ સીરઝ તેમજ ટીવી સીરિયલમાં પણ કામ કરી ચુક્યા છે. મોહિત ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક અને મિશેઝ સિરિયલ કિલર જેવી ફિલ્મોમાં પણ દેખાઈ ચુક્યા છે.

image source

તો પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન ઉદયપુરના ઉમમેદ ભવન પેલેસમાં શાહી અંદાજમાં થયા હતા. હિન્દૂ અને ક્રિષ્ચયન રીતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ કપલના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલ પ્રિયંકા ચોપરા મેટ્રિક્સ 4 અને ટેક્સ્ટ ફોર યુની શૂટિંગમાં વ્યસ્ત છે તો નિક જોનસ પોતાના સોંગ આલ્બમમાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!