ઇમરાન હાશ્મી સાથે હિટ ફિલ્મ આપ્યા પછી પણ ફ્લોપ રહ્યું આ એક્ટ્રેસનું કરિયર, અને પછી થઈ ગઈ ગુમનામ

બોલીવુડમાં જન્નત ગર્લના નામે જાણીતી બનેલી એક્ટ્રેસ સોનલ ચૌહાણ તો તમને બધાને યાદ જ હશે. એકટર ઇમરાન હાસમી સાથે ફિલ્મ જન્નતમાં કામ કરીને સોનલ ચૌહાણને ઘણી જ પોપ્યુલરિટી મળી હતી. ફિલ્મમાં સોનલ ચૌહાણનો અભિનય લોકોને ઘણો જ પસંદ આવ્યો હતો અને એવું લાગવા લાગ્યું હતું કે અભિનેત્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકશે. પણ એવું થયું નહિ. સોનલ ચૌહાણે જન્નત પછી પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ તો ય એમનું ફિલ્મી કરિયર કઈ ખાસ ન રહ્યું. આખરે સોનલ ચૌહાણ હિન્દી સીનેમાંથી દૂર જતી રહી. પણ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 16 મે 1987માં ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં જન્મેલી સોનલ ચૌહાણ એક રોયલ ફેમીલી સાથે સંબંધ ધરાવે છે એમનો પરિવાર મણિપુરના રોયલ ચૌહાણ રાજપૂત ખાનદાન છે. તો ચાલો આજે જાણી લઈએ સોનલ ચૌહાણ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

image source

સોનલ ચૌહાણ ફિલ્મોમાં આવતા પહેલા મોડલિંગ કરતી હતી અને એ પહેલી ભારતીય હતી જે મિસ વર્લ્ડ ટુરિઝમ 2005ના ખિતાબથી સમ્માનિત કરવામાં આવી હતી. સોનલ ચૌહાણને પહેલીવાર હિમેશ રેશમિયાના આલ્બમ આપ કા સુરૂરમાં જોવામાં આવી હતી. જન્નત ફિલ્મના ડાયરેકટર કુણાલ દેશમુખે સોનલ ચૌહાણને મુંબઈની એક રેસ્ટોરેન્ટમાં જોઈ હતી. એ પછી એમને સોનલ ચૌહાણને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરી લીધી અને શૂટિંગ શરૂ કરી દીધું.

image source

ફિલ્મમાં સોનલ ચૌહાણે ઇમરાન હાસમીના ઓપોઝિટ માસૂમ ઝોયા માથુર નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતું. બૉલીવુડ ફિલ્મ જન્નત માટે સોનલ ચૌહાણને ફિલ્મફેર એવોર્ડ 2009થી નોમિનેટ કરવામાં આવી હતી. ફિલ્મ જન્નત સિવાય સોનલ ચૌહાણ બુઢ્ઢા હોગા તેરા બાપ, પહેલા સિતારા, 3જી, પલટન, જેક એન્ડ દિલ જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. જો કે આ ફિલ્મોમાં એ કઈ ખાસ કમાલ ન દેખાડી શકી. પણ સોનલ ચૌહાણની એક્ટિંગને લોકોએ ઘણી વખાણી હતી.

image source

સોનલ ચૌહાણે ફક્ત હિન્દી ફિલ્મોમાં જ નહીં પણ પોતાની કિસ્મત સાઉથ અને કન્નડ ફિલ્મોમાં પણ અજમાવી. એ સિવાય ઘણી ટીવી જાહેરાતમાં કામ કરવાની સાથે સાતે એક્ટ્રેસે ઘણી મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું. લોકો એમને એ હદે પસંદ કરવા લાગ્યા હતા એ વાતનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે એકવાર સોનલ ચૌહાણના એક ફેને એમને એમના 28માં જન્મદિવસે 8000 લાલ ગુલાબ મોકલ્યા હતા. ગુલાબ મોકલનાર ફેને પોતાનું નામ પણ નહોતું લખ્યું.

image source

પાત્રકારીતામાં રુચિ હોવાના કારણે સોનલ ચૌહાણે દિલ્લીની ગાર્ગી કોલેજમાં માસ કમ્યુનિકેશનમાં સ્નાતક કર્યું. પહેલી ફિલ્મ આવ્યા પછી પણ એમને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું અને એ ફિલ્મોમાં આવી ગઈ. જો કે ફિલ્મોમાં પણ કઈ ખાસ ન કર્યા પછી સોનલે સિનેમા જગતથી અંતર બનાવી લીધું. સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પણ અત્યારે એ ક્યાં છે અને શું કરી રહી છે એ વિશે કોઈ જાણકારી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!