યાસ વાવાઝોડાને લઈ મોટા સમાચાર, ગમે ત્યારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે, આ રાજ્યોને કરાયા હાઈ-એલર્ટ

એક તરફ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને બીજી તરફ કુદરતી સંકટો પણ આવી રહ્યાં છે. તૌક્તે વાવાઝોડાંએ દેશનાં ઘણાં રાજ્યોમાં મહવિનાશ વેર્યો હતો. હજુ આ વાવાઝોડાંનાં ગયાનાં થોડાં દિવસો થયાં છે ત્યાં સમચાર મળી રહ્યાં છે કે એક નવું વાવાઝોડું દેશ પર ત્રાટકવાની તૈયારીમાં છે. આ વાવાઝોડાંનું નામ યાસ રાખવામાં આવ્યું છે. આ અંગે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે.

image source

મળતી માહિતી મુજબ 26 મેએ યાસ વાવાઝોડાના ઓડિશા- પશ્ચિમ બંગાળના તટથી પર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાદ હવે ઓડિશા તટરે 30મેથી 14 પશ્ચિમનાં જિલ્લાને એલર્ટ કરાયાં છે. આ સાથે જો સ્થિતિ વધારે ગંભીર બને તો તેની તૈયારી માટે રાજ્ય સરકારે શુક્રવારે ભારતીય નૌસેના તથા ભારતીય તટ રક્ષક દળને તૈયાર રહેવાનું કહ્યું છે.

image source

આ યાસ વાવાઝોડાં અંગે હવામાન વિભાગે ગુરુવારે માહિતી આપતાં કહ્યુ છે કે 22 મેએ બંગાળની ખાડીના પૂર્વ મધ્ય ભાગ પર એક લો પ્રેશરનો વિસ્તાર બનશે. લો પ્રેશરને કારણે આ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને 26 મેએ ઓડિશા-પશ્ચિમ બંગાળના તટ સાથે અથડાઈ શકે છે. આ સાથે હવામાન વિભાગના ચક્રવતી પ્રકોષ્ટ તરફથી જાણકારી મળી છે કે આવનારા 72 કલાકમાં ધીરે ધીરે આ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પુરી શક્યતા છે. હાલ આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધી શકે છે અને 26મે સાંજે પશ્ચિમ બંગાળ-ઓડિસાના કિનારે ત્રાટકી શકે છે.

image source

જાણવા મળ્યું છે કે આ વાવાઝોડાંનાં ભાગરૂપે અત્યારથી જ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તોફાનની અસર દેખાઈ રહી છે. આ ઉપરાંત અંદમાન નિકોબારમાં પણ વાતાવરણ માં બદલાવ જોવા મળ્યો છે. આ અંગે ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરતા કહ્યુ છે કે આ ચક્રવાત ‘યાસ’ની રાજ્ય પર અસર પડી શકે છે. આ માટે રાજ્ય સરકાર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવામાં તૈયારી કરી લીધી છે. તેમણે આગળ વાત કરતાં કહ્યુ કે જો કે અત્યાર સુધીના હવામાન વિભાગના ચક્રવાતની શક્યતા, માર્ગ, સ્પીડ, તટ સાથે અથડાવાના સ્થાન વગેરે અંગે જાણકારી નથી આપી છતાં સરકારે તૈયારીઓ શરુ કરી છે.

image source

આ સાથે કેન્દ્ર સરકાર તરફથી પણ વાવાઝોડાંની અસરની શક્યતાવાળા રાજ્યોના સ્વાસ્થ્ય કેન્દ્રમાં દવાનો ભંડાર સુરક્ષિત કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશ, ઓડિસા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર દ્વાપસમૂહના મુખ્ય સચિવોને પત્ર લખીને અગાઉથી જ આગાહ કરી દેવામાં આવ્યા છે.

તેમણે આગળ વાત કરતાં કહ્યું કે દેશ પહેલેથી જ કોરોના મહામારી જેલી રહ્યો છે અને તે બાદ આ કુદરતી આપત્તિઓ આવી રહી છે આથી અસ્થાયી શિવિપોમાં રહેનારા વિસ્થાપિક લોકોમાં સર્જાનારી જળ, મચ્છર અને હવા જનિત બીમારીઓના સ્વાસ્થ્ય જોખમોના કારણે સ્થિતિ બગડે નહીં. મળતી માહિતી મુજબ સરકારે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર દ્વીપ ગ્રુપને એ સુનિશ્ચિત કરવાનું કહ્યુ છે કે સ્વાસ્થ્ય કેન્દ્રો પર જરુરી દવાઓ તથા સંસાધનોના ભંડારને સુરક્ષિત કરવામાં આવે જેથી તોફાન દરમિયાન ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળાય.

image source

જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે આ તોફાન યાસ મહિનાના અંતમાં દેશના પૂર્વ તટીય વિસ્તારમાં એન્ટ્રી કરી શકે છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગુરુવારે કહેવામાં આવ્યું છે કે 22 મે આ યાસ વાવાઝોડું ઉત્તરી અંડમાન સાગર અને આસપાસના પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા છે જેથી ત્યાં પણ સુરક્ષાનાં ભાગરૂપે તૈયારી રાખવી જોઈએ. આ સાથે 72 કલાકમાં આ વાવાઝોડું ધીરે ધીરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પુરી શક્યતા છે જેથી પુરની સ્થિતિ પણ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!