હું નેધરલેન્ડનો ડોકટર છું કહી ગઠિયાએ વસ્ત્રાપુરની યુવતી પાસેથી 1.38 લાખ પડાવ્યા

અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતી અને જજીસ બંગલા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં એડમિનની જોબ કરતી યુવતીએ મેટ્રિમોનિયલ સાઈટ પર પોતાનો બાયોડેટા મુકેલો હતો જેના આધારે એક ગઠિયાએ નેધરલેન્ડના ડેન્ટિસ્ટ તરીકે પોતાની ઓળખ આપીને આ યુવતી સાથે ઓનલાઈન પરિચય કેળવ્યો હતો.

image soucre

આ ગઠિયાએ યુવતીને કહ્યું કે ર મેડિકલના લાઈસન્સ માટે દિલ્હી આવ્યો છે. નેધરલેન્ડથી આવેલા ડોક્યુમેન્ટસના પાર્સલના ચાર્જ, જીએસટી અને ટેક્સ પેટે યુવતી પાસેથી રૂ.1.38 લાખ પડાવ્યા હતા.

image soucre

વસ્ત્રાપુરમાં રહેતી કાજલ(નામ બદલેલ છે.)એ મેટ્રિમોનિયલ સાઈટ પર બાયોડેટા મૂક્યો હતો. દરમિયાન 29 મે 2021ના રોજ કાજલને અજાણ્યા નંબરથી વોટસએપ કોલ આવ્યો હતો, જેમાં સામેવાળાએ પોતાની ઓળખ વિહાન મહેતા તરીકેની આપી હતી. આ ઉપરાંત નેધરલેન્ડમાં ડોક્ટર હોવાનું કહીને મેટ્રિમોનિયલ સાઈટ પરથી માહિતી મેળવ્યાનું કહીને વાત કરી હતી. ત્યારબાદ વિહાને કાજલને તેના ડેન્ટલ ક્લિનિકનું વિઝિટીંગ કાર્ડ, ડોક્ટરનું લાઈસન્સ વગેરે ડોક્યુમેન્ટસ મોકલ્યા હતા.

image source

એ પછી વિહાન અને કાજલ રોજ જ વાતો કરતા હતા. 31 મેએ વિહાને કાજલને તેને ઈન્ડિયામાં ક્લિનિક ખોલવા માટે લાઇસન્સ મળ્યું છે એવું કહ્યું હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્યુમેન્ટસ મોકલી કાજલને કહ્યું કે, 7 જૂને દિલ્હીમાં એક કોન્ફરન્સ છે, જેમાં તેને આઈએમએ સેક્શન કરેલા ડોક્યુમેન્ટસ લઈને જવાનું છે. તે ડોક્યુમેન્ટસ નેધરલેન્ડ મેડિકલ યુનિ. શિપિંગથી ભારત મોકલશે. પણ ભારતમાં તેના કોઇ સગાં-સંબંધી ન હોવાના કારણે કાજલને તેનું સરનામું, ફોન નંબર, ઈમેલ એડ્રેસ આપવા કહેતાં, પાયલે તે બધી જ માહિતી વિહાનને આપી હતી.

વિહાને કાજલને કહ્યું કે, આ પાર્સલ માટે થોડો ચાર્જ થશે તે હમણાં તું આપી દેજે, આપણે મળીશું ત્યારે હું તે પૈસા આપી દઈશ. એ પછી વિહાનનું કુરિયર આવ્યું હોવાનું કહીને ગઠિયાએ કાજલ પાસેથી ઈન્સ્યોરન્સ ફી, જીએસટી ચાર્જ પેટે કુલ રૂ.1.38 લાખ પડાવ્યા હતા. આ અંગે કાજલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે નેધરલેન્ડથી વિહાનનું પાર્સલ આવ્યું છે તેમ કહીને ગઠિયાએ કાજલને ઈન્સ્યોરન્સ ફી, જીએસટી પેટે રૂ.1.05 લાખ ભરવાનું કહ્યું, ત્યારે કાજલે આટલા બધાં પૈસા ભરવાની ના પાડી હતી તો ગઠિયાએ તેને ઈન્સ્યોરન્સ ફીના 70 ટકા ડિલિવરી વખતે પાછા મળી જશે તેવું કહ્યું હતું એ પછી કાજલે પૈસા ચૂકવ્યા હતા.

image soucre

જ્યારે વિહાનનું કુરિયર આવ્યું અને કુરિયર કંપનીમાંથી પાર્સલ માટે રૂ.1.05 લાખ માંગ્યા ત્યારે કાજલે વિહાનને કહ્યું કે, મારી પાસે આટલા બધાં પૈસા નથી. વિહાને કાજલને કહ્યું કે, હમણાં હું બીજા દેશમાં છું, એટલે આટલા બધા પૈસા મારી પાસે નથી. હમણાં તુ પૈસા આપી દે હું ત્યાં આવીશ એટલે તને પૈસા આપી દઈશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong