SBIના ગ્રાહકો ખાસ રાખે ધ્યાન, આ મેસેજ આવે તો તુરંત કરી દેજો ડીલીટ

સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે કે ગ્રાહકો નવી નવી ફ્રોડની રીતોથી લોકો સચેત રહે. એસબીઆઈએ તાજેતરમાં જ ટ્વીટરના માધ્યમથી યૂઝર્સને જણાવ્યું છે કે તેઓએ ખાસ પ્રકારના મેસેજથી સતર્ક રહેવું પડશે. કારણ કે આ એક મેસેજ તેમના બેંક અકાઉન્ટને ખાલી કરી શકે છે. એસબીઆઈ બેંકના એક ગ્રાહકને એક મેસેજ આવ્યો હતો કે તેમનું મોબાઈલ બેંકિંગ અકાઉંટ એટલે કે એસબીઆઈ યોનો અકાઉંટ બ્લોક થઈ ગયું છે. આ સાથે જ આ એસએમએસમાં એક લિંક આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ લિંક પર ક્લિક કરો અને તમારા પાન કાર્ડની વિગતો એડ કરો. આમ કરવાથી યૂઝર તેના ખાતામાં લોગઈન કરી શકશે.

image source

જણાવી દઈએ કે આ પ્રકારના મેસેજ પર બેંકે સ્પષ્ટતા કરી દીધી છે કે આ મેસેજ ફ્રોડ છે અને આમ કરવાથી ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે. આ રીતે મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરવાથી ફ્રોડ થઈ શકે છે. તેથી જો આવા મેસેજ તમને પણ આવે તો લિંક પર ક્લિક કરવાની ભુલ કરવી નહીં. આમ કરવાથી તમારી સાથે ફ્રોડ થઈ શકે છે.

મોબાઈલ બેંકિંગના વધતાં ઉપયોગના કારણે સાયબર ક્રાઈમના કેસ પણ સતત વધી રહ્યા છે. તેવામાં તમને પણ જો ફોનમાં આ પ્રકારની લિંક સાથે કોઈ મેસેજ આવે તો તેનાથી ચેતતા રહેવું. બેંકે જણાવ્યું છે કે આવો મેસેજ આવે તો ગ્રાહકે શું કરવું જોઈએ. આમ કરવાથી ગ્રાહકો ફ્રોડનો શિકાર થશે નહીં.

image socure

– જો તમારી પાસે બેન્ક ખાતું બંધ થયાનો, કેવાયસી અપડેટ કરવાનું, ડોક્યુમેન્ટ લિંક કરવાનો મેસેજ આવે તો તેને કોઈ રિપ્લાય કરવો નહીં અને બેંકનો સંપર્ક કરવો.

image soucre

– અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજમાં જો કોઈ લિંક આવે તો તેના પર ક્લિક ન કરવું. આમ કરવાથી તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય છે.

એસબીઆઈના ગ્રાહકો આ વાતોનું રાખે ધ્યાન

image soucre

બેંકે ટ્વીટર પરથી કહ્યું છે કે આ સ્કેમમાં ફસાવવા બચો. એસબીઆઈએ ટ્વીટમાં સલાહ આપી છે કે પ્રાઈવેટ અને પર્સનલ ડિટેલ્સ જેવા કે યૂઝર આઈડી, પાસવર્ડ, ડેબિટ કાર્ડ નંબર, પિન, સીવીવી, ઓટીપી વગેરેની જાણકારી લિંક પર શેર કરવી જોઈએ નહીં. આ સિવાય આ પ્રકારની ગતિવિધિઓની જાણકારી બેંકને કરવી. આવી લિંક વડે ફ્રોડ કરનાર લોકો ફિશિંગ, સ્મિશિંગના પ્રયાસ કરી શકે છે. આવું કંઈ થાય તો બેંકના હેલ્પલાઈન નંબર 155260 પર પણ કોલ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong