એકને કંઈક આવો શોખ તો બીજીને આવો, અંબાણી પરિવારની બન્ને વહૂઓ છે એકદમ વિપરીત, પરંતુ આજે પણ એક વસ્તુ છે સરખી

અંબાણી પરિવાર અવાર નવાર કોઈને કોઈ વાતને લઈ ચર્ચાતો રહે છે. ક્યારેક કોઈ ઈવેન્ટના કારણે તો ક્યારેક પૈસાને કારણે. ત્યારે આજે વાત કરવી છે દેશના અમીર પરિવારની બંને વહુઓ વિશે કે બન્નેમા શું ખાસ છે. બધા જાણે છે એ રીતે પરિવારની મોટી વહૂ નીતા અંબાણી છે જ્યારે નાની વહૂ ટીના અંબાણી છે. અવાર નવાર કોઈને કોઈ વાતને લઈ આ વહુઓ વખાણ બટોરચી રહે છે. તો આવો આજે બન્ને વિશે વિગતે જાણી લઈએ.

image source

જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી એક મધ્યમ પરિવારમાં જન્મેલી હતી ત્યાં જ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી બોલિવૂડ એક્ટ્રેસ રહી ચૂકી છે. એમાં મોટી વહુ નીતા અંબાણી છે. નીતાનું આખું નામ નીતા દલાલ અંબાણી છે. જેનો જન્મ મુંબઈના એક મધ્યમ પરિવારમાં થયો હતો. પિતા બિરલા સમૂહના સીનિયર પદ ઉપર કામ કરતાં હતાં. શરૂઆતમાં નીતા અંબાણી ફેશન અને ગ્લેમરની દુનિયાથી દૂર હતી. તેમના જૂના ફોટો જોશો તો ખ્યાલ આવશે કે તેમનો પહેરવેશ પણ ખૂબ જ સાધારણ હતો.

image source

જો વાત કરીએ લગ્ન પહેલાંની તો તે એક પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરાવતી હતી. નીતા અંબાણીને પહેલાંથી જ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સમાં ઘણો રસ હતો અને તેની ઈચ્છા પણ હતી કે એ એમાં જ પોતાનું કરિયર બનાવે. તો વળી તેમની માતા તેમને સીએ બનાવવા માંગતી હતી. પણ નીતાનું નસીબ તેને કંઈક અલગ જ જગ્યાએ લાવ્યું હતું. લગ્ન પછી નીતા અંબાણીની રહેણીકરણીમાં અને લાઇફસ્ટાઇલમાં ઘણો બદલાવ આવ્યો. આ સાથે જ તેની ઉપલબ્ધિ વિશે વાત કરીએ ફોર્બ્સમાં નીતા અંબાણીને 2016માં એશિયાના 50 પાવરફુલ બિઝનેસ વુમનની લિસ્ટમાં ટોપ ઉપર રાખ્યું હતું. નીતા તેની સેવાને લઈને પણ ચર્ચાતી રહે છે. તેમનો સેવાભાવ કોઈ જેવા તેવા ફરિસ્તાથી ઓછો નથી.

image source

એ જ રીતે વાત કરીએ અંબાણી પરિવારની નાની વહૂ ટીના અંબણી વિશે તો ટીનાનો જન્મ ગુજરાતના એક જૈન પરિવારમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર મુંબઈમાં થયો. પહેલાંથી જ ટીના અંબાણીને ગ્લેમરસ લાઇફ જીવવાનો શોખ હતો. આ જ કારણે તેમણે બોલિવૂડમાં કરિયર બનાવ્યું અને લાઈફ સ્ટાઈલ પણ એવી જ રાખી. ટીના મુનીમ પોતાના સમયમાં ગ્લેમરસ એક્ટ્રેસ રહી છે. જેને જોતાં જ અનિલ અંબાણી પોતાનું દિલ હારી ગયાં હતાં. તેમણે ટીના સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું.

image source

હા એક વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે જ્યારે અનિલ અંબાણીએ આ વાત પરિવાર સમક્ષ મૂકી તો એ સમયે અંબાણી પરિવાર આ લગ્નના પક્ષમાં હતો નહીં. પરંતુ અનિલ અંબાણીની જીદ્દના આગળ પરિવાર ઝુકી ગયું. અંતે પરિવાર લગ્ન માટે રાજી થયાં અને 1991માં અનિલ અંબાણી અને ટીના મુનીમના લગ્ન થયાં. ટીનાએ 35થી પણ વધારે બોલિવૂડ ફિલ્મો કરી. પરંતુ લગ્ન પછી તેમણે બોલિવૂડ અને ગ્લેમરસ લાઇફ છોડી દીધી.

image source

લગ્ન પછી અંબાણી પરિવારની બંને વહુઓની લાઇફસ્ટાઇલ બદલાઇ ગઇ. નીતા અંબાણી લગ્ન પહેલાં ગ્લેમરસ લાઇફથી ઘણી દૂર હતી. પરંતુ લગ્ન પછી તેમની લાઇફસ્ટાઇલમાં ઘણો બદલાવ આવ્યો. તે ગ્લેમરસની દુનિયાની ઘણી નજીક આવી ગઇ. ત્યાં જ ટીના મુનીમ સાથે કંઇક અલગ જ થયું. ટીનાએ બોલિવૂડની 35થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું, ગ્લેમરસ લાઇફ જીવવાની શોખિન હતી પરંતુ લગ્ન પછી તેમણે બોલિવૂડ અને ગ્લેમરસ લાઇફ છોડી દીધી. આ રીતે લગ્ન પહેલાં બંને વહુઓની રહેણીકરણી સાવ વિપરીત હતી. એક સાદાઈમાં માનતી તો બીજી ગ્લેમરસમાં માનતી હતી. જો કે હા આજે પણ એક કોમન વાત છે. બંને આર્ટ લવર છે. આર્ટ એ બન્નેને ગમતી વસ્તુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ