માત્ર બે જ ફિલ્મો કરનારી અભિનેત્રી પર ચાહકોનો પ્રેમ વરસ્યો, તમિલનાડુમાં બનાવ્યું મંદિર, તસવીરો વાયરલ

અભિનેત્રી નિધિ અગ્રવાલે તમિલમાં માત્ર બે ફિલ્મોમાં કામ કર્યું છે અને હાલમાં તે ત્રીજી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પરંતુ તેની ફેન ફોલોઈંગ એટલી વધી ગઈ છે કે લોકોએ ચેન્નઈમાં તેનું મંદિર બનાવ્યું છે. હા, તમિલ અભિનેત્રી નિધિ અગ્રવાલના ફેન્સોએ માત્ર તેમનું મંદિર જ બનાવ્યું એવું નથી પરંતુ તેની પૂજા પણ કરી રહ્યા છે. જ્યારે અભિનેત્રીને આ વિશે ખબર પડી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે તેના પર પ્રતિક્રિયા પણ આપી.

image source

ખરેખર નિધિના ચાહકે ચેન્નઈમાં તેનું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં અભિનેત્રીની મૂર્તિ રાખવામાં આવી છે અને લોકો તેના પર દૂધ અર્પણ કરીને આરતી કરી રહ્યા છે.

image source

એટલું જ નહીં, લોકો આ મંદિરમાં કેક કાપતા પણ જોવા મળે છે. જો કે, ચેન્નાઈમાં આ મંદિર ક્યાં બનાવવામાં આવ્યું હતું તેનું ચોક્કસ સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ અભિનેત્રીના તમિલ અને તેલુગુ ચાહકોએ આ બનાવ્યું છે એટલું જાણી શકાયું છે.

image source

તેમના મંદિરના નિર્માણના સમાચાર મળ્યા પછી નિધિ અગ્રવાલે કહ્યું કે, ‘તેમના ચાહકોએ તેમને વેલેન્ટાઇન ડેની ભેટ આપી છે. મને તેની અપેક્ષા નહોતી પરંતુ હું તે ચાહકોનો આભારી છું જેમણે મને પ્રેમથી સ્નાન કરાવ્યું’ નિધિ આગળ કહે છે, ‘હું હમણાં જ ઇન્ડસ્ટ્રીમાં નવી છું. મેં તમિલમાં માત્ર બે જ ફિલ્મો કરી છે, થોડાં શૂટિંગ કર્યું છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ આઘાતજનક છે. પરંતુ હું ખૂબ ખુશ છું. મને ખબર જ નહોતી કે મારા ચાહકો આ હદ સુધી જશે અને આવું કંઈક કરશે. મારી પાસે તો હજુ ફેન પેજ પણ નથી.

image source

અભિનેત્રી કહે છે, ‘મેં એક મુલાકાતમાં કહ્યું હતું કે હું બાળકો અને પ્રાણીઓ માટે કંઈક કરવા માંગુ છું. તો ચાહકો તેમના માટે જમાવાનું પણ આયોજન કરી રહ્યા છે અને પ્રાણીઓ માટે કેટલીક યોજના બનાવી રહ્યા છે. આ બધા માટે મારે એટલું જ કહેવાનું છે કે આટલા પ્રેમ માટે આભાર. હુ આભારી છુ.

image source

નીધિ અગ્રવાલ આ દિવસોમાં શેડ્યુલ બ્રેક પર છે અને તે અભિનેતા પવન કલ્યાણ સાથે તેની તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરશે. તમને જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ અભિનેતા અથવા અભિનેત્રીએ તેના ચાહકો દ્વારા તેનું મંદિર બનાવ્યું હોય.આ પહેલાં એમજીઆર, ખુશ્બુ, નમિતા અને હંસિકા જેવા સેલેબ્સ માટે પણ તેમના ચાહકો મંદિર બનાવી ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ