આ પિતાના નસીબ તો જુઓ, બે બે જુવાનજોધ દીકરાઓની અર્થીને કાંધ દેવી પડી, આંતરડી કકળી ઉઠે એવી ઘટના

હાલમાં એક કરૂણ ઘટના સાંભળીને લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વાત છે મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લાના શિંદખેડા તાલુકાના બામને ગામની. આ ગામના એક પિતા ગુજરાતમાં આવ્યા હત. પણ ગુજરાત જાણે તેમના દીકરા માટે બરાબર ન હોય એમ ભગવાને બન્ને દીકરી છીવની લીધા છે અને બાપને નિરાધાર કરી મૂક્યા છે. તો આવો વિગતે વાત કરીએ આ કરૂણ ઘટના વિશે. ચંદ્રકાંતભાઇ પાટીલ, પત્ની મંગલબેન અને બે પુત્ર મયુર અને કિરણ સાથે 1998માં રોજગાર માટે નવસારી આવ્યા હતા અને ત્યાં જ હંમેશા માટે સ્થાયી થગયા હતા.

image source

દરેક પિતાની જેમ બંને પુત્રોને શ્રેષ્ઠ અભ્યાસ કરાવવા ચંદ્રકાંતભાઇએ દિવસ રાત મહેનત કરી હતી, પરંતુ ભગવાનને મંજૂર ન હોય એમ બે વર્ષ પૂર્વે નાના પુત્ર કિરણ કે જે માત્ર 18 વર્ષનો જ હતો એનું દાંડીના દરિયામાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. અને હવે ગઇકાલે એરૂ ચાર રસ્તા પાસે ગાય આડી ઉતરતા બાઇક સવાર બે મિત્ર ફંગોળાતા એકનું મૃત્યુ થયું હતું. અને આ મૃતક ચંદ્રકાંતભાઇનો મોટો પુત્ર મયુર કે જેની ઉમર માત્ર 22 વર્ષ છે એ હતો.

image soucre

આ મરા દંપતી માટે એક પુત્રને ગુમાવ્યાનું કાયમી દુ:ખ અને બીજા પુત્રની ઉજ્જવળ કારર્કિદી આપવાની જવાબદારી હતી. મોટો પુત્ર પણ પિતાની જવાબદારી હળવી કરવા અભ્યાસ પૂર્ણ કરવા સાથે પિતાની સાથે જ સચીન જીઆઇડીસીમાં નોકરીએ લાગી ગયો હતો પણ એ પુત્ર પણ આ દુનિયામાં ન રહ્યો અને વિજલપોરની સહયોગ સોસાયટીમાં રહેતા આ પરિવાર માટે દુ:ખનું ઓસડ દાહડા બનશે તેવી કલ્પના પણ નઠારી નીવડી હતી. ઉક્ત કરૂણાંતિકાથી માત્ર વિજલપોરની સહયોગ સોસાયટી જ નહીં સમગ્ર શહેરમાં આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી. હવે જ્યાં જ્યાં પણ આ વાત કરવામાં આવી રહી છે ત્યાં ત્યાં લોકોના આંખમા પાણી આવી રહ્યા છે અને દુખ થી રહ્યું છે.

image source

કોઈ પિતાએ પોતાના એક દીકરાને પણ કાંધ આપવાનું ન વિચાર્યું હોય ત્યારે આ પિતાના નસીબ તો જુઓ. પિતાના ખભે દુનિયાનો સૌથી મોટો ભાર બબ્બે દીકરાની અર્થીને કાંધ આપવાનો આવ્યો હતો. પતિ-પત્નીમાં કોણ કોને સાંત્વના આપે તેવા કરૂણ દ્રશ્યોથી આખી સોસાયટી હિબકે ચઢી હતી. નવસારીમાં મયુરના ગઇકાલે અંતિમ સંસ્કાર કર્યા બાદ હૈયાફાટ રૂદન સાથે દંપતી પોતાના વતન મહારાષ્ટ્રના બામને ગામે પરત ફર્યુ હતું. જ્યાં મોટા પુત્રની મરણ પછીની તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ નવસારી પરત ફરશે. પણ હવે લોકો વચ્ચે દુખ વહેંચવાનું શરૂ થયું છે કે કૂદરતે બે દીકરા તો આપ્યા પણ છીનવી લીધા. ત્યારે નવસારી શહેરમાં પણ લોકો હાલમાં આ ઘટનાના કારણે ઘેરા આઘાતમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ