જબરદસ્ત! – બોલીવુડની હીરોઈનો પણ પાણી ભરે તેવી ગ્લેમરસ અને સુંદર છે સિધ્ધુની દીકરી…

ક્રીકેટર સિદ્ધુની દીકરી પોતાના ગ્લેમરસ અંદાજથી આપી રહી છે બોલીવૂડની હીરોઈને ટક્કર, સિદ્ધુની દીકરીની ગ્લેમરસ તસ્વીરોએ ઇન્ટરનેટ પર મચાવી હલચલ !

image source

પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ તેમ જ ધી કપીલ શર્મા શોમાં ઓન ધ સ્પોટ કોઈ પણ શાયરી બોલવા માટે પાવરધા એવા જાણીતા ભૂતપુર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની દીકરી આજ કાલ પોતાના ગ્લેમરસ અવતારના કારણે ચર્ચામાં છે.

image source

સોશિયેલ મિડિયા પર તેણીની ગ્લેમરસ તસ્વીરો હાલ વાયરલ થઈ રહી છે. તેની આ તસ્વીરો જોઈ તમે તેની સરખામણી બોલીવૂડની હીરોઈનો સાથે કરતાં નહીં ખચકાઓ.

image source

નવજોત સિંહ સિદ્ધુની દીકરીનું નામ છે રાબિયા સિદ્ધુ. તેણી પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધરાવે છે અને તેણી તેના પર અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી જોવા મળી છે. પણ તાજેતરમાં જે તસ્વીરો તેણીએ શેર કરી છે તેનાથી જાણે ગ્લેમર જગતમાં ચકચાર મચી ગઈ છે.

image source

તેની આ તસ્વીરોનો સોશિયલ મિડિયામાં વારંવાર શેર કરવામાં આવી રહી છે. તેણીની તસ્વીરો જોઈ તમને પણ સિદ્ધુની જેમ ‘છા ગયે ગુરુ’ કહેવાનું મન થઈ જશે.

image source

નવજોત સિંહ સિદ્ધુ કરતાં તેની દીકરી તદ્દન અલગ છે તેણીને પાર્ટીઝ તેમજ ફેશનનો ગજબનો શોખ છે. તેણીએ દિલ્લી, પટિયાલા, સિંગાપુર અને લંડનમાં અભ્યાસ કર્યો છે. રાબિયા વ્યવસાયે એક ફેશન ડીઝાઈનર છે. પણ તેણી કોઈ ફેશન ડીઝાઈનર નહીં પણ જાણે કોઈ સુપર મોડેલ હોય તેવી તેની ત્સવીરોમાં દેખાય છે.

image source

ઇન્સ્ટાગ્રામની તેણીની એક એક પોસ્ટમાં તેણી અત્યંદ ગ્લેમરસ લાગી રહી છે. રાબિયા એક પાર્ટી પર્સન છે તેણીને પાર્ટીઓ કરવી તેમજ પાર્ટીઓમાં એન્જોય કરવુ ખુબ ગમે છે તેણી અવારનવાર પેતાના મિત્રો સાથે કોઈને કોઈ પાર્ટીમાં જોવા મળી જાય છે. અને ઘણીવાર તેની પાર્ટીની તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.

image source

રાબિયા વ્યવસાયે ભલે પોતાના પિતા કરતાં અલગ હોય પણ તે પણ પોતાના પિતા જેવો જ જાદૂ ધરાવે છે જેમ સિદ્ધુ લોકોને પોતાની વાક છટા ઇમ્પ્રેસ કરે છે તેમ તેની દીકરી પોતાના લુક તેમજ અંદાજથી લોકોને ઇમ્પ્રેસ કરી રહી છે.

રાબિયા ફેશનમાં રસ ધરાવે છે તેમ છતાં તેણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરે તેવી આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની બોલ્ડ તેમજ ગ્લેમરસ તસ્વીરો શેર કરી છે. તેણીએ આ ફોટો શૂટ બોલીવૂડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાની પાસે કરાવ્યું છે. હાલ તો તેણી લગભગ 39 હજાર ફોલોઅર્સ જ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર ધરાવે છે પણ તેની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

image source

રાબિયા હાલ માત્ર 24 વર્ષની જ છે. તેણી આગળ જણાવ્યું તે પ્રમાણે પાર્ટી પર્સન તો છે જ પણ તેણીને ભારતના ટોપ ડીઝાઈનર્સના વસ્ત્રો પહેરવા ખુબ પસંદ છે. તેણીની વધતી જતી પોપ્યુલારીટી તેમજ તેણીનો ફેશન તેમજ ગ્લેમર પ્રત્યેનો રસ દર્શાવે છે કે ટુંક જ સમયમાં આપણે તેણીને સોનેરી પરદે જોઈ શકીશું.

image source

નવજોત સિંહ સિદ્ધુની દીકરી રાબિયા ગ્લેમરથી ભરપુર છે તો વળી તેમનો દીકરો કરણ સિંહ સિદ્ધુ ગ્લેમરથી જોજનો દૂર રહેવાનું પસંદ કરે છે. તે હાલ પંજાબનો આસિસ્ટન્ટ એડિશનલ એડવોકેટ જનરલ છે. જો કે તે પણ પોતાની બહેનની જેમ રાજકારણથી દૂર રહેવા માગે છે. પણ કરણને સ્પોર્ટ્સ ખુબ પસંદ છે. તે સિદ્ધુ કરતાં પોતાની માતાની વધુ નજીક છે. જો કે રાજકારણમાં રસ ન હોવા છતાં તે ઘણીવાર પોતાની માતા સાથે રાજકારણ સંબધિત પ્રસંગોમાં જોવા મળ્યા છે.

image source

ધી કપિલ શર્મા શોમાં હંમેશા શાયરીઓથી છલોછલ એવા નવજોત સિંહ સિદ્ધુ નથી જોવા મળતાં પણ તાજેતરમાં કપિલ શર્માએ સિદ્ધુ જેવો જ લુક ધારણ કર્યો છે અને તે તસ્વીર પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

જો તમે નવજોત સિંહ સિદ્ધુની શાયરીઓના ચાહક હોવ અને ધી કપીલ શર્મા શોમાં તેને મિસ કરી રહ્યા હોવ તો તમારા મિસ કરવાના દીવસો હવે ખતમ થઈ ગયા છે. કારણ કે તેનો એક રસ્તો કપીલ શર્માએ શોધી રાખ્યો છે.

image source

સિદ્ધુના કેટલાક પોલિટિકલ સ્ટેટમેન્ટ્સના કારણે તેણે શો પરથી દૂર થઈ જવું પડ્યું હતું જેની જગ્યાએ અર્ચના પુરણસિંહને લેવામા આવી છે. અને સિદ્દુની ગેરહાજરીમાં પણ તેને શોના દરેક ચરિત્રો દ્વારા સતત મિસ કરવામાં આવી રહ્યો છે. અને તેના કારણે અર્ચના પુરણસિંહ સાથે પણ ઘણી મજાક કરવામાં આવતી રહે છે.

image source

પુલવામાં એટેક પર સિદ્ધુ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેને ધી કપીલ શર્મા શોના વ્યુઅર્સ દ્વારા ગેરમાન્ય ગણાવ્યું હતું અને તેને લઈને જ સિદ્ધુનો બોયકોટ કરવામાં આવ્યો હતો અને માટે જ તેને શોમાંથી દૂર કરવામાં આવ્યો હતો.

પણ કપીલ શર્માએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર પંજાબી પાઘડી પહેરેલી એક વિડિયો શેયર કરી છે. જેમાં તે કંઈક આમ બોલી રહ્યો છે, “મોહતરમા અર્ચના, મે દો લાઈને કેહના ચાહતા હું મેરા લડકા, મેરા લડકા, મે હું ઉસકા બાપ, મેરી કુરસી છીન લી તુમને, તુમકો લગેગા પાપ”

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

જો કે ઘણા દર્શકો એવા છે જે આજે પણ સિદ્દુના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. તો વહેલા મોડા પણ સિદ્દુ શો પર પાછા આવે તેવી શક્યતા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ