આજથી સૂર્ય બદલશે રાશિ. ૧૬ નવેમ્બર સુધી સારો નહીં રહે આ ૭ રાશિઓનો સમય.

શું પરિણામ આપશે સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ ?

image source

જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરનારાઓ માટે એક ખાસ ખબર છે. આજે એટલે કે ૧૭ ઓક્ટોબરે સૂર્ય પોતાની રાશિ બદલી રહ્યો છે અને ૧૬ નવેમ્બર સુધી નો સમય સાત રાશિઓ માટે મુશ્કેલીઓ સર્જી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ દર મહિને સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેને સંક્રાંતિ કહેવામાં આવે છે.

image source

આજે એટલે કે ૧૭ ઓક્ટોબરના દિવસે સૂર્ય કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે .તુલા રાશિમાં આવતા જ સૂર્ય નીચનો ગ્રહ થઈ જાય છે. તુલા રાશિ સૂર્યના શત્રુ ગ્રહ શુક્રની પણ રાશિ છે.

સૂર્ય તુલા રાશિમાં 16 નવેમ્બર સુધી રહેશે. આ એક મહિના દરમિયાન સૂર્યની શુભ અને અશુભ અસરો અન્ય રાશિઓ ઉપર પણ પડશે. જેના પ્રભાવથી કેટલાય લોકોના જીવનમાં અનિચ્છનીય પરિવર્તન થઈ શકે છે. કેટલીક રાશિઓ એવી પણ છે કે જેને સૂર્ય નું તુલા રાશિમાં ભ્રમણ ફાયદો પણ કરાવશે અને કેટલીક રાશિઓને માટે તુલા રાશિમાં સૂર્યનો પ્રભાવ હાનિકારક રહેશે.

image source

જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યને આત્માનો કારક ગ્રહ કહેવામાં આવ્યો છે. તેના પ્રભાવથી આત્મવિશ્વાસ વધે છે. સૂર્યનો શુભ પ્રભાવ નોકરી તથા ધંધામાં તરક્કી ના યોગ ઊભા કરે છે. કુંડળીમાં પ્રભાવી સૂર્ય નેતૃત્વ આપનારો પણ બને છે .જેને કુંડળીમાં સૂર્ય પ્રભાવી હોય તે કોઈ પણ ક્ષેત્રમાં પ્રભાવક વ્યક્તિત્વ સાબિત થાય છે .અને હંમેશા અગ્રેસર પણ રહે છે.

સૂર્યના પ્રભાવથી પિતા સાથેના સંબંધોમાં સફળતા મળે છે .અધિકારીય અને રાજકીય બાબતોમાં પણ સૂર્યનો પ્રભાવ શુભ પરિણામ આપે છે.

image source

જ્યારે સૂર્યનો અશુભ પ્રભાવ, નકારાત્મક પ્રભાવ કુંડળી પર હાવી થઈ વ્યક્તિને અસફળતાના યોગ ઊભા કરે છે .જેના કારણે કામકાજમાં વિઘ્નો આવે છે અને તકલીફો વધે છે. નાણાકીય નુકસાન અને સ્થાન પરિવર્તનના યોગ પણ સૂર્યને કારણે ઊભા થતાં હોય છે. એટલું જ નહીં નબળો સૂર્ય સ્વાસ્થ્ય સંબંધી તકલીફો પણ આપે છે.

૧૭ ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં પ્રવેશી રહેલો સૂર્ય વૃષભ, મિથુન, ધન રાશિ માટે શુભ ફળદાયક રહેશે.

જ્યારે સિંહ રાશિના જાતકો માટે તેમજ મકર રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન સામાન્ય ફળ આપનાર રહેશે.

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ મેષ ,કર્ક ,કન્યા ,તુલા ,વૃશ્ચિક, કુંભ અને મીન રાશિ માટે અશુભ નીવડી શકે છે.

સૂર્ય પીડા થી બચવા શું કરવું?

image source

સૂર્યના અશુભ પ્રભાવથી બચવા રવિવારે ખસ ,એલચી ,કેસર વાળા પાણીથી સ્નાન કરવાથી સૂર્યનો ખરાબ પ્રભાવ ઘટાડી શકાય છે.

image source

સૂર્ય પીડા નિવારવા માટે “ઓમ ધૃણિ: સૂર્યાય નમઃ” નો જાપ પણ કરી શકાય.

રવિવારે અલૂણો એટલે કે મીઠા વગરનો ઉપવાસ કરવાથી પણ સૂર્યના ખરાબ પ્રભાવથી બચી શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ