ઈન્ડિયન આઈડોલ – નેહા કક્કડને પરાણે ભેંટ્યો આ સ્પર્ધક, જબરદસ્તી કરી ગાલ ઉપર કિસ..

સેલિબ્રિટી સિંગર અને પોપ્યુલર રિયાલીટી મ્યુઝિક શોની જજ નેહા કક્કરની સાથે ઇન્ડિયન આઈડલના એક સ્પર્ધકે જબરજસ્તી કરવા જતાં સેટ ઉપર થઈ ગયો હતો હોહલ્લો. ઇન્ડિયન આઈડલના ઓડિશન સેટ ઉપર નેહા કક્કરને બળજબરીથી એક સ્પર્ધકોને ભેટીને કર્યું કંઈક એવું કે સૌ થઈ ગયાં શર્મસાર…

image source

ઇન્ડિયન આઈડલ ફરીથી છવાઈ ગયું ચર્ચાઓમાં…

લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલને સૌ કોઈ ખૂબ પસંદ કરે છે. દેશભરના લોકો તેમના સપના પૂરા કરવા માટે આ શોના સ્ટેજ પર પરફોર્મન્સ આપવાની ઇચ્છા કરી રહ્યા છે, પરંતુ આ અઠવાડિયે શોમાં કંઈક એવું બનવાનું છે જે દરેકને આશ્ચર્યચકિત કરી દેશે. ખરેખર તો બન્યું એવું છે કે આ શો ફરીથી ચર્ચામાં છવાઈ ગયો છે.

image source

આ શોના આવત સપ્તાહના શોના પ્રોમોશન માટેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક હરીફ સિંગિંગ જજ નેહા કક્કરને ભેટી રહ્યો છે અને કિસ કરતો જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને નવી સીઝનની શરૂઆત થતાં જ આ શો સાથેની અનેક ગોસિપ્સ પણ શરૂ થઈ ગઈ છે.

આ વીડિયો સોની ટીવીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ સ્પર્ધક ઘણી બધી ભેટો સાથે સ્ટેજ પર પહોંચે છે. તે નેહાની બધી ભેટો એક પછી એક આપે છે. ભેટ લીધા પછી નેહા તેને ગળે લગાવે છે, પરંતુ પછી સ્પર્ધકે તેને ગાલ પર ચુંબન કરી લીધું છે.

image source

આ પછી નેહા પોતાનો ચહેરો છુપાવતી જોવા મળે છે અને ત્યાંથી ચાલી જાય છે. આ ઘટના પછી, ત્યાં હાજર દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે, હવે પછી શું થશે તે જાણવા માટે આવતા અઠવાડિયાનો આગામી એપિસોડ આખો જોવા બેસવું પડશે.

image source

નેહાને બળજબરીથી ચુંબન કરનાર સ્પર્ધકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ વિશાલ અને શોના બીજા સંગીતકાર જજ અનુ મલિકની પ્રતિક્રિયા શું હશે, તે જોવાનું રહેશે. આ અંગે નેહાએ શું પગલાં લીધેલાં છે, તે પણ હજી મીડિયામાં બહાર આવ્યું નથી. પરંતુ એક વાત તો એ સાબિત થઈ જ છે કે તેની નવી સીઝન શરૂ થતાં આ શોમાં દરવખતની જેમ અનેક નવા વળાંકો અને રસપ્રદ ઘટનાઓ જોવા મળશે…

આ મંચ ઉપર સ્પર્ધકો કરે છે દિલની વાતો…

image source

સ્પર્ધકો તેમના જીવનનો સંઘર્ષ કહે છે તેમના ઓડિશન રાઉન્ડમાં ત્યારે આ કંટેસ્ટન્ટે પણ તેના જીવનની સફર જણાવી હતી.. ઘણા સ્પર્ધકો વીડિયોમાં પરફોર્મન્સ આપતા નજરે પડે છે. એક સ્પર્ધકે જણાવ્યું હતું કે તે સ્વપ્ન પૂરા કરવા માટે ઘરેથી ભાગી ગયો છે. તેણે કહ્યું કે આજ સુધી મેં મારા માતા-પિતાને કહ્યું નથી કે હું શું કામ કરું છું. બીજી તરફ, અન્ય એક સ્પર્ધકે શોમાં ભાગ લીધેલ છે જે ઓલરેડી એક સેલિબ્રીટી છે અને અત્યાર સુધીમાં જેમણે ફકત ૧૪ વર્ષની ઉંમરે ૧૫ હજાર ગીતો ગાયા છે.

image source

એ જ રીતે, અન્ય ઘણા સ્પર્ધકોએ તેમની અહીં સુધી પહોંવાની મુસાફરી વિશે જણાવીને પોતાની દિલની વાત પણ રજૂ કરવામાં અચકાતા નથી. તેજ રીતે આ સ્પર્ધકે પણ પોતાની ફેવરિટ સ્ટાર નેહાને મળવાની ઇચ્છાને આ રીતે વ્યક્ત કરી હોઈ શકે એવું બની શકે છે. હવે જોવું રહ્યું કે નેહા તેને માફ કરે છે કે તે કોઈ નવો વિવાદ ઊભો કરે છે.

સીઝન ૧૧ની ધમાકેદાર શરૂઆત…

image source

આપને ખ્યાલ જ છે એ મુજબ અનુ મલિક, નેહા કક્કર અને વિશાલ દદલાની આ શોના પોપ્યુલર જજીસ છે. તેઓ ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ગાયન સ્પર્ધા ઇન્ડિયન આઇડોલ સીઝન ૧૧ની હાલના સમયમાં શરૂઆત થઈ છે, જેને હજુ એક અઠવાડિયું પણ માંડ થયું છે. ત્યારે આવો ચોંકાવનારો વીડિયો લોકોમાં ચર્ચાનું સ્થાન લીધું છે. સિંગર નેહા કક્કરે શોની શરુઆતના પહેલા જ એપિસોડમાં ભગવાનની પૂજા કરીને શો શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન, શોના અન્ય બંને જજ અને સાથે તેમના શોની ટીમ પણ તેમની સાથે હતી.

image source

આ શોમાં નેહાની સાથે અનુ મલિક, વિશાલ દદલાની અને સેટ પર આદિત્ય નારાયણ પણ હતા. દરેકને મળીને શોની સફળતા અને સારા કામની શુભેચ્છા પાઠવી હતી. તમામ સેલિબ્રિટી જજ શોને લઈને ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. આ વખતે, આદિત્ય નારાયણ ઇન્ડિયન આઇડોલ શોને હોસ્ટ કરી રહ્યા છે.

image source

આ અગાઉ તેણે સા રે ગા મા પા અને રાઇઝિંગ સ્ટાર શો હોસ્ટ કર્યા છે. આ શો ૧૨મી ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે અને આપણે આગામી સપ્તાહે તેનો ત્રીજો એપિસોડ જોઈશું. જેમાં આ હેરાન કરી દેનારી ઘટના બની છે તેનો વીડિયો સામે આવ્યો છે.

નેહા માટે ઇન્ડિયન આઈડોલ છે ખૂબ ખાસ…

image source

નેહા કક્કર ખુદ ઇન્ડિયન આઇડોલમાં છેલ્લા ઘણા સમયથી તેના જજની ખુરશી પર બેસે છે ત્યારે આપને યાદ જ હશે કે તે સૌથી પહેલા આ શોની પ્રતિસ્પર્ધી પણ રહી ચૂકી હતી.

image source

તેણે ઇન્ડિયન આઇડોલ સીઝન ૩માં ભાગ લીધેલો છે. નેહાની ગાયકી પ્રતિભા જોઈને તેને બોલિવૂડમાં સારી સિંગિંગ ઓફર્સ પણ આ શોમાં ઝળક્યા બાદ મળી હતી અને હવે તેને આજના સમયની બોલિવૂડની ટોચની ગાયિકાઓમાંની એક માનવામાં આવે છે. નેહાને માટે ઇન્ડિયન આઇડોલ શોમાં જજ કરવાનું ખૂબ જ મહત્વ છે તે આ ખુરશીથી ખૂબ જ ભાવુકરીતે જોડાયેલ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ