ભારતીયોનું વિશ્વ ભરમાં નામ છે. વિશ્વ સ્તરના વેપાર ધંધા હોય, વિશ્વ સ્તરની રમતો હોય કે વિશ્વ સ્તરની સ્પર્ધાઓ હોય ભારતીયો પોતાની ક્ષમતા અનુસાર તેમાં ભાગ લેતા આવ્યા છે અને ફક્ત ભાગ લેવા પૂરતું જ નહીં પણ ઘણી ખરી સ્પર્ધાઓમાં ભારતીયોએ વિદેશમાં રહીને ત્યાંની સ્પર્ધામાં ભાગ લઈ, વિજેતા બની ભારતનું નામ રોશન કર્યું છે. ત્યારે આવી જ એક સ્પર્ધામાં ભારતીય મૂળની 11 વર્ષની એક વિદ્યાર્થીની નતાશા પેરીએ પણ તાજેતરમાં જ વિશ્વસ્તરની સ્પર્ધામાં ભાગ લઈ ભારતનું નામ રોશન કર્યું હતું. તેના વિશે આજના આ આર્ટિકલમાં જાણીએ.

અમેરિકામાં સ્કૂલે જતા બાળકો માટે ચલાવવામાં આવતા ગીફ્ટેડ એજ્યુકેશન પ્રોગ્રામ (Gifted Education Programme) માં ભારતીય મૂળની એક 11 વર્ષની બાળકીને વિશ્વની સૌથી હોંશિયાર વિદ્યાર્થીઓ પૈકી એક જાહેર કરવામાં આવી છે. અમેરિકાના ન્યુજર્સીમાં આવેલ થેલ્મા એલ સેંડમાઈર એલીમેન્ટ્રી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અને ભારતીય મૂળની નતાશા પેરીને SAT, ACT, અને અન્ય પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ સમ્માનિત કરવામાં આવી હતી. આ પરીક્ષાઓનું આયોજન જોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ એટલે કે CTY તરફથી ટેલેન્ટ સર્ચ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું.
ડુડલીંગ અને JRR ટોલ્કિનના ઉપન્યાસને વાંચવાની પસંદગી કરનાર વિદ્યાર્થીની નતાશા પેરીએ જોન હોપકિન્સ દ્વારા આયોજિત હાઈ ઓનર એવોર્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણીએ એ 20 ટકા બાળકોમાં સ્થાન મેળવ્યું હતું જેઓએ ટેલેન્ટ સર્ચ અભિયાનમાં ભાગ લઈને એવોર્ડ માટે ક્વોલિફાઈ કર્યું હતું. PTI સાથે વાતચીત કરતા નતાશા પેરીએ જણાવ્યું હતું કે, આનાથી મને વધુ સારો દેખાવ કરવાની પ્રેરણા મળી છે.
PTI ના જણાવ્યા મુજબ આ ટેલેન્ટ સર્ચ સ્પર્ધામાં વિશ્વભરમાંથી 84 દેશોમાંથી 19,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નતાશા પેરીએ આ સ્પર્ધામાં ત્યારે શામેલ થઈ હતી જ્યારે તે ગ્રાન્ડ 5 ની વિદ્યાર્થીની હતી. પરીક્ષાનું આયોજન 2021 ની ગરમીનાં સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ નતાશા પેરીદ મૌખિક અને ક્વોન્ટીટેટિવ સેક્શનની પરીક્ષામાં રિઝલ્ટ એડવાન્સ ગ્રેડ 8 ના 90 ટકા બરાબર માનવામાં આવ્યું હતું.
બાલ્ટીમોર ખાતે આવેલ જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ વિશ્વભરમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરવા માટે ગ્રેડ લેવલ ટેસ્ટિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓની વાસ્તવિક શૈક્ષણિક ક્ષમતાઓની સ્પષ્ટ તસ્વીર પણ ઉભરીને સામે આવે છે.

જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથના એક્ઝિક્યુટિવ ડાયરેકટર વર્જીનિયા રોચએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે આ વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરવા માટે રોમાંચિત છીએ. એક વર્ષમાં કે કઈં સામાન્ય હતું, તે શીખવા માટે તેઓની અભિલાષાને કારણે બદલી ગયું છે. અમે હાઈ સ્કૂલ, કોલેજ અને તેનાથી આગળના અભ્યાસ માટે વિદ્વાનો અને નાગરિકો સ્વરૂપે તેઓની મદદ કરવા માટે ઉત્સાહિત છીએ.