કેન્દ્રિય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ ઓટો મેન્યુફેક્ચરર્સને બધા પ્રકારની ગાડીઓમાં 6 એરબેગ લગાવવાની અપીલ કરી છે. આ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઓટો ઓટો મેન્યુફેક્ચરર્સના CEO ના એક પ્રતિનિધી મંડળ સાથે બેઠક પણ કરી હતી.

કેન્દ્રિય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ મોટો નિર્ણય લીધો હતો. રોડ એક્સિડન્ટમાં થતા મૃત્યુના બનાવોને રોકવાના પ્રયાસ રૂપે મંત્રી નીતિન ગડકરીએ બધા વાહન નિર્માતાઓને તેમની બધી ગાડીઓના તમામ વેરીએન્ટ અને સેગમેન્ટમાં ઓછામાં ઓછી 6 એરબેગ લગાવવા અપીલ કરી હતી.
નીતિન ગડકરીએ કરી ટ્વિટ
Met a delegation of CEOs of SIAM (Society of Indian Automobile Manufacturers) in New Delhi today. Emphasised on the need for a quick roll-out of Flex-Fuel Vehicles (FFVs) capable of running on 100% ethanol and gasoline into the Indian auto market within a year’s time. pic.twitter.com/L338x77JNw
— Nitin Gadkari (@nitin_gadkari) August 3, 2021
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે મંગળવારે નવી દિલ્હીના સિયામ એટલે કે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ ના CEO ના એક પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કેન્દ્રિય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સને રોડ એક્સિડન્ટમાં થતા લોકોના મૃત્યુના બનાવો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત એક કારમાં 6 એરબેગ લગાવવા સંબંધી અપીલ કરી હતી.
નીતિન ગડકરીએ કર્યું નિરીક્ષણ

કેન્દ્રિય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ ઓટો ઇન્ડસ્ટ્રીના સેલ્સ એન્ડ પરફોર્મન્સનું પણ નિરીક્ષણ કર્યું હતું. સાથે જ કેન્દ્રીય મંત્રીએ ઓટો ઇન્ડસ્ટ્રીને એક વર્ષની અંદર ઇન્ડિયન માર્કેટમાં 100 ટકા ઇથેનોલ અને ગેસોલીન પર ચાલવા માટે સક્ષમ ફલેક્સ ઇંધણ વાહનો એટલે કે FFV લાવવા માટે જણાવ્યું હતું.
મિટિંગ શું થયો નિર્ણય

જો કે ઉપરોક્ત મિટિંગમાં CAFE 2 ના નિયમો અને BS VI ના ફેઝ 2 ને ટાળવા પર કોઈ નિર્ણય લેવામાં નહોતો આવ્યો. ઓટો ઇન્ડસ્ટ્રીએ CAFE 2 norms ને 2023 સુધી ટાળવા અને BS VI ના ફેઝ 2 ને 2024 સુધી ટાળવા માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ફોર વહીલ વાહન એટલે કે કારમાં આગળની બાજુએ જ્યાં ડ્રાઇવર બેસે ત્યાં સામેની તરફ એરબેગ રાખવામા આવેલી હોય છે. આ એરબેગ ક્યારેક જો કારને ગંભીર અકસ્માત થાય તો કારમાં સવાર ડ્રાઇવરના બચાવ માટે યોગ્ય સમયે ખુલી જાય છે જેથી ડ્રાઇવરને સામાન્ય જેવા અકસ્માતમાં ગંભીર ઇજા નથી થતી અથવા નાની ઇજા થાય છે. જો કે હવે ઉપર વાત કરી તેમ ભારતના માર્ગો પર ફરતી બધી કારોમાં આગળની બાજુએ ડ્રાઇવર અને તેની બાજુની સીટના સવાર તેમજ અન્ય સવાર માટે કુલ 6 એરબેગ ફરજિયાત કરવાનું સરકાર વિચારી રહી છે.