ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસને નાબૂદ કરવા માટે વેકસીનેશનના કાર્યક્રમો જોરશોરથી ચાલી રહ્યા છે ત્યારે જર્મનીના વૈજ્ઞાનિકોએ ઘેટાંના લોહીમાં એક એવી શક્તિશાળી એન્ટીબોડી શોધી કાઢી છે જે કોવિડ 19 માટે જવાબદાર એવા કોરોના વાયરસ એટલે કે સોંર્સ કોવ 2 અને તેના નવા ઘાતક સ્વરૂપને પ્રભાવી રીતે નિષ્ક્રિય કરી શકે છે.

જર્મનીમાં આવેલ મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ એટલે કે MPI ફોર બાયોફિઝિકલ કેમિસ્ટ્રીના રિસર્ચરએ એક સંશોધનમાં આ માહિતી આપી હતી. સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે આ સૂક્ષ્મ એન્ટીબોડી છે જે પહેલા શોધ કરવામાં આવી અને એ પ્રકારની એન્ટીબોડીની સરખામણીએ કોરોના વાયરસને એક હજાર ગણું વધુ પ્રભાવી રીતે નિષ્ક્રિય કરી શકે છે.

આ રિસર્ચ સાથે સંબંધિત રિપોર્ટ ” એમ્બો ” મેગેઝીનમાં પ્રકાશિત થઈ હતી. રિસર્ચરએ જણાવ્યું હતું કે, હાલમાં આ એન્ટીબોડીનું ક્લિનિકલ પરીક્ષણ કરવાની તૈયારી થઈ રહી છે. તેઓએ જણાવ્યું હતું કે, ઓછી કિંમતમાં આ એન્ટીબોડીનું ઉત્પાદન ભારે માત્રામાં કરી શકાય છે. આ કોવિડ 19 ના ઈલાજ સાથે સંબંધિત વૈશ્વિક માંગને પણ પુરી કરી શકે છે.
ક્લિનિકલ ટ્રાયલમાં થઈ રહી છે તૈયાર

MPI માં બાયોફિઝિકલ કેમિસ્ટ્રીના નિર્દેશક ડીર્ક ગોરલીકએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત આ એન્ટીબોડી SARS-CoV-2 અને તેના વેરીએન્ટ સામે અત્યાધિક સ્થિરતા અને ઉત્કૃષ્ટ પ્રભાવથી કામ કરી રહી છે. આ વેરીએન્ટમાં આલ્ફા, બીટા, ડેલ્ટા ને ગામા શામેલ છે. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે, આ નાની એન્ટીબોડીને મેનોબોડી પણ કહેવામાં આવે છે. તેને હાલ ક્લિનિકલ ટ્રાયલમાં તૈયાર કરવામાં આવી રહી છે.
જૂની એન્ટીબોડી કરતા એક હજાર ગણી વધુ પ્રભાવી
આ.રિસર્ચને EMBO એ પ્રકાશિત કરી છે અને આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે આ નેનોબોડી પહેલા શોધવામાં આવેલી બીજી એન્ટિબોડીથી એક હજાર ગણી વધુ પ્રભાવી છે. સંશોધનમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટર જીયોટ્વીંગન એટલે કે UMG ના વૈજ્ઞાનિકોએ પણ ભાગ લીધો હતો.
શું છે એન્ટીબોડી ?

એન્ટોબોડી અસલમાં શરીરનું એ તત્વ છે જેનું નિર્માણ આપણી ઇમ્યુન સિસ્ટમ શરીરમાં વાયરસના પ્રભાવને નિષ્ક્રિય કરવા માટે પેદા કરે છે. સંક્રમણ બાદ એન્ટીબોડીઝ બનવામાં ઘણી વખત એક અઠવાડિયા સુધીનો સમય લાગે છે. આ માટે જો આ પહેલા એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે તો સાચી માહિતી મળી નથી શકતી. એન્ટીબોડી બે પ્રકારની હોય છે. એક IGM એટલે કે ઇમ્યુનોગ્લોબુલિન M અને બીજી IGG એટલે કે ઇમ્યુનોગ્લોબુલિન G.
એન્ટીબોડીને કઈ રીતે શોધી શકાય ?

કોરોનાના ટેસ્ટ માટે એક વધુ ટેસ્ટ એન્ટીબોડી ટેસ્ટ છે. એન્ટીબોડી ટેસ્ટ શરીરમાં રહેલા લોહીનું સેમ્પલ લઈને તૈયાર કરવામાં આવે છે. અને તેના પરિણામ પણ જલ્દી મળી જાય છે એટલા માટે તેને સીરોલોજિકલ ટેસ્ટ પણ કહેવામાં આવે છે અને તે RT PCR કરતા ખર્ચમાં પણ સસ્તો હોય છે. આ ટેસ્ટની કિંમત અંદાજે 500 રૂપિયા જેટલી હોય છે.